Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : કૃષ્ણનગર બસ ડેપોમાંથી આખે આખી એસ.ટી બસ ચોરાઇ

Ahmedabad : અમદાવાદ (Ahmedabad) ના કૃષ્ણનગર બસ સ્ટેશનમાંથી એસ.ટી.બસની ચોરી થતાં ખળભળાટ મચી ગયો હતો. આખે આખી બસ ચોરીને કોણ લઇ ગયું તે સવાલ ઉભો થયો હતો. ઘટનાની જાણ થતાં એસ.ટી બસ વિભાગ અને નરોડા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું...
ahmedabad   કૃષ્ણનગર બસ ડેપોમાંથી આખે આખી એસ ટી બસ ચોરાઇ

Ahmedabad : અમદાવાદ (Ahmedabad) ના કૃષ્ણનગર બસ સ્ટેશનમાંથી એસ.ટી.બસની ચોરી થતાં ખળભળાટ મચી ગયો હતો. આખે આખી બસ ચોરીને કોણ લઇ ગયું તે સવાલ ઉભો થયો હતો. ઘટનાની જાણ થતાં એસ.ટી બસ વિભાગ અને નરોડા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને તપાસ શરુ કરી હતી. આખરે દહેગામ પાસેથી આ બસ મળી હતી અને તેમાંથી એક માનસિક અસ્વસ્થ વ્યક્તિ મળી આવ્યો હતો.

Advertisement

કૃષ્ણનગર બસ ડેપોમાંથી એક એસ.ટી બસની ચોરી

અમદાવાદમાં એક રમૂજી પણ ચોંકાવી દે તેવી ઘટના ગુરુવારે બહાર આવી હતી. અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનને એસ.ટી વિભાગ તરફથી જાણ કરાઇ હતી કે કૃષ્ણનગર બસ ડેપોમાંથી એક એસ.ટી બસની ચોરી થઇ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસ અને એસ.ટી વિભાગની સતત 2 કલાક સુધી તપાસ

બસ સ્ટેશનમાંથી આખે આખી બસની ચોરી થઇ હોવાની જાણ એસ.ટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ થતાં તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે પણ તપાસ શરુ કરી હતી. પોલીસ અને એસ.ટી વિભાગે સતત 2 કલાક સુધી તપાસ કરતાં આખરે દહેગામ પાસેથી ચોરાયેલી એસ.ટી બસ મળી આવી હતી.

Advertisement

ચોરાયેલી બસમાં એક વ્યક્તિ પણ બેઠેલો હતો

દહેગામ પાસે ચોરાયેલી બસ હોવાની જાણ થતાં પોલીસ અને એસ.ટી વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા. ત્યાં જઇને તપાસ કરતાં આ બસની જ ચોરી થઇ હોવાનું જણાયું હતું. ચોરાયેલી બસમાં એક વ્યક્તિ પણ બેઠેલો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરતાં ચોરી કરનારો યુવક માનસિક અસ્વસ્થ હતો.

પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી

ચોરાયેલી બસને આખરે એસ.ટી વિભાગને આપવામાં આવી હતી અને પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. જો કે નાની મોટી ચીજોની અવાર નવાર ચોરી થતી હોવાના બનાવો પ્રકાશમાં આવતાં હોય છે પણ આખે આખી એસ.ટી બસની ચોરી થાય તે વાત માનવા કોઇ તૈયાર ન હતું. જો કે આ પણ એક વાસ્તવિક્તા હતી. માનસિક અસ્વસ્થ વ્યક્તિ બસ ડેપોમાંથી બસ ચલાવીને જતો રહ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

Advertisement

ઇનપુટ---પ્રદિપ કચિયા, અમદાવાદ

આ પણ વાંચો-----SURAT POLICE: સુરત પોલીસ દ્વારા કુખ્યાત સ્નેચરની રાતોરાત ધરપકડ કરવામાં આવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.