Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માત્ર એક મહિનાની લગ્ન સિઝનમાં દેશભરમાં થશે 32 લાખ લગ્નો, વેપારીઓને બમ્પર કમાણીની આશા

14 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લગ્ન સિઝન આ વર્ષે દિવાળીના તહેવારોની સીઝનમાં જોરશોરથી કમાણી કરનારા વેપારીઓ માટે હવે કમાણીની બીજી એક સિઝન શરૂ થવા જઇ રહી છે.અને આ છે લગ્નની સિઝન... જી હા લગ્નની સિઝન (Indian Wedding Season) જે 14 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી ચાલશે. આમાં વેપારીઓ બમ્પર કમાણી કરશે. CAIT (Confederation of All India Traders) રિસર્ચ એન્ડ ટ્રેડ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર આ સમયગાળામાં દેશભરમà
માત્ર એક મહિનાની લગ્ન સિઝનમાં દેશભરમાં થશે 32 લાખ લગ્નો  વેપારીઓને બમ્પર કમાણીની આશા
14 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લગ્ન સિઝન 
આ વર્ષે દિવાળીના તહેવારોની સીઝનમાં જોરશોરથી કમાણી કરનારા વેપારીઓ માટે હવે કમાણીની બીજી એક સિઝન શરૂ થવા જઇ રહી છે.અને આ છે લગ્નની સિઝન... જી હા લગ્નની સિઝન (Indian Wedding Season) જે 14 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી ચાલશે. આમાં વેપારીઓ બમ્પર કમાણી કરશે. CAIT (Confederation of All India Traders) રિસર્ચ એન્ડ ટ્રેડ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર આ સમયગાળામાં દેશભરમાં આશરે 32 લાખ લગ્નો થશે, જેમાં અંદાજે રૂપિયા 3.75 લાખ કરોડની ખરીદી અને કારોબાર થશે.
3.75 લાખ કરોડનો ખર્ચ થશે
CAIT એ જણાવ્યું હતું કે સિઝન દરમિયાન થનારા 32 લાખ લગ્નો પૈકી લગભગ 5 લાખ લગ્નો એવા થશે અંદાજિત 3 લાખ રૂપિયાનો ખર્ચ થશે, જ્યારે 10 લાખ લગ્નોમાં પ્રત્યેકનો અંદાજે 5 લાખ રૂપિયાનો ખર્ચ થશે..ઉપરાંત 10 લાખ અન્ય લગ્નોમાં 10 લાખ, 5 લાખ લગ્નોમાં 25 લાખ, 50,000 લગ્નો એવા હશે જેમાં  રૂ. 50 લાખ અને અન્ય 50,000 લગ્નોમાં રૂપિયા 1 કરોડ કે તેથી વધું ખર્ચ થશે. સર્વેમાં સામે આવ્યું છે કે આ એક મહિનામાં લગ્નની ખરીદીમાંથી લગભગ 3.75 લાખ કરોડ રૂપિયા બજારમાં આવશે. લગ્નની સીઝનનો આગામી તબક્કો 14 જાન્યુઆરી 2023થી શરૂ થઈને જુલાઈ સુધી ચાલશે.
75 હજાર કરોડના બિઝનેસની સંભાવના છે
CAIT એ જણાવ્યું હતું કે એકલા દિલ્હીમાં જ આ આગામી સિઝનમાં 3.5 લાખથી વધુ લગ્નોની અપેક્ષા છે, જેમાં લગભગ રૂ.75,000 કરોડનો બિઝનેસ જનરેટ થાય તેવી શક્યતા છે.ગયા વર્ષે આ જ સમયગાળામાં લગભગ 25 લાખ લગ્નો થયા હતા અને તેના પર 3 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ જનરેટ થયો હતો. 
CAIT એ કહ્યું કે લગ્નની સિઝન (Marriage Season) પહેલા જ ઘરોના સમારકામ પર ઘણો ખર્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત જ્વેલરી, સાડી, લહેંગા, ફર્નિચર, તૈયાર કપડાં, શૂઝ, લગ્ન અને શુભેચ્છા કાર્ડ, ડ્રાય ફ્રૂટ્સ, મીઠાઈઓ, ફળો, પૂજા સામગ્રી, કરિયાણા, અનાજ, સુશોભનની વસ્તુઓ, ઘર સજાવટની વસ્તુઓ, ઇલેક્ટ્રિક યુટિલિટી, ઈલેક્ટ્રોનિક્સ અને ઘણી ભેટ વસ્તુઓ વગેરે સામાન્ય રીતે ડિમાન્ડમાં હોય છે 
Advertisement
Tags :
Advertisement

.