Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સફરજનને બનાવ્યો 'હેન્ડ ગ્રેનેડ', પાણીની બોટલ બની 'મિસાઇલ' , જુઓ MCDના વરવાં દ્રષ્યો

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં થયેલી ઘટનાઓએ સમગ્ર દિલ્હીવાસીઓને શરમજનક સ્થિતિમાં મુક્યા છે.  ત્રણ બેઠકો નિષ્ફળ ગયા બાદ  કોર્ટે દરમિયાનગીરી કરતાં કોઈક રીતે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી થઈ હતી. પરંતુ MCDમાં સ્થાયી સમિતિના સભ્યોની ચૂંટણી હજુ અટવાયેલી છે. બુધવારે MCDની બેઠક શરૂ થઈ અને દિલ્હીને મેયર અને ડેપ્યુટી મેયર પણ મળ્યા. પરંતુ તે પછી સ્થાયી સમિતિના સભ્યોની ચૂંટણીને લઈનà«
06:08 AM Feb 23, 2023 IST | Vipul Pandya
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં થયેલી ઘટનાઓએ સમગ્ર દિલ્હીવાસીઓને શરમજનક સ્થિતિમાં મુક્યા છે.  ત્રણ બેઠકો નિષ્ફળ ગયા બાદ  કોર્ટે દરમિયાનગીરી કરતાં કોઈક રીતે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી થઈ હતી. પરંતુ MCDમાં સ્થાયી સમિતિના સભ્યોની ચૂંટણી હજુ અટવાયેલી છે. બુધવારે MCDની બેઠક શરૂ થઈ અને દિલ્હીને મેયર અને ડેપ્યુટી મેયર પણ મળ્યા. પરંતુ તે પછી સ્થાયી સમિતિના સભ્યોની ચૂંટણીને લઈને MCDમાં ગૃહની અંદર જે હંગામો થયો હતો તેનાથી દિલ્હીનું માથું ઝુકી ગયું છે. મારામારીથી માંડીને બોટલ ફેંકવાની અને માર મારવાની ઘટના સભાની અંદર બની હતી. 


સમગ્ર ઘટના ક્રમ
  • બુધવારે રાત્રે 11 વાગ્યાના સુમારે ડેપ્યુટી મેયરની ચૂંટણી થયા બાદ સ્થાયી સમિતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ હતી.
  • નવા મેયર શૈલી ઓબેરોયે મોબાઈલ ફોન સાથે રાખી વોટ કરવાની મંજૂરી આપી હતી.
  • 50 જેટલા ધારાસભ્યોએ મતદાન કર્યા બાદ ભાજપે વિરોધ કર્યો હતો કે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં પેન અને મોબાઈલ લઈ જવા દેવાયા ન હતા તો સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં મોબાઈલ કેમ લઈ જવા દેવામાં આવ્યા.
  • ત્યારબાદ  એમએસડી સદનમાં ગુંડાગર્દી, બેશરમતા અને મારામારીનો ખેલ શરૂ થયો.
  • ભાજપના કાઉન્સિલરોએ મેયરના આ પગલાનો વિરોધ કર્યો અને પછી ગૃહની અંદર હંગામો શરૂ થયો. અચાનક કાઉન્સિલરોએ એકબીજા પર સફરજન ફેંકવાનું શરૂ કર્યું. ગૃહમાં લાગ્યું કે સફરજનનો ઉપયોગ હેન્ડ ગ્રેનેડની જેમ થઈ રહ્યો છે.
  •  આ નિર્લજ્જતા આગળ પણ ચાલુ રહી અને પછી પાણીની બોટલો ફેંકીને મારવાનો પ્રયાસ શરૂ કર્યો. મિસાઇલની જેમ પાણીની બોટલો ફેંકવામાં આવી હતી. 
  • MCDમાં આ ઓપન એર એટેકથી બચવા માટે ઘણા કાઉન્સિલરો ટેબલ નીચે છુપાઈ ગયા હતા. 
  • ભાજપના કાઉન્સિલરોએ ગૃહની અંદર હનુમાન ચાલીસાના પાઠ કર્યા અને જય શ્રી રામના નારા લગાવ્યા.
  • આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ MCDમાં ગીતો ગાઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
  • સવારે 10 વાગે મેયર સભામાં આવતાં જ ફરીથી હંગામો શરુ થયો અને કોર્પોરેટરે પોડિયમ અને માઇકને તોડ્યું તો એક કોર્પોરેટરે બેલેટ બોક્સ ફાડી નાંખ્યું. ત્યારબાદ સભાની કાર્યવાહી આવતીકાલ સુધી મુલતવી રખાઇ
  • દિલ્હી કોર્પોરેશનમાં આખી રાત સભામાં હંગામો ચાલ્યો 



આ પણ વાંચો--મહિલા IPS-IAS અધિકારીઓની લડાઈ હવે સોશિયલ મીડિયા દ્વારા કોર્ટ પહોંચી, જાણો સમગ્ર મામલો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


Tags :
commotionDelhiCorporationDy.MayorGujaratFirstMayorMCDStandingCommittee
Next Article