Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નવજાત ટવીન્સના દ્રષ્ટિ ગુમાવવાનો મામલો, 6 વર્ષે આવેલા ચૂકાદામાં તબીબને 24 લાખ વળતર ચૂકવવા આદેશ

રાજકોટની જોડીયા બાળકોની સારવારમાં ચૂક રહેતા દ્રષ્ટિ ગુમાવવાના મામલામાં ગ્રાહક તકરાર નિવારણ કમિશને મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યાની મેડિકલ ચૂક હોવાનું સાબિત થતા કમિશને તેમને પ્રત્યેક બાળક માટે 12 લાખ લેખે કુલ 24 લાખ રૂપિયા ફરીયાદીને ચૂકવવા આદેશ કર્યો છે. રાજકોટની કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યાની મેડિકલ ચૂકના કારણે જોડિયા બાળકોને જન્મતા àª
નવજાત ટવીન્સના દ્રષ્ટિ ગુમાવવાનો મામલો  6 વર્ષે આવેલા ચૂકાદામાં તબીબને 24 લાખ વળતર ચૂકવવા આદેશ
Advertisement
રાજકોટની જોડીયા બાળકોની સારવારમાં ચૂક રહેતા દ્રષ્ટિ ગુમાવવાના મામલામાં ગ્રાહક તકરાર નિવારણ કમિશને મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યાની મેડિકલ ચૂક હોવાનું સાબિત થતા કમિશને તેમને પ્રત્યેક બાળક માટે 12 લાખ લેખે કુલ 24 લાખ રૂપિયા ફરીયાદીને ચૂકવવા આદેશ કર્યો છે. રાજકોટની કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યાની મેડિકલ ચૂકના કારણે જોડિયા બાળકોને જન્મતા વેંત અંધાપો આવવા અંગે માતા-પિતાએ કરેલા કેસમાં વર્ષો બાદ આ ચુકાદો આવ્યો છે. 
જાણવા મળતી વિગતો અનુસાર 2013માં યોગેશભાઈ કોટકના પત્ની બીનાબેન કોટકે લગ્નના ઘણા વર્ષો બાદ બે જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. લાંબા સમયે ખુશીના સમાચાર મળતા કોટક પરિવાર ખુશ હોવા સાથે જ ચિંતામાં પણ હતો કારણે બંને બાળકો સમય કરતા વહેલા જનમ્યા હતા. રાજકોટની કલરવ હોસ્પિટલમાં બીનાબેનની વહેલી પ્રસુતી થતા બંને બાળકોને કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યા દ્વારા સારવાર આપવામાં આવી હતી. બંને બાળકોને કલરવ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા ખુશખુશાલ કોટક દંપતિ બાળકો સાથે ઘરે જતું રહ્યું. 
ત્યારબાદ બાળકોની વધામણી કરવા યોગેશ કોટકના ડૉકટર મિત્ર આવ્યા અને તેમણે ચિંતા વયક્ત કરતા કહ્યું કે બાળકોને તાત્કાલીક આંખના ડૉકટરને બતાવવા જોઈએ કારણ કે આંખોમાં કંઈક તકલીફ હોય તેવું જણાય છે. અને ખરેખર આંખના ડૉકટર્સને બતાવતા બાળકોની આંખમાં ગંભીર સમસ્યા હોવાનું સામે આવતા કોટક પરિવાર બંને બાળકોના ભવિષ્યની ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો. પરિવારે બાળકોને રાજકોટ, અમદાવાદ અને ચેન્નાઈ સુધી લઈ જઈ આંખના સ્પેશ્યાલિસ્ટ ડૉકટર્સને બતાવતા જાણવા મળ્યું કે હવે સમય જતો રહ્યો છે અને આ સમસ્યા જન્મબાદ ડૉકટરની સારવારમાં થયેલી ચૂકના કારણે થઈ છે.
સમગ્ર મામલે યોગેશ કોટકે જાન્યુઆરી 2014માં રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ન્યાયની માંગ કરી હતી. તેમણે કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યા વિરૂધ્ધ અરજી કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ દરમિયાન કમિશન સમક્ષ થયેલી દલીલોમાં ફરિયાદી પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે પ્રિમેચ્યોર બાળકોના જન્મ થયા બાદ તેને ઈન્ક્યુબેટર/ વાર્મરમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં 22 જાન્યુઆરી 2013ના રોજ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. પરંતુ પ્રીમેચ્યોર બાળકોની સારવાર દરમિયાન કલરવ હોસ્પિટલમાં ડૉ. પ્રિતેશ પંડ્યાએ નવજાતની ટ્રીટમેન્ટ માટે કોઈ બાળકો માટેના ન્યુરો કે આંખના એક્સપર્ટને બોલાવી બાળકોની તપાસ કરાવી નહોતી. એટલું જ નહીં પરંતુ બાળકોના પરિવારે આંખમાં તકલીફ હોવાની શંકા વ્યક્ત કરી ત્યારે પણ ડૉકટરે બધુ બરાબર હોવાનું જણાવ્યું હતું.
6 વર્ષ જેટલા સમય સુધી આ કેસમાં બંને પક્ષની દલીલો અને પુરાવાઓને આધારે કમિશને પીડિત પક્ષે ચૂકાદો આપતા કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યાને પ્રત્યેક બાળક દિઠ રૂપિયા 12 લાખ ચૂકવવા માટે આદેશ કર્યો છે. રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રિસાઈડિંગ મેમ્બરન આર.એન. મહેતના કોરમે ગત 15 ફેબ્રુઆરીના રોજ ડૉ. પ્રિતેશ પંડ્યા વિરૂધ્ધ ચૂકાદો આપતા જણાવ્યું છે કે, બંને બાળકોને રૂપિયા 12 લાખનું વળતર ચૂકવવામાં આવે. સાથે જ ફરિયાદીની ફરિયાદના દિવસથી આદેશ સુધીના સમયનું 10 ટકા લેખે વ્યાજ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. કમિશને આદેશમાં ટાંક્યુ છે કે, ચૂકાદાના 60 દિવસમાં વળતર ચૂકવવામાં ચૂક થયે 1 મે 2023થી 12 ટકા લેખે વ્યાજ પણ ચૂકવવાનું રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×