ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લગ્ન મંડપમાં પિતાની સરપ્રાઇઝ, સ્વર્ગસ્થ માતાની પ્રતિમા જોઇ પુત્રીઓ ગદગદ..

એક પિતા લગ્ન મંડપમાં પોતાની દીકરીઓ માટે એવી ભેટ લાવ્યા કે લગ્ન પ્રસંગમાં રહેલા તમામ લોકોને આંખોમાં આવ્યા આંસુ..એક પિતાએ પોતાની દીકરીઓના લગ્નમાં તેની સ્વર્ગસ્થ માતાની હાજરીની અનુભૂતિ માટેની એક અનોખી ભેટ આપી..પિતાની ભેટથી બંને દીકરીઓની આંખોમાં હર્ષના આંસુ.. પિતાએ આપેલી સરપ્રાઈઝથી લગ્નમંડપ પણ મહેમાનોમાં એક અનોખી અનુભૂતિ.. બિલ્ડર અને ઝઘડિયાના રાણીપુરા ગામના પિયુષ પટેલે પોતાની à
05:14 AM Feb 06, 2023 IST | Vipul Pandya
  • એક પિતા લગ્ન મંડપમાં પોતાની દીકરીઓ માટે એવી ભેટ લાવ્યા કે લગ્ન પ્રસંગમાં રહેલા તમામ લોકોને આંખોમાં આવ્યા આંસુ..
  • એક પિતાએ પોતાની દીકરીઓના લગ્નમાં તેની સ્વર્ગસ્થ માતાની હાજરીની અનુભૂતિ માટેની એક અનોખી ભેટ આપી..
  • પિતાની ભેટથી બંને દીકરીઓની આંખોમાં હર્ષના આંસુ.. 
  • પિતાએ આપેલી સરપ્રાઈઝથી લગ્નમંડપ પણ મહેમાનોમાં એક અનોખી અનુભૂતિ..
  •  બિલ્ડર અને ઝઘડિયાના રાણીપુરા ગામના પિયુષ પટેલે પોતાની પત્ની અને એક પ્રતિમા તૈયાર કરી દીકરીઓને લગ્નમાં ભેટ સ્વરૂપે આપી..
  • બંને દીકરીઓએ પોતાની માતાની સાક્ષીમાં લગ્નના મંડપએ હોવાની અનુભૂતિ કરી..
મા તે મા બાકી બધા વગડાના વા... ભરૂચ (Bharuch) જિલ્લામાં એક પિતાએ પોતાની બંને દીકરીઓના લગ્નમાં તેની સ્વર્ગસ્થ માતાની હાજરી હોવાની અનુભૂતિ કરાવતી એક પ્રતિમા ભેટ સ્વરૂપે અર્પણ કરી અને લગ્ન મંડપમાં બંને દીકરીઓની માતા સાક્ષાત લગ્ન પ્રસંગમાં હાજર હોવાની એક અદભુત પ્રતિમા ભેટ સ્વરૂપે રજૂ કરતા લગ્ન મંડપમાં રહેલા તમામ મહેમાનો સહિત બંને દીકરીઓની આંખોમાં આંસુ સાથે પિતાની આ ભેટને તેઓએ આવકારી માતા પિતાની સાક્ષીનો અનુભવ કર્યો હતો.
પિતાએ માતાની આબેહુબ વેક્સ અને સિલિકોનની રિયાલિસ્ટિક પ્રતિમા બનાવી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના મૂળ વતની અને અંકલેશ્વરમાં પુત્રીઓના લગ્નમાં સ્વર્ગીય માતા મૂર્તિ સ્વરૂપે આર્શીવાદ આપ્યા હોવાની અનોખી ઘટના જોવા મળી છે. અંકલેશ્વરમાં જાણીતા સામાજિક કાર્યકર અને બિલ્ડર પિયુષ પટેલની પત્નીનું ૨ વર્ષ પૂર્વે અવસાન થયું હતું. ૨ પુત્રીઓના લગ્ન માતાની હાજરી વગર ન થાય તે માટે પિતાએ માતાની આબેહુબ વેક્સ અને સિલિકોનની રિયાલિસ્ટિક પ્રતિમા બનાવી લગ્નના સ્ટેજ પર મૂકી પુત્રીઓને અનોખી ભેટ આપી હતી. વડોદરા ફાઈન આર્ટસના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સની મૂર્તિએ માતા જીવંત હોવાનો અનુભવ લોકોએ કર્યો હતો.

પિતા પિયુષ પટેલે પરદો ઉઠાવ્યો અને બંને પુત્રીઓ ખુશી સાથે આંખોમાં હર્ષનાં આંસુઓ છલકાઈ
આ મૂર્તિ જોતા જ જાણે સાચે જ સ્વ.દક્ષાબેન પટેલ ત્યાં બેઠેલા હોય એ રીતે તૈયાર કરવામાં આવી હતી. પુત્રીઓના લગ્ન સ્થળે સ્ટેજ ઉપર ગિફ્ટ કવરમાં રાખેલી સ્વ.દક્ષાબેનની મૂર્તિને પુત્રીઓ જ્યારે સ્ટેજ ઉપર આવી, ત્યારે ૧૦૦૮ મહંત ગંગાદાસ બાપુ અને પિતા પિયુષ પટેલે પરદો ઉઠાવ્યો અને બંને પુત્રીઓ ખુશી સાથે આંખોમાં હર્ષનાં આંસુઓ છલકાઈ ગયા હતા. આ દૃશ્ય જોઈને ત્યાં ઉપસ્થિત રહેલા સૌ આમંત્રિત મહેમાનો, મિત્ર મંડળ અને સ્વજનો પણ ભાવુક બની ગયા હતાં.

પિતાની બંને દીકરીઓને એક અદભુત ભેટ
લગ્ન મંડપમાં પોતાની પુત્રીઓની તેની માતાની સાક્ષીમાં લગ્ન થાય તે માટે એક પિતાએ બંને દીકરીઓને એક અદભુત ભેટ આપવાનો વિચાર કર્યો અને તે ભેટ હતી બંને દીકરીઓની માતાની સાક્ષીમાં તેના લગ્ન થતા હોય તેવી અનુભૂતિ કરે તે માટે પિતાએ અંદાજિત ચાર લાખ ઉપરાંતના ખર્ચે પોતાની પત્ની અને બંને દીકરીઓની માતાની એક પ્રતિમા બનાવી અને આ પ્રતિમા લગ્નમંડપમાં મૂકી બંને દીકરીઓ તેની માતાની સાક્ષીમાં લગ્નના તોરણ એ બંધાય તેવી અનુભૂતિ કરાવી હતી પિતાની ભેટથી લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોથી માંડી તમામ લોકો એક પિતાની ભેટ જોઈ સૌ કોઈને આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.

બંને દીકરીઓએ માતાની પ્રતિમાથી ગદગદ થઈ ગઈ 
બે વર્ષ પૂર્વે પોતાની માતા ગુમાવનારી બંને દીકરીઓ પોતાના લગ્નમાં માતા વિના લગ્ન કરશે તેવી ચિંતા હતી પરંતુ આ ચિંતા એક પિતાએ ભેટ સ્વરૂપે હલ કરી છે જેમાં દીકરીઓના લગ્નમાં માતાની ગેરહાજરીનો અનુભવ ન થાય અને માતાની સાક્ષીમાં લગ્નમાં તોરણે બંધ થાય તે માટે પિતાએ પોતાની પત્ની અને બંને દીકરીઓની માતાની આબેહૂબ એક પ્રતિમા તૈયાર કરાવી લગ્નમંડપમાં ભેટ સ્વરૂપે મુકતા સ્વર્ગસ્થ માતાની બંને દીકરીઓ પોતાની માતાની આબેહૂબ પ્રતિમા જોઈ ગદ ગદ થઈ ગઈ હતી અને પોતાની માતાની હાજરી નો અનુભવ કરી આંખોમાંથી હર્ષના આંસુ સેરવી દીધા હતા. લગ્નમાં પધારેલા કેટલાય આમંત્રિત મહેમાનોની આંખોમાં પણ આ ભેટથી હર્ષના આંસુ જોવા મળ્યા હતા..
આ પણ વાંચો--દુનિયાના આ દેશ, જ્યાં નાગરીકો પાસે એક રુપિયો પણ ટેક્સ લેવાતો નથી
Tags :
BharuchdaughterfatherGujaratFirstWaxstatueofMotherWedding
Next Article