Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઘરમાં આગ લાગતા પરિવારના 6 લોકોના મોત, મૃતકોમાં ચાર બાળકો

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં દર્દનાક ઘટનાએક જ પરિવારના 6 લોકો આગમાં જીવતા ભૂંઝાયાશોર્ટ સર્કિટના કારણે દુકાનમાં લાગી હતી આગમૃતકોમાં 4 બાળકો સામેલ, 3 લોકો દાઝ્યામુખ્યમંત્રી યોગીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુમૃતકના પરિજનોને 2 લાખ સહાયની જાહેરાતઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં મંગળવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં એક ઘરમાં આગ લાગવાથી પરિવારના 6 લોકોના મોત થયા છે. આ લોકો જ્યાં રહેતàª
03:20 AM Nov 30, 2022 IST | Vipul Pandya
  • ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં દર્દનાક ઘટના
  • એક જ પરિવારના 6 લોકો આગમાં જીવતા ભૂંઝાયા
  • શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં લાગી હતી આગ
  • મૃતકોમાં 4 બાળકો સામેલ, 3 લોકો દાઝ્યા
  • મુખ્યમંત્રી યોગીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ
  • મૃતકના પરિજનોને 2 લાખ સહાયની જાહેરાત
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં મંગળવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં એક ઘરમાં આગ લાગવાથી પરિવારના 6 લોકોના મોત થયા છે. આ લોકો જ્યાં રહેતા હતા તેના ગ્રાઉન્ડ ફ્લોર પર ઈલેક્ટ્રોનિક્સ-કમ-ફર્નિચરની દુકાનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં અન્ય ત્રણ ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેના કારણે માત્ર દુકાન જ નહીં પરંતુ પ્રથમ માળે મકાનમાલિકનું ઘર પણ બળીને ખાખ થઈ ગયું હતું.
આગમાં 6 લોકોના મોત
આ ભીષણ આગમાં 6 લોકોના મોત થયા છે. ભોંયરામાં આવેલા ફર્નિચરના શોરૂમમાં સાંજે 6:30 કલાકે લાગેલી આગ ત્રીજા માળ સુધી પહોંચી હતી. જ્યાં બનેલા મકાનમાં 9 લોકો રહે છે, જેમાંથી 6 લોકો આગમાં ફસાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. ઘટનાની જાણ થતા 18 જેટલી ફાયર બ્રિગેડ અને 12 પોલીસ સ્ટેશનની પોલીસે ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. મહત્વનું છે કે, મોડી સાંજે અચાનક ઘરમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. જેના કારણે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અંધારાના કારણે ફાયર બ્રિગેડના જવાનોને બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ ફોર્સ અને ઘણા પોલીસ સ્ટેશનના વહીવટી અધિકારીઓ સ્થળ પર આવી ગયા છે.
મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાનો નિર્દેશ
યુપી સરકારે કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે અને અધિકારીઓને મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની રાહત આપવાનો નિર્દેશ આપ્યો છે. વરિષ્ઠ એસપી આશિષ તિવારીએ જણાવ્યું કે 6 મૃતકોમાંથી ત્રણ બાળકો છે. તેમણે કહ્યું કે, લગભગ અડધો કલાક સુધી ચાલેલા બચાવ અભિયાનમાં આગ્રા, મૈનપુરી, એટાહ અને ફિરોઝાબાદના 18 ફાયર બ્રિગેડ વાહનો અને 12 પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સામેલ હતા. SSPએ કહ્યું, "બચાવ કરનારાઓને આગને કાબૂમાં લાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો કારણ કે આ વિસ્તાર ભીડભાડથી ભરેલો છે."

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન
અકસ્માત બાદ વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘરમાં હાજર લોકોને બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો. લોકો દૂર-દૂર સુધી તેમની બૂમો સાંભળી શકતા હતા. ફિરોઝાબાદના એએસપી આશિષ તિવારીના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના જસરાના વિસ્તારના પધમ શહેરમાં થઈ હતી. પ્રાથમિક તપાસમાં એક ઇન્વર્ટરમાં શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવાર દુકાનની ઉપર રહેતો હતો, તેથી દુકાનમાં આગ લાગી ત્યારે તેઓને ખૂબ પછી ખબર પડી.
સ્થાનિકોએ આગ ઓલવવાનો પ્રયત્ન કરો
આગમાં જીવ ગુમાવનાર પરિવારનું નામ રમણ કુમાર અને તેનો પરિવાર છે. દુકાનમાં ઈલેક્ટ્રોનિક્સ અને ફર્નિચરનો વેપાર હોવાથી સામાનમાં ઝડપથી આગ લાગી ગઈ. આ અકસ્માત મંગળવારે સાંજે થયો હતો. આગને કારણે જ્વાળાઓ વધી જતાં બહારના લોકોને તેની જાણ થઈ હતી. પોલીસને જાણ કર્યા બાદ સ્થાનિક લોકોએ પણ પોતપોતાના સ્તરે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળતા મળી હતી. માહિતી મળતાની સાથે જ એસપી દેહત રણવિજય સિંહ, એસડીએમ પારસનાથ મૌર્ય, સીઓ અનુજ કુમાર સહિત મોટી સંખ્યામાં પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કાર્ય શરૂ કર્યું.
આ પણ વાંચો - માત્ર ઉમેદવાર હસમુખ પટેલને જીતાડવા નહિ, ભુપેન્દ્ર પટેલને CM બનાવવા મત આપો: ગૃહમંત્રીશ્રી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
childrenCMYogiAdityanathcompensationDeadfireFirozabadGujaratFirstUP
Next Article