Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કરાચીના પોલીસ હેડક્વાર્ટરમાં હુમલામાં પાંચ આતંકવાદી ઠાર, અધિકારી સહિત ચાર લોકોના મોત

પાકિસ્તાની સુરક્ષા દળોએ શુક્રવારે (17 ફેબ્રુઆરી) કરાચી (Karachi) શહેરમાં પોલીસ હેડક્વાર્ટર પર હુમલો કરનારા પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પાક મીડિયા અનુસાર, પાકિસ્તાન તાલિબાનના આ હુમલામાં એક પોલીસ અધિકારી સહિત ચાર લોકોના મોત થયા છે, જ્યારે પાક રેન્જર સહિત 19 લોકો ઘાયલ થયા છે. સિંધ પ્રાંતીય સરકારના પ્રવક્તાએ કહ્યું કે પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસેલા આતંકવાદીઓને ખતમ કરી દેવામાં આવ્યા છà«
કરાચીના પોલીસ હેડક્વાર્ટરમાં હુમલામાં પાંચ આતંકવાદી ઠાર  અધિકારી સહિત ચાર લોકોના મોત
પાકિસ્તાની સુરક્ષા દળોએ શુક્રવારે (17 ફેબ્રુઆરી) કરાચી (Karachi) શહેરમાં પોલીસ હેડક્વાર્ટર પર હુમલો કરનારા પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પાક મીડિયા અનુસાર, પાકિસ્તાન તાલિબાનના આ હુમલામાં એક પોલીસ અધિકારી સહિત ચાર લોકોના મોત થયા છે, જ્યારે પાક રેન્જર સહિત 19 લોકો ઘાયલ થયા છે. સિંધ પ્રાંતીય સરકારના પ્રવક્તાએ કહ્યું કે પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસેલા આતંકવાદીઓને ખતમ કરી દેવામાં આવ્યા છે.
કરાચી પોલીસ વડાની ઓફિસ પર હુમલો
અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ શુક્રવારે સાંજે કરાચી પોલીસ વડાની ઓફિસ પર હુમલો કર્યો હતો. સિંધ સરકારના પ્રવક્તા મુર્તઝા વહાબે ટ્વિટ કર્યું કે તેઓ પુષ્ટિ કરે છે કે કરાચી પોલીસ ઓફિસ (KPO) બિલ્ડિંગને આતંકવાદીઓથી સાફ કરી દેવામાં આવી છે. ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.
 પરિસ્થિતિ પર નજર
સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે સંબંધિત ડીઆઈજીને તેમના વિસ્તારોમાંથી પોલીસ જવાનોને મોકલવાનો નિર્દેશ આપ્યો છે. મુરાદ અલી શાહે કહ્યું, "હું ઈચ્છું છું કે એડિશનલ આઈજીની ઓફિસ પર હુમલાના ગુનેગારોની ધરપકડ કરવામાં આવે. પોલીસ વડાની ઓફિસ પર હુમલો કોઈપણ કિંમતે સ્વીકાર્ય નથી." મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારી પાસેથી રિપોર્ટ પણ માંગ્યો અને કહ્યું. તે વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.

આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ વડાની પાંચ માળની ઓફિસને ઘણા કલાકોની કામગીરી બાદ ખાલી કરાવવામાં આવી છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આ હુમલાની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે આ માટે નિંદા પૂરતી નથી. આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

હુમલાખોરો પોલીસનો યુનિફોર્મ પહેરીને ઓફિસમાં ઘૂસ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ શુક્રવારે સાંજે 7:10 વાગ્યે હુમલો કર્યો હતો અને લગભગ 10:46 વાગ્યા સુધીમાં પાંચ માળની ઇમારતને ખાલી કરાવવામાં આવી હતી. કરાચી પોલીસ ઓફિસ (KPO) પર હુમલા બાદ પાક રેન્જર્સ અને પોલીસની ટીમોએ આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. રેન્જર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અર્ધલશ્કરી દળોના ક્વિક રિએક્શન ફોર્સ (QRF)એ KPO બિલ્ડિંગને ઘેરી લીધું હતું અને તેમની સ્થિતિ સંભાળી લીધી હતી.રેન્જર્સ અને પોલીસે KPOને આતંકીઓથી મુક્ત કરાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેશાવર મસ્જિદ આત્મઘાતી હુમલાની જેમ આ વખતે પણ હુમલાખોરો પોલીસનો યુનિફોર્મ પહેરીને ઓફિસમાં ઘૂસ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.