આ પોલીસ કર્મી યુગલે તૈયાર કરી 27 પેઇઝની લગ્નની કંકોત્રી, જાણો આ કંકોત્રી કેમ છે સૌથી ખાસ !
વર્તમાન યુગ ટેકનોલોજીનો યુગ છે, અને એટલેજ સાયબર ક્રાઇમ સાથે જોડાયેલી ઘટનાઓ મોટાપાયે સામે આવી રહી છે. જેને ધ્યાને લઇ અમરેલીના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ એક અનોખી પહેલ કરી છે.. નયન સાવલિયા નામના આ પોલીસ કર્મીએ તેના લગ્નની કંકોત્રી દ્વારા લોકોને સાયબર ક્રાઇમને લઇને જાગૃત કરવાનું કામ કર્યુ છે. નયન સાવલિયાએ તેમના લગ્નની એક ખાસ ડિઝિટલ કંકોત્રી તૈયાર કરી છે.
Advertisement

વર્તમાન યુગ ટેકનોલોજીનો યુગ છે, અને એટલેજ સાયબર ક્રાઇમ સાથે જોડાયેલી ઘટનાઓ મોટાપાયે સામે આવી રહી છે. જેને ધ્યાને લઇ અમરેલીના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ એક અનોખી પહેલ કરી છે.. નયન સાવલિયા નામના આ પોલીસ કર્મીએ તેના લગ્નની કંકોત્રી દ્વારા લોકોને સાયબર ક્રાઇમને લઇને જાગૃત કરવાનું કામ કર્યુ છે. નયન સાવલિયાએ તેમના લગ્નની એક ખાસ ડિઝિટલ કંકોત્રી તૈયાર કરી છે. જેમાં સાયબર ક્રાઇમ સાથે જોડાયેલી તમામ જાણકારી આપવામાં આવી છે.. જેથી કંકોત્રી જે- જે લોકો પાસે પહોંચે તે લોકો સાયબર ક્રાઇમ સામે જાગૃત રહી શકે, અને આવા ગુનાઓનો ભોગ થતા બચે.
નયન સાવલિયાના લગ્ન તેમની સાથે અમરેલી હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી ધારા નામની પોલીસ કર્મી સાથે થવા જઇ રહ્યા છે. નયન સાવલિયાએ પોતાના લગ્નની ડિઝિટલ કંકોત્રીને લોકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરવાનું માધ્યમ બનાવ્યું, આ માટે તેમણે કુલ 27 પેઇજની કંકોત્રી બનાવડાવી.આ ડિઝિટલ કંકોત્રીમાં સાયબર ક્રાઇમ સાથે જોડાયેલી ખુબજ મહત્વપૂર્ણ માહિતી તેમણે લોકોને આપી છે.
પોતાના લગ્નની ડિઝિટલ કંકોત્રીમાં નયન સાવલિયાએ સાયબર ક્રાઇમ શું છે, સાઇબર ક્રાઇમના કેટલા પ્રકાર છે. કઇ કઇ રીતે સાયબર ક્રાઇમ આચરવામાં આવતો હોય છે..સાયબરક્રાઇમથી સુરક્ષિત રહી શકાય જેવી વિવિધ બાબતોને ખુબજ સુંદર રીતે દર્શાવી છે.
સામાન્ય રીતે કંકોત્રી માત્ર સગા-સંબંધીઓ અને મિત્રોને લગ્નમાં આમંત્રણ આપવાના એકમાત્ર હેતુસર તૈયાર કરવામાં આવતી હોય છે, પરંતુ નયન સાવલિયાએ કંકોત્રીના માધ્યમથી લોકોને સાયબર ક્રાઇમ સામે જાગૃત કરવાનું કામ કર્યુ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.