Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં પ્રથમ એઇમ્સ હોસ્પિટલની હોસ્ટેલમાં 5 સ્ટાર હોટેલ જેવી સુવિધા,જાણો

તબીબી ક્ષેત્રે જો કોઈનું મોટુ નામ હોય તો તે છે એઈમ્સ.અહિંયા દર્દીઓને દરેક પ્રકારની સુવિધા મળે છે. દર્દીઓને અહીંયા સૌથી ઝડપી અને સારી સુવિધા મળે છે.ત્યારે એઈમ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અહિંયા સારી સુવિધા યુક્ત રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર-કચ્છના મેડિકકલ હબ ગણાતા રાજકોટમાં બની રહેલી એઈમ્સ મેડિકલ હોસ્પિટલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘરની પણ યાદ ન આવે તે પ્àª
ગુજરાતમાં પ્રથમ એઇમ્સ હોસ્પિટલની હોસ્ટેલમાં 5 સ્ટાર હોટેલ જેવી સુવિધા જાણો

તબીબી ક્ષેત્રે જો કોઈનું મોટુ નામ હોય તો તે છે એઈમ્સ.અહિંયા દર્દીઓને દરેક પ્રકારની સુવિધા મળે છે. દર્દીઓને અહીંયા સૌથી ઝડપી અને સારી સુવિધા મળે છે.ત્યારે એઈમ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અહિંયા સારી સુવિધા યુક્ત રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર-કચ્છના મેડિકકલ હબ ગણાતા રાજકોટમાં બની રહેલી એઈમ્સ મેડિકલ હોસ્પિટલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘરની પણ યાદ ન આવે તે પ્રકારની સુવિધા હોસ્પિટલમાં આપવામાં આવી છે.

Advertisement

આ હોસ્ટેલમાં સુવિધા એવી છે કે તમને ફાઈટ સ્ટાર હોટલને પણ ભુલી જાય.એઈમ્સમાં ગર્લ્સ અને બોયઝ મળીને કુલ 142 વિદ્યાર્થીઓ પૈકીના 130 જેટલા વિદ્યાર્થીઓ એઈમ્સની હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરે છે.
જાણો શું છે બિલ્ડિંગની વ્યવસ્થા.
  • 2  બિલ્ડીંગ પાંચ ફલો૨માં બનાવવામાં આવ્યા છે
  • 240 બોયઝ અને 240 ગર્લ્સનો સમાવેશ થઈ શકશે
  • બન્ને બિલ્ડીંગની વચ્ચે મેસ બનાવવામાં આવ્યું છે
  • મોર્ડન સુવિધા સહિત સારી ક્વોલીટીનું ફર્નિચર બનાવવામાં આવ્યું છે.
  • સોલાર ટોપ પણ લગાવવામાં આવ્યું છે.
  • દરેક રૂમમાં 2 સ્ટુડન્ટ રહી શકે છે.
  • રૂમમાં બેડ, રીડીંગ ટેબલ, વોર્ડરોબ, સહિતની વસ્તુઓ ઉપલબ્ધ છે.
  • બન્ને બિલ્ડીંગમાં એક મુખ્ય લિફ્ટ અને એક પેસેન્જ૨ લીફટ મુકવામાં આવી છે.
  • સારી કંપનીના આર મુકવામાં આવ્યા છે.
  • તમામ ફાયર સેફટીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
  • ગર્લ હોસ્ટેલમાં લેડ વોર્ડન મુકવામાં આવ્યા છે.
  • 247 સિક્યોરીટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.
  • ગ્રાઉન્ડ ફ્લોર પર વોશિંગ મશિન અને પ્રેસ માટે ઈસ્ત્રીનું ટેબલ મુકવામાં આવ્યુ છે. જેથી વિદ્યાર્થીઓ કપડા પ્રેસ કરી શકે.
આ હોસ્ટેલમાં જમવાની વાત કરવામાં આવે તો 400 સિટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે.મેસનો કોન્ટ્રાકટ 40 વર્ષના અનુભવી અને ક્વોલીટી યુક્ત ફુડ આપતા કોન્ટ્રાકટ૨ને આપવામાં આવ્યો છે.મેસ પછીના સમય દ૨મિયાન સ્ટુડન્ટ તેમજ એઈમ્સના તબીબ સહિતના ત્યાં ગમે તે સમયે બ્રેકફાસ્ટ પણ કરી શકે છે. 
આ સાથે જ હોસ્ટેલમાં વાઈફાઈની પણ સુવિધા આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ મોબાઈલથી દુર રહે તે માટે સ્પોર્ટ્સ એક્ટિવિટિ પણ રાખવામાં આવી છે. જેથી ફ્રી સમય દરમિયાન વિદ્યાર્થીઓ આવી એક્ટીવીટી કરી શકે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.