અમદાવાદના વસ્ત્રાપુરમાંથી લાખો રૂપિયાના ડ્ર્ગ્સ સાથે 3 ઝડપાયા
અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી ગુજરાત એટીએસએ ડ્રગ્સની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. એટીએસે રેઇડ કરીને એમડી ડ્રગ્સની સાથોસાથ ચરસ અને ગાંજાના મોટા જથ્થાને ઝડપી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.આરોપીઓ દ્વારા બોગસ ઇ-કોમર્સ વેબસાઇટ બનાવીને નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા સંચય એપાર્ટમેન્ટમાંથી ગુજરાત
Advertisement
અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી ગુજરાત એટીએસએ ડ્રગ્સની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. એટીએસે રેઇડ કરીને એમડી ડ્રગ્સની સાથોસાથ ચરસ અને ગાંજાના મોટા જથ્થાને ઝડપી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.આરોપીઓ દ્વારા બોગસ ઇ-કોમર્સ વેબસાઇટ બનાવીને નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા સંચય એપાર્ટમેન્ટમાંથી ગુજરાત એટીએસએ અલગ અલગ ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસની બાતમી મળી હતી કે કેટલાક શખ્સો બોગસ ઇ-કોમર્સ વેબસાઇટ બનાવી માદક પદાર્થોની હેરાફેરી કરવાનું રેકેટ ચલાવે છે.જેથી એટીએસે રેડ કરીને સોહીલ ઉર્ફે સાહિલ શિરમાન તથા બસીત સમાં નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 19.85 ગ્રામ એમફેટામાંઈન, 60.53 ગ્રામ ઓપીઓઇડ ડેરિવેટિવ્ઝ અને 321.52 ગ્રામ ચરસની સાથે 3.225 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
ગુજરાત એટીએસએ ઝડપેલા ડ્રગ્સની કિંમત 8 લાખ 28 હજારથી વધુ છે. આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું કે તેઓએ બોગસ ઈ કોમર્સ વેબસાઈટ બનાવી હતી. જેના થકી ડ્રગ્સનો ઓર્ડર લેતા હતા અને ઓર્ડર પહોંચાડવા માટે એમેઝોન કંપનીના કવરનું પાર્સલ બનાવી તેને ખાનગી કુરિયર અથવા ટ્રાવેલ્સ દ્વારા ડિલિવર કરતા હતા.આ સમગ્ર રેકેટનો માસ્ટરમાઈન્ડ આકાશ વીંઝાવા નામનો યુવક હોવાનું ખુલતા રાજુલા ખાતેથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓની તપાસ કરતાં સામે આવ્યું કે ડ્રગ્સનું એક પાર્સલ તેઓએ રાજુલા મોકલ્યુ હતું..જેથી ATS એ અમરેલી એસ.ઓ.જીને પાર્સલ શોધી કાઢવા માટે સૂચના આપી છે.આરોપીઓ છેલ્લા છ મહિનાથી આ જ પ્રકારે માદક પદાર્થોની હેરાફેરી કરતા હોવાનું સામે આવતા તેની સાથે આ ગુનામાં સામેલ અન્ય એક આરોપીને પકડવા માટે ગુજરાત એટીએસએ કવાયત તેજ કરી છે. આરોપીઓ ગુજરાત બહારથી જેની પાસે મંગાવતા હતા તેને પણ પકડવાની તજવીજ હાથ ધરાઇ છે...