Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુન્દ્રા પોર્ટ પર કન્ટેઈનરમાંથી 56 કિલો કોકેઈન જપ્ત કરાયું

મુન્દ્રા પોર્ટ પર એક ખાનગી કન્ટેઈનર ફ્રેઈટ સ્ટેશનમાં રહેલાં કન્ટેઈનરમાં તપાસ દરમિયાન 56 કિલો કોકેઈન જપ્ત કરાયુ છે. ડ્રગ્સનો જથ્થો થોડા સમય પૂર્વે ઈરાનથી વાયા દુબઈ થઈને કચ્છ મોકલાયો હોવાનું જાણવા મળે છે. કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRIએ દરોડો પાડી માલ સામાનની આડમાં ઘૂસાડાયેલાં કોકેઈનને જપ્ત કર્યું છે. માર્કેટમાં કોકેઈનનો ભાવ પ્રતિ ગ્રામ 3થી 5 હજાર રૂપિયા વસૂલાય છે.આ મુદ્દામાલ ચકાસણà
મુન્દ્રા પોર્ટ પર કન્ટેઈનરમાંથી 56 કિલો કોકેઈન જપ્ત કરાયું
મુન્દ્રા પોર્ટ પર એક ખાનગી કન્ટેઈનર ફ્રેઈટ સ્ટેશનમાં રહેલાં કન્ટેઈનરમાં તપાસ દરમિયાન 56 કિલો કોકેઈન જપ્ત કરાયુ છે. ડ્રગ્સનો જથ્થો થોડા સમય પૂર્વે ઈરાનથી વાયા દુબઈ થઈને કચ્છ મોકલાયો હોવાનું જાણવા મળે છે. 
કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRIએ દરોડો પાડી માલ સામાનની આડમાં ઘૂસાડાયેલાં કોકેઈનને જપ્ત કર્યું છે. માર્કેટમાં કોકેઈનનો ભાવ પ્રતિ ગ્રામ 3થી 5 હજાર રૂપિયા વસૂલાય છે.આ મુદ્દામાલ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે
ઉલ્લેખનીય છે કે ગત મહિને DRI અને ATSએ કંડલા પોર્ટ નજીક આવેલાં  સીએફએસમાં દરોડો પાડી 1300 કરોડનું 260 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સ જીપ્સમની આડમાં ઘૂસાડાયું હતું. આ અગાઉ ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં મુન્દ્રા પોર્ટ પર ખાનગી પેઢીની લીઝ હસ્તકના કન્ટેઈનરમાંથી 21 હજાર કરોડનું 3 હજાર કિલોગ્રામ હેરોઈન જપ્ત કરાયું હતું. કચ્છના સમુદ્રકાંઠે ચરસના બિનવારસી પેકેટ્સ તણાઈ આવવાના ઘટનાક્રમ વચ્ચે DRIને વધુ એક વખત સફળતા મળવા પામી છે. 

  આ પણ વાંચો -ગુજરાતના દરિયાકિનારે પકડાયો અધધ..436 કિલો નશાનો સામાન

Advertisement
Tags :
Advertisement

.