Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તુર્કીમાં રેસ્ક્યુ ચાલું જ હતું ત્યારે જ આવ્યો ભયાનક આંચકો, જુઓ વીડિયો

તુર્કી અને સીરિયામાં 3800ના મોતતુર્કી અને સીરિયામાં સદીનો વિનાશક ભૂકંપભૂકંપના કારણે તુર્કીમાં અત્યાર સુધી 2379 મોતસીરિયામાં અત્યાર સુધી ભૂકંપથી 1444 મોતતુર્કીમાં ઘાયલોનો આંકડો 14483 પર પહોંચ્યોતુર્કીમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયોભારત સહિત દુનિયાભરના દેશો આવ્યા મદદેતુર્કી (Turkey) અને સીરિયા (Syria)માં સોમવારે આવેલા વિનાશક ભૂકંપે (Earthquake) ભારે તબાહી મચાવી છે. ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછà
તુર્કીમાં રેસ્ક્યુ ચાલું જ હતું ત્યારે જ આવ્યો ભયાનક આંચકો  જુઓ વીડિયો
  • તુર્કી અને સીરિયામાં 3800ના મોત
  • તુર્કી અને સીરિયામાં સદીનો વિનાશક ભૂકંપ
  • ભૂકંપના કારણે તુર્કીમાં અત્યાર સુધી 2379 મોત
  • સીરિયામાં અત્યાર સુધી ભૂકંપથી 1444 મોત
  • તુર્કીમાં ઘાયલોનો આંકડો 14483 પર પહોંચ્યો
  • તુર્કીમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો
  • ભારત સહિત દુનિયાભરના દેશો આવ્યા મદદે
તુર્કી (Turkey) અને સીરિયા (Syria)માં સોમવારે આવેલા વિનાશક ભૂકંપે (Earthquake) ભારે તબાહી મચાવી છે. ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 3,800 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ચારેબાજુ કાટમાળ દેખાઈ રહ્યો છે, લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. રાહત અને બચાવ કામગીરી પણ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તુર્કીમાં 24 કલાકની અંદર ત્રણ મોટા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,379 થઈ ગયો છે, જ્યારે સીરિયામાં મૃત્યુઆંક 1,444 નોંધાયો છે. આના કારણે કુલ મૃત્યુઆંક વધીને 3,823 થી વધુ થઈ ગયો છે. યુએનના એક અધિકારીનું કહેવું છે કે, 'જરૂરિયાતમંદ લોકોની સંખ્યા વધી રહી છે અને કટોકટી વધુ ઘેરી બની રહી છે.'
WHOએ કહ્યું- મૃતકોની સંખ્યા આઠ ગણી વધી શકે છે
વિશ્વ આરોગ્ય સંસ્થાના વરિષ્ઠ કટોકટી અધિકારી કેથરિન સ્મોલવુડ કહે છે કે મૃત્યુઆંક 20,000 ને વટાવી શકે છે.  

ભૂકંપ બાદ સીરિયાની જેલમાંથી 20 કેદીઓ ભાગી ગયા
ઉત્તર-પશ્ચિમ સીરિયાની એક જેલમાં કેદીઓએ સોમવારે ભૂકંપ પછી બળવો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 20 કેદીઓ ભાગી ગયા હતા.

ભારતે મોકલી NDRFની બે ટીમ 
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપને લઈને પીએમઓમાં બેઠક યોજાઈ હતી, ત્યારબાદ પીએમ મોદીના નિર્દેશ પર NDRFની બે ટીમ તુર્કી જવા રવાના થઈ ગઈ છે.
 અત્યાર સુધીમાં 46 વખત આંચકા
તુર્કીમાં સોમવાર (6 ફેબ્રુઆરી) સવારથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 46 વખત આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાની તીવ્રતા 4.3 થી 7.8 નોંધવામાં આવી હતી.

 કાટમાળ નીચે દટાયેલા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા છે.
તુર્કીના સૌથી મોટા શહેરો પૈકીના એક દિયારબાકીરમાં બધે કાટમાળનો ઢગલો હતો. કેટલાક અહેવાલોમાં પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે કાટમાળ નીચે દટાયેલા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. ભારે ઠંડી અને હિમવર્ષાના કારણે રાહત અને બચાવ કામગીરીમાં તકલીફ પડવા લાગી. રાષ્ટ્રપતિની સૂચના પર સૈન્ય સ્તરે શરૂ કરાયેલ રાહત અને બચાવ કાર્યમાં બચાવકર્મીઓએ ભારે સાધનોની મદદથી કાટમાળ હટાવીને લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું.
Advertisement

સાંજે 4 વાગ્યે ભૂકંપના કારણે મહત્તમ વિનાશ
તુર્કીમાં જોરદાર રાહત અને બચાવ કામગીરીમાં હિમવર્ષાને કારણે સમયાંતરે વિક્ષેપ પડતો રહ્યો. આ પાયમાલીને કારણે દેશના ત્રણ મોટા એરપોર્ટ પર વાહનવ્યવહાર થંભી ગયો હતો. વિશ્વભરના દેશોએ તુર્કી તરફ મદદનો હાથ લંબાવ્યો. પરંતુ આ તમામ ઘટનાક્રમ વચ્ચે સાંજે લગભગ 4 વાગે વધુ એક ભૂકંપ આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપના કારણે સૌથી વધુ નુકસાન તુર્કીમાં થયું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.