Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કચ્છના હરામી નાળા પાસે 10 પાકિસ્તાની બોટ અને 4 માછીમાર ઝડપાયા

કચ્છના હરામી નાળા પાસે બીએસએફ દ્વારા ફરી એક વાર સપાટો બોલાવીને 10 પાકિસ્તાની બોટ અને 4 માછીમારને ઝડપી લેવાયા છે. કચ્છના હરામી નાળા પાસે ગેરકાયદેસરની પ્રવૃત્તી અટકાવવા બીએસએફ દ્વારા સઘન પેટ્રોલિંગ શરુ કરાયું છે. દરમીયાન હરામી નાળા પાસે બીએસએફની ટીમે 10 પાકિસ્તાની બોટ અને 4 માછીમાર ઝડપી લીધા હતા. બીએસએફના ખાસ અમ્બુશ દળ દ્વારા પિલ્લર નંબર 1165 અને 1166 પાસે  કાર્યવાહી શરુ કરાઇ હતી. જો કે પ
06:32 AM Jul 07, 2022 IST | Vipul Pandya
કચ્છના હરામી નાળા પાસે બીએસએફ દ્વારા ફરી એક વાર સપાટો બોલાવીને 10 પાકિસ્તાની બોટ અને 4 માછીમારને ઝડપી લેવાયા છે. 
કચ્છના હરામી નાળા પાસે ગેરકાયદેસરની પ્રવૃત્તી અટકાવવા બીએસએફ દ્વારા સઘન પેટ્રોલિંગ શરુ કરાયું છે. દરમીયાન હરામી નાળા પાસે બીએસએફની ટીમે 10 પાકિસ્તાની બોટ અને 4 માછીમાર ઝડપી લીધા હતા. 
બીએસએફના ખાસ અમ્બુશ દળ દ્વારા પિલ્લર નંબર 1165 અને 1166 પાસે  કાર્યવાહી શરુ કરાઇ હતી. જો કે પાકિસ્તાની માછીમારોની બેટની સઘન તલાશી લેવાતા બોટમાંથી માછલી સિવાય કંઇ મળ્યું ન હતું. 
ઉલ્લેખનીય છે કે હરામી નાળા પાસે અવાર નવાર બીએસએફ દ્વારા પાકિસ્તાની બોટ અને માછીમારો સામે કાર્યવાહી કરાતી હોય છે.  હજી 10 દિવસ પહેલા જ 2 પાકિસ્તાની માછીમાર ઝડપાયા હતા 
વરસાદની આગાહી વચ્ચે દરિયો રફ હોવા છતાં બીએસએફના જવાનોએ દિલધડક કામગીરી કરી ઘૂસણખોરી અટકાવી હતી. 
Tags :
BSFGujaratFirstHaramiNalaPakistan
Next Article