જાણો શું છે એ ટ્રમ્પ વોલ, જેને કૂદીને અમેરિકામાં ઘુસવા જતા ગુજરાતી યુવકનું થયું મોત
અમેરિકા અને મેક્સિકો વચ્ચેની દિવાલ કૂદવા જતા ગાંધીનગર જિલ્લાના કલોલના 32 વર્ષના યુવકનું મોત થવાની ઘટના હાલ ચારે તરફ ચર્ચાનો વિષય બની છે.. આ ઘટના સાથે ફરીએકવાર મેક્સિકોની બોર્ડરથી અમેરિકામાં ઘુસવાના મામલાઓ અને આ મામલાઓ સાથે જોડાયેલી કરૂણ ઘટનાઓની યાદ પણ તાજી થઇ છે.. આ બધા વચ્ચે એ સવાલ પણ ચર્ચાનો વિષય બન્યો છે કે શું છે એ ટ્રમ્પ વોલ, જેને કુદીને અમેરિકામાં ઘુસવા જતા ગુજરાતી યુવકનું
અમેરિકા અને મેક્સિકો વચ્ચેની દિવાલ કૂદવા જતા ગાંધીનગર જિલ્લાના કલોલના 32 વર્ષના યુવકનું મોત થવાની ઘટના હાલ ચારે તરફ ચર્ચાનો વિષય બની છે.. આ ઘટના સાથે ફરીએકવાર મેક્સિકોની બોર્ડરથી અમેરિકામાં ઘુસવાના મામલાઓ અને આ મામલાઓ સાથે જોડાયેલી કરૂણ ઘટનાઓની યાદ પણ તાજી થઇ છે.. આ બધા વચ્ચે એ સવાલ પણ ચર્ચાનો વિષય બન્યો છે કે શું છે એ ટ્રમ્પ વોલ, જેને કુદીને અમેરિકામાં ઘુસવા જતા ગુજરાતી યુવકનું મોત થયું
શું છે ટ્રમ્પ વોલ ?
અમેરિકા અને મેક્સિકો વચ્ચે 3,145 કિમીની સરહદ છે અને ટ્રમ્પે 2016માં અહીં 1600 કિમીથી વધુની દિવાલ બનાવવા માટે કામ શરૂ કરાવ્યું, જે હાલ અધુરુ છે. બોર્ડર વોલ સિવાય તે ટ્રમ્પ વોલના નામે પણ ઓળખવામાં આવે છે. તે સતત દિવાલ નથી, પરંતુ વચ્ચે જગ્યા છોડીને બનાવેલી દિવાલ છે, જેમાં વર્ચ્યુઅલ મોનિટરિંગ માટે સેન્સર અને કેમેરા વગેરે ગોઠવવામાં આવ્યા છે. આ દિવાલ ગેરકાયદે રીતે અમેરિકામાં ઘુસતા લોકોને અટકાવવાના હેતુથી બનાવવામાં આવેલી છે.
દિવાલ બનાવવાનો ખર્ચ કોણે ઉઠાવ્યો ?
જ્યારે દિવાલ ઉભી કરવાનો તત્કાલીન પ્રેસિડેન્ટ ટ્રમ્પે નિર્ણય લીધો ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે મેક્સિકોએ દિવાલ ઉઠાવવાનો તમામ ખર્ચ ઉઠાવવો પડશે, પરંતુ મેક્સિકોના સ્પષ્ટ ઇનકાર પછી, અમેરિકાએ દિવાલ બાંધવાનો સમગ્ર ખર્ચ ઉઠાવ્યો છે. આ માટે કેટલાક વિભાગોને લગભગ 15 અબજ ડોલરનું ભંડોળ મળ્યું છે. આ મોંઘીદાટ દિવાલના બજેટને લઈને અનેક વખત પ્રશ્નો ઉભા થયા હતા પછી એવી ચર્ચા પણ શરૂ થઈ કે શું આ દિવાલના ફાયદા ખર્ચ કરતાં વધુ છે કે નહીં? 2020ના અભ્યાસમાં એવું માનવામાં આવતું હતું કે સરહદની દિવાલથી અંદાજિત લાભ ખર્ચ કરતાં ઓછો હશે. બીજી તરફ, ટ્રમ્પની નીતિ તેની ઉપયોગિતા અને પર્યાવરણ પર તેની અસરને લઈને પણ ટીકા હેઠળ આવી હતી.
આ દિવાલથી કેટલું મોટું જોખમ છે?
નિષ્ણાતો માને છે કે લાંબા ગાળે ઉત્તર અમેરિકાની મોટાભાગની જૈવ વિવિધતા પર આની ખૂબ જ ખરાબ અસર પડી શકે છે. આ દિવાલના નિર્માણથી ઓછામાં ઓછી 93 દુર્લભ પ્રજાતિઓ ખતરામાં આવી ગઈ છે. અસ્પૃશ્ય વિસ્તારોમાં પણ બાંધકામો થયા છે. જ્યારથી અહીં બોર્ડર વોલનું નિર્માણ શરૂ થયું છે ત્યારથી અત્યાર સુધીમાં અહીંના વન્યજીવોમાં લગભગ 90 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.પ્રવાસી પક્ષીઓ, પ્રાણીસૃષ્ટિ તેમજ દુર્લભ માછલીની પ્રજાતિઓ પણ આ દિવાલથી જોખમમાં હોવાનું માનવામાં આવે છે કારણ કે તે પ્રાણીઓ માટે પણ સરહદ બની ગઈ છે. પ્રથમ વખત અસ્પૃશ્ય જંગલોમાં આટલો હંગામો, ડાયનામાઈટ વિસ્ફોટ અને હિલચાલ થઈ કે અહીંના વન્યજીવો લગભગ નાશ પામ્યા.
દિવાલ મામલે બિડેનનું વલણ?
બિડેન આ દિવાલનું નિર્માણ રોકવાનો નિર્ધાર પહેલેથી જ વ્યક્ત કરી ચૂક્યા છે. બિડેન માને છે કે સરહદ પર દેખરેખ રાખવાનું કામ ટેક્નોલોજીથી શક્ય છે, આના માટે આટલો મોટો ખર્ચ કરવો પૈસાની બરબાદી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન, બિડેને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમના હાથમાં સત્તામાં આવતાની સાથે જ 'એક ફૂટ પણ દિવાલ આગળ બનાવવામાં આવશે નહીં' જો કે,આ દિવાલ માટે કાનૂની અને વ્યાપારી વ્યવસ્થા થઇ ચૂકી છે., તેથી તે હજુ સુધી સ્પષ્ટ નથી કે બિડેન વહીવટીતંત્ર કરાર અને ઓર્ડર રદ કરવા માટે કઇ રીતે આગળ વધે છે. જો કે આ બધા વચ્ચે એક કમિટી બનાવવામાં આવી છે જે આ તમામ બાબતોની સાથે એ પણ જોઈ રહી છે કે દિવાલ બનાવવા માટે જેમની જમીન છીનવાઈ હતી તેમને વળતર કેવી રીતે આપવામાં આવે.
આ પણ વાંચોઃ મેક્સિકોની સરહદ પર 30 ફૂટ ઉંચી ‘Trump Wall’ કૂદી અમેરિકામાં ઘૂસણખોરી કરતા સમયે કલોલના યુવકનું મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement