દાદરા નગર હવેલીમાં બ્લાસ્ટ થતા 3 લોકો ગંભીર રીતે ઘાયલ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
વલસાડ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના (Dadra Nagar Haveli)મસાટ વિસ્તારમાં ગેસ બ્લાસ્ટની (Gas blast)ઘટના સામે આવી છે. મસાટ વિસ્તારમાં આવેલી એક ચાલમાં ગેસની નળીમાં લીકેજના કારણે બ્લાસ્ટ થયો હતો. રામનાથ ચાલમાં થયેલ બ્લાસ્ટમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ચાલમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે. ઘાયલોને પ્રથમ સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડાયા હતા. 90% થી વધારે બર્ન થવાથી બાદમà
02:58 PM Dec 17, 2022 IST
|
Vipul Pandya
વલસાડ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના (Dadra Nagar Haveli)મસાટ વિસ્તારમાં ગેસ બ્લાસ્ટની (Gas blast)ઘટના સામે આવી છે. મસાટ વિસ્તારમાં આવેલી એક ચાલમાં ગેસની નળીમાં લીકેજના કારણે બ્લાસ્ટ થયો હતો. રામનાથ ચાલમાં થયેલ બ્લાસ્ટમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ચાલમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે. ઘાયલોને પ્રથમ સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડાયા હતા. 90% થી વધારે બર્ન થવાથી બાદમાં મુંબઈ ખસેડાયા હતા. સમગ્ર ઘટનાના કારણે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
અમદાવાદમાં યુવકની હત્યા, મોડી રાત્રે ખેલાયો ખુની ખેલ
અમદાવાદમાં હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના કઠવાડા ગામમાં પરપ્રાંતીય મજૂરની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. સાથી મજુરે કામ બાબતે બોલાચાલી કરી માથામાં પાવડો મારી હત્યા નિપજાવી હતી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક યુવક બે મહિના પહેલા જ ઓડિશાથી અમદાવાદ આવ્યો હતો. મોડી રાતે હત્યાનો બનાવ બન્યો હતો. હાલમાં નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
દાહોદમાં ટ્રેન નીચે આવી જતા યુવકનું કમકમાટી ભર્યું મોત
ટ્રેન નીચે આવી જતા વ્યક્તિનું મોત નિપજ્યું છે. દાહોદના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ નજીક ટ્રેક પર આ ઘટના બની હતી. માલગાડી ટ્રેન નીચે આવી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજતા અરેરાટી મચી ગઈ હતી. મૃતક દાહોદના સહાડા ગામનો હોવાનું આધાર કાર્ડ પરથી જાણવા મળ્યું છે. રેલ્વે પોલીસ ઘટના સાથે પહોંચી વધુ કાર્ય હાથ ધરી છે. આ ઉપરાંત મૃતકના પરિજનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article