ભરૂચ જિલ્લામાં સરકારી અનાજમાં પ્લાસ્ટિકના ચોખા મુદ્દે ગુજરાત ફર્સ્ટનું મોટું રિસર્ચ
ભરૂચમાં સસ્તા અનાજની રેશનની દુકાનો પરથી અપાતા ચોખા પ્લાસ્ટીકના હોવાની ફરીયાદો ઉઠ્યા બાદ પુરવઠા વિભાગ દ્વારા ખુલાસો કરવામા આવ્યો છે કે આ પ્લાસ્ટીકના ચોખા નહીં પરંતુ ફોટિઁફાઈડ ચોખા છે. જેમાંથી આર્યન, ફોલિક એસિડ તેમજ વિટામિન બી 12 જેવા પોષ્યયુક્ત આહારનો સમાવેશ કરવામાં આવે છે. જેના કારણે લોકોએ પણ અફવાઓથી દૂર રહેવા માટેની પણ અપીલ કરી છે.ગુજરાત ફર્સ્ટને સૌપ્રથમ સરકારી અનાજના જથ્થાà
ભરૂચમાં સસ્તા અનાજની રેશનની દુકાનો પરથી અપાતા ચોખા પ્લાસ્ટીકના હોવાની ફરીયાદો ઉઠ્યા બાદ પુરવઠા વિભાગ દ્વારા ખુલાસો કરવામા આવ્યો છે કે આ પ્લાસ્ટીકના ચોખા નહીં પરંતુ ફોટિઁફાઈડ ચોખા છે. જેમાંથી આર્યન, ફોલિક એસિડ તેમજ વિટામિન બી 12 જેવા પોષ્યયુક્ત આહારનો સમાવેશ કરવામાં આવે છે. જેના કારણે લોકોએ પણ અફવાઓથી દૂર રહેવા માટેની પણ અપીલ કરી છે.
ગુજરાત ફર્સ્ટને સૌપ્રથમ સરકારી અનાજના જથ્થામાં પ્લાસ્ટિકના ચોખા નીકળતા હોવાની ફરિયાદ મળી હતી અને દુબઈ ટેકરી વિસ્તારમાંથી સસ્તા અનાજની દુકાનમાંથી ખરીદ્યા હોવાની માહિતી સામે આવી હતી, જેના પગલે ગુજરાત ફર્સ્ટે પણ સસ્તા અનાજની દુકાનમાંથી ચોખા ખરીદનાર ફાલ્ગુનીબેન પટેલના ઘરે પહોંચી ચોખાનું નિરીક્ષણ કર્યું હતું. આ મહિલાએ પોતાના ઘરમાં જે પ્લાસ્ટિકના ચોખા હતા તે અને ઓરીજનલ ચોખા બંને અલગ અલગ ગેસની સગડી ઉપર બનાવવાના પ્રયાસ કર્યા હતા, જેમાં ઓરીજનલ ચોખા ચડી ગયા હતા જ્યારે જે ચોખા પ્લાસ્ટિકના કહેવાય છે તે ચડ્યા ન હતા જેના કારણે શંકા કુશંકાઓ ઉપસી હતી. પરંતુ આ ચોખા ખરેખર પ્લાસ્ટિકના છે કે કેમ તે દિશામાં પણ ગુજરાત ફર્સ્ટે ચેકિંગ હાથ ધર્યું હતું. પરંતુ મહિલાએ આક્ષેપ કર્યા હતા કે આ પ્લાસ્ટિકના ચોખા છે.
ભરૂચમાં સરકાર દ્વારા આપવામાં આવતો ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી સસ્તા અનાજની દુકાનમાંથી અપાતો અનાજના જથ્થા ચોખામાંથી પ્લાસ્ટિકના ચોખા નીકળતા હોવાની ફરીયાદો ઉઠવા પામી હતી. જેના પગલે લોકોએ સસ્તા અનાજની દુકાને ધસી જઈ હોબાળો મચાવ્યો હતો. જે મામલે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી અને ભરુચ આવેલા ગોડાઉનની મુલાકાત લઈ સમગ્ર માહિતી મેળવી હતી. જેમાં ભરૂચમાં આવેલા ગોડાઉનમાંથી ભરૂચ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવતી 132 દુકાનોમાં આ અનાજનો જથ્થો સપ્લાય થાય છે. ત્યારે હાલમાં ગોડાઉનમાં 1738 કટ્ટા ફોટિઁફાઈડ ચોખાના અને 7190 કટ્ટા સાદા ચોખાનો જથ્થો ઉપલબ્ધ છે.
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ભરૂચના નાયબ જીલ્લા મેનેજર જયદીપ મકવાણાએ પ્લાસ્ટિકના ચોખા બાબતે જણાવ્યુ હતું કે લોકોમાં અવેરનેસ ઓછી હોવાના કારણે લોકો પ્લાસ્ટિકના ચોખા સમજી રહ્યા છે. પરંતુ આ પ્લાસ્ટિકના ચોખા નહીં પંરતુ ફોટિઁફાઈડ ચોખા છે. જે ભારત સરકાર દ્વારા જ ચોખામાં 100 કિલોના એક કટ્ટામાં 1.500 કિલો ગ્રામ જેટલા ઉમેરવામાં આવે છે. ફોટિઁફાઈડ ચોખા જેમાંથી આર્યન, ફોલિક એસિડ તેમજ વિટામિન બી 12 જેવા પોષણયુક્ત આહારનો સમાવેશ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફોટિઁફાઈડ ચોખા માટે લોકોમાં અવેરનેસ ન હોવાના કારણે લોકો તેને પ્લાસ્ટીકના ચોખા માની રહ્યા છે તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા પણ લોકોમાં અવેરનેસ આવે તે માટેના કોઈ પ્રયાસ ન કરવામાં આવતા લોકોમાં ગેર સમજ ઉભી થઈ રહી છે. ત્યારે વહીવટી તંત્રએ પણ લોકોમાં અવેરનેસ આવે તેવા પ્રયાસો કરવાની જરૂર ઊભી થઈ છે.
આ પણ વાંચો - દિલ્હીના કર્તવ્યપથ પર આ વર્ષે જોવા મળશે ગુજરાતની "ક્લિન-ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત" વિષયને આવરી લેતી ઝાંખી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement