Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

2 માથાં અને 3 પગવાળું બાળક કેવી રીતે પેદા થાય? જાણો આવું ક્યારે થાય?

હાલમાં જ ભારતમાં 2 માથાં ધરાવનાર બાળકના જન્મનો મામલો સામે આવ્યો છે. આ બાળકને 2 માથાં, 3 હાથ અને 2 હૃદય છે. ડૉક્ટર્સનું માનવું છે કે આ દુર્લભ કિસ્સો છે. આ રીતે જન્મ લેનારા બાળકોના જીવિત રહેવાની સંભાવના ઘણી ઓછી રહે છે. તેને ડાઈસેફેલિક પૈરાપૈગસ નામની બીમારી છે.આવો જાણીએ આ બીમારીના કારણો અને લક્ષણો..શાહીન ખાન અને તેના પતિ સોહેલને શરૂઆતમાં જણાવવામાં આવ્યું કે તેમને જોડકા બાળકો થવાના છે. પરà
08:22 AM Jul 27, 2022 IST | Vipul Pandya
હાલમાં જ ભારતમાં 2 માથાં ધરાવનાર બાળકના જન્મનો મામલો સામે આવ્યો છે. આ બાળકને 2 માથાં, 3 હાથ અને 2 હૃદય છે. ડૉક્ટર્સનું માનવું છે કે આ દુર્લભ કિસ્સો છે. આ રીતે જન્મ લેનારા બાળકોના જીવિત રહેવાની સંભાવના ઘણી ઓછી રહે છે. તેને ડાઈસેફેલિક પૈરાપૈગસ નામની બીમારી છે.આવો જાણીએ આ બીમારીના કારણો અને લક્ષણો..
શાહીન ખાન અને તેના પતિ સોહેલને શરૂઆતમાં જણાવવામાં આવ્યું કે તેમને જોડકા બાળકો થવાના છે. પરંતુ જ્યારે બાળકોનો જન્મ થયો તો ડૉક્ટર સહિત મેટરનિટી વૉર્ડમાં ઉપસ્થિત તમામની આંખો પહોળી રહી ગઈ. શાહીને જન્મ આપેલ બાળકના 2 માથાં હતાં. આ ઘટના છે મધ્યપ્રદેશના રતલામનો છે. નવજાતના જન્મ બાદ તરત જ તેને ઈન્દોરની મોટી હોસ્પિટલમાં દાખલ કરાયું.
ડૉક્ટર્સનું કહેવું છે કે આ ડાઈસેફેલિક પૈરાપૈગસ મામની બીમારી છે. ડાઈસેફેલિક પૈરાપૈગસ એક એવી બીમારી છે જેમાં એક જ શરીરમાં 2 માથાં આંશિક રીતે જોડાયેલી અવસ્થામાં જોવા મળે છે. આવા બાળકો જન્મ પહેલા કે જન્મતાની સાથે જ મૃત્યુ પામે છે. આમ જોડાયેલા બાળકોના જીવવાની સંભાવના ઘણી ઓછી રહેલી છે.
આ રીતે જોડકા બાળકો પેલ્વિસ,પેટ કે છાતીથી એક સાથે જોડાયેલા હોય છે. પરંતુ તેમના માથઆ અલગ-અલગ હોય છે. આ સિવાય આ જોડકાં બાળકોના 2,3 કે 4 હાથ તેમજ 2 કે 4 પગ હોઈ શકે છે. આ બાળકોમાં આશરીરિક અંગો ઘણી વખત એક જ અથવા અલગ અલગ પણ હોઈ શકે છે. આવા ઘણા સંજોગોમાં ડૉક્ટર્સે જોડાયેલા બાળકોને અલગ કર્યા પરંતુ તની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. સાથે જ આ પ્રકારની સર્જરીમાં બાળકો ક્યાંથી જોડાયેલા છે અને કયા કયા અંગો શૅર કરે છે તેના પર નિર્ભર કરે છે.
ડાઈસેફેલિક પૈરાપૈગસના લક્ષણો
તેના કોી જ લક્ષણો નથી દેખાતા જેનાથી જાણ થઈ શકે કે બાળકો ચોંટેલા ભેગા થશે. બાકી ટ્વીન્સ પ્રેગ્નેન્સીની જેમ જ ગર્ભાશય ઘણું ઝડપથી વધે છે. સ્ટેન્ડર્ડ અલ્ટ્રાસાઉન્ડના માધ્યમથી  પ્રેગ્નન્સીના શરૂઆતના સમયમાં એક સાથે જોડાયેલા બાળકો(Conjoined twins ) અંગે જાણી શકાય.

કેવી રીતે પેદા થાય છે ચોંટેલા બાળકો
સામાન્ય રીતે બાળકો ક્યાંથી જોડાયેલા છે તેના આધાર પર વર્ગીકૃત કરવામાં આવે છે. ઘણી વખત આ પ્રકારે જોડાયેલા બાળકો શરીરના કોઈ અંગથી જોડાયેલા હોય છે, તો કેટલાક બાળકો એક જ અંગ એકબીજા સાથે શૅર કરતા હોય છે.
જોડકાં થવા કરતા એક સાથે ચોંટેલા બાળકો કેવી રીતે પેદા થાય છે
ગર્ભધારણના ક્ટલાક અઠવાડિયા પછી ફર્ટિલાઈઝ્ડ ઍગ બે અલગ-અલગ ભ્રૂણમાં વહેંચાઈ જાય છે. અને તેના અંગો બનવાની શરૂઆત થાય છે. આમ થવા પર જોડકા બાળકો પેદા થઈ શકે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં ભ્રૂણના અલગ-અલગ થવાની પ્રોસેસ વચ્ચે જ અટકી જાય છે. જેનાથી જોડકાં બાળકો થવાની જગ્યાએ 2 માથાંવાળા અથવા ચોંટેલા બાળકો જન્મે છે.
Tags :
ConjoinedtwinsGujaratFirsthealthHealthCareHealthTipstwins
Next Article