Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટ્વીન ટાવર તૂટતો હોય તેવો વીડિયો નહી બનાવી શકાય, ઘર બહાર નિકળવા પર થશે કાર્યવાહી

નોઈડાના (Noida) સેક્ટર-93Aમાં બનેલી સુપરટેક ટ્વીન ટાવર્સને 28 ઓગસ્ટના રોજ તોડી પાડવામાં આવશે. ભારતમાં આ પ્રકારે પહેલીવાર આટલી મોટી ઈમારતને ધ્વસ્ત કરવામાં આવશે. લગભગ 800 કરોડના ખર્ચે અધૂરો બનેલો આ ટાવર માત્ર કેટલીક સેકન્ડમાં જ કાટમાળમાં પરિવર્તિત થઈ જશે. તેના માટે વિસ્ફોટક લગાવતી વખતે તમામ ટેક્નિકલ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. જોકે આ 32 માળની ઈમારતની આજુબાજુ અનેક હાઈરાઈઝ સોસાયટી છે à
ટ્વીન ટાવર તૂટતો હોય તેવો વીડિયો નહી બનાવી શકાય  ઘર બહાર નિકળવા પર થશે કાર્યવાહી
નોઈડાના (Noida) સેક્ટર-93Aમાં બનેલી સુપરટેક ટ્વીન ટાવર્સને 28 ઓગસ્ટના રોજ તોડી પાડવામાં આવશે. ભારતમાં આ પ્રકારે પહેલીવાર આટલી મોટી ઈમારતને ધ્વસ્ત કરવામાં આવશે. લગભગ 800 કરોડના ખર્ચે અધૂરો બનેલો આ ટાવર માત્ર કેટલીક સેકન્ડમાં જ કાટમાળમાં પરિવર્તિત થઈ જશે. તેના માટે વિસ્ફોટક લગાવતી વખતે તમામ ટેક્નિકલ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. જોકે આ 32 માળની ઈમારતની આજુબાજુ અનેક હાઈરાઈઝ સોસાયટી છે જેમાં હજારોની સંખ્યામાં લોકો રહે છે અને આ ટ્વીન ટાવર (Twin Tower) તોડવામાં આવી રહ્યો છે તેથી તેઓ પોતાના ઘરની સુરક્ષાને લઈને પણ ચિંતિત છે.
બીજી તરફ સુરક્ષાને ધ્યાને રાખીને તમામ લોકોને વિસ્ફોટ પહેલાં જ પોતાના ઘરો છોડીને દુર જવાનો નિર્દેશ અગાઉ જ તંત્ર જાહેર કરી ચુક્યું છે. કંઈ સોસાયટીમાં લોકો બહાર નિકળવાનું છે અને કંઈ લોકોને ઘરોની અંદર જ રહેવાનું છે તેના માટે ગાઈડલાઈન (Guidelines) જાહેર કરવામાં આવી છે. જ્યારે ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઈમારતની આસપાસ અનેક કિલોમીટર સુધીના માર્ગો પર આવન-જાવન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેના માટે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
ટ્વીન ટાવરની (Twin Tower) આસપાસ સિલ્વર સિટી, પારસનાથ પ્રેસ્ટીજ, પારસનાથ સૃષ્ટિ, એલ્ડિકો યૂટોપિઆ, એલ્ડિકો ઓલંપિયા, એસટીએસ ગ્રીન્સ સોસાયટી  એમ કુલ 6 સોસાયટી છે. આ સોસાયટીમાં 3 હજારથી વધારે ફ્લેટ છે. ટ્વીન ટાવરની બાજુની એમરોલ્ડ કોર્ટ સોસાયટીને સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવશે. એ સિવાય સેક્ટરની અન્ય સોસાયટીઓ માટે પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ટ્વીન્સ ટાવરની આજુબાજુ જ્યારે ઈમારત તોડી પાડવામાં આવતી હશે ત્યારે કોઈ પણ ટાવરની છત પર કોઈને પણ જોવા, ફોટો કે વીડિયોગ્રાફીની મંજુરી નહી હોય. કોઈ પણ ટાવરની છત પર નહી જાય.
પોલીસના દિશા-નિર્દેશ સિવાય સોસાયટીના અમાર્ટમેન્ટ એસોશિએશન દ્વારા પણ એપાર્ટમેન્ટના લોકો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી રહી છે. AOA દ્વારા સોસાયટીના લોકોની સુવિધા અને સુરક્ષાનું પુરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સોસાયટીના લોકોને બાલ્કનીમાં પણ નહી રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. બાલ્કનીના દરવાજા અને બારી બંધ રાખવા  સુચના અપાઈ છે જેથી ધૂળ અને માટી ઘરમાં જતા અટકાવી શકાય. રવિવારના દિવસે શક્ય તમામ સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.