Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છના RTO તંત્રએ આ શું કર્યું કે વાહન ચાલકો ફફડી ગયા ?

કચ્છ (Kutchh)ના આરટીઓ (RTO) તંત્રએ ગત જાન્યુઆરી મહિનામાં રાજ્યભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.૯૯.૭૧ લાખની માતબર આવક થવા પામી છેખાનગી-કોમર્શિયલ બન્ને મુસાફર વાહનોની સંખ્યા અનેકગણી વધીછેલ્લા બે દાયકા દરમ્યાન કચ્છમાં વિકાસના પગલે ખાનગી કોમર્શિયલ બન્ને મુસાફર વાહનોની સંખ્યા અનેકગણી વધી છે. વાહનોની સંખ્યામાં વધારો થવાની સાથે માર્ગ પરિવહન વિભાગ (આરટીઓ)ની કામગીરીનું ભારણ પણ વધ્યું છે ત
કચ્છના rto તંત્રએ આ શું કર્યું કે વાહન ચાલકો ફફડી ગયા
કચ્છ (Kutchh)ના આરટીઓ (RTO) તંત્રએ ગત જાન્યુઆરી મહિનામાં રાજ્યભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.૯૯.૭૧ લાખની માતબર આવક થવા પામી છે

ખાનગી-કોમર્શિયલ બન્ને મુસાફર વાહનોની સંખ્યા અનેકગણી વધી
છેલ્લા બે દાયકા દરમ્યાન કચ્છમાં વિકાસના પગલે ખાનગી કોમર્શિયલ બન્ને મુસાફર વાહનોની સંખ્યા અનેકગણી વધી છે. વાહનોની સંખ્યામાં વધારો થવાની સાથે માર્ગ પરિવહન વિભાગ (આરટીઓ)ની કામગીરીનું ભારણ પણ વધ્યું છે તેમ છતાં આરટીઓ તંત્રએ ગત જાન્યુઆરી મહિનામાં રાજ્યભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.

ઓવરલોડ વાહનો પર રીતસર ધોંસ બોલાવી
આ અંગે મળતી વિગતો મુજબ વર્ષ ર૦ર૩ના પ્રથમ મહિનામાં આરટીઓ તંત્રએ કચ્છ જિલ્લામાં ઓવરલોડ વાહનો પર રીતસર ધોંસ બોલાવી હતી. માત્ર એક માસમાં ઓવરલોડ વાહનોના ૬૦પ જેટલા મેમો ફાટયા હતા. ઓવરલોડ વાહનો પર દંડનીય કામગીરીમાં કચ્છનું આરટીઓ તંત્ર રાજ્યભરમાં સૌથી મોખરે રહ્યું હતું. કચ્છના પ્રવેશદ્વાર સમા સામખિયાળીથી છેક લખપત સુધીના વિસ્તારમાં કોર્મશિયલ વાહનો મોટી સંખ્યામાં દોડે છે. જેમાં નમક, બોકસાઈટ, સિમેન્ટ વિગેરેનું પરિવહન કરતા વાહનો ઓવરલોડ દોડતા રહે છે. આરટીઓ તંત્રએ જાન્યુઆરી માસમાં ૬૦પ કેસ કરી દંડનીય કામગીરી કરી હતી. જેના પેટે આરટીઓ તંત્રની તિજોરીને રિકવરી પેટે ૯૯.૭૧ લાખની માતબર આવક થઈ હતી અને સંપૂર્ણ રિકવરી થયા બાદ આ આંક હજુ વધુ ઉંચો જશે.

જાન્યુઆરી માસમાં આરટીઓ તંત્રએ ર૪ર૭ મેમો ઈસ્યુ કરી સપાટો બોલાવ્યો 
જાન્યુઆરી મહિનામાં ઓવરલોડ વાહનોના ૬૦પ મેમો ઉપરાંત પીયુષી, ઈન્સ્યુરન્સ, લાયસન્સ વિગેરે જેવા અન્ય મેમોની સંખ્યા ૧૮રર રહી હતી. જેના આધારે રિકવરી પેટે અંદાજીત પર લાખની આવક થઈ ચુકી છે અને વધુ વસુલાત થયા બાદ તેનો પણ આંક ઉંચો જશે. આમ જાન્યુઆરી માસમાં આરટીઓ તંત્રએ ર૪ર૭ મેમો ઈસ્યુ કરી સપાટો બોલાવ્યો હતો અને દંડ પેટે ૧.પ૧ કરોડની વસુલાત થઈ હતી. ચાલુ ફેબ્રુઆરી માસમાં ઓવરલોડ વાહનો પર ૪૦૦ જેટલા મેમો ઈસ્યુ થયા છે અને અંદાજે રૂા. ૭૦ લાખ જેટલી આવક થઈ છે. કામગીરીમાં સતત ભારણ વચ્ચે આરટીઓ તંત્રએ ધાક બેસાડતી કામગીરી કરી કચ્છમાં ઓરવલોડ પરિવહન કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાલ ફ્રેબ્રુઆરી મહિનામાં પણ દંડકીય કાર્યવાહીમાં વધારો થવાની શકયતા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.