Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'દેવોં કે દેવ મહાદેવ' ફેમ મોહિત પત્નીથી થયા અલગ ?સોશિયલ મીડિયા પરથી લગ્નની તસવીરો કરી ડિલીટ

'દેવોં કે દેવ...મહાદેવ'માં ભગવાન શિવની ભૂમિકા ભજવનાર મોહિત રૈનાના અંગત જીવનને લઇને એવી અટકળો વહેતી થઇ છે કે અભિનેતાના લગ્નજીવનમાં બધુ બરાબર નથી અને તે પોતાની પત્નીથી અલગ થઈ ગયો છે. વર્ષની શરૂઆતમાં મોહિતે માહિતી આપી હતી કે તેણે અદિતિ શર્મા સાથે લગ્ન કરી લીધા છે અને હવે અચાનક તેણે સોશિયલ મીડિયા પરથી તમામ તસવીરો હટાવી દીધી છે. આ કારણથી એવી અટકળો ચાલી રહી છે કે મોહિતના અંગત જીવનમાં કંઇ
04:48 AM Dec 20, 2022 IST | Vipul Pandya
'દેવોં કે દેવ...મહાદેવ'માં ભગવાન શિવની ભૂમિકા ભજવનાર મોહિત રૈનાના અંગત જીવનને લઇને એવી અટકળો વહેતી થઇ છે કે અભિનેતાના લગ્નજીવનમાં બધુ બરાબર નથી અને તે પોતાની પત્નીથી અલગ થઈ ગયો છે. વર્ષની શરૂઆતમાં મોહિતે માહિતી આપી હતી કે તેણે અદિતિ શર્મા સાથે લગ્ન કરી લીધા છે અને હવે અચાનક તેણે સોશિયલ મીડિયા પરથી તમામ તસવીરો હટાવી દીધી છે. આ કારણથી એવી અટકળો ચાલી રહી છે કે મોહિતના અંગત જીવનમાં કંઇક બરાબર નથી.
મોહિતે સોશિયલ મીડિયા પર શેયર કરી હતી તસવીરો 
મોહિત રૈનાએ 1 જાન્યુઆરી, 2022ના રોજ અદિતિ શર્મા સાથેના તેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેને જોઈને બધા ચોંકી ગયા હતા. પરંતુ હવે જે રીતે અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લગ્નની તસવીરો હટાવી છે તે કંઇક અલગ જ કહી રહ્યું છે. માત્ર લગ્ન જ નહીં, મોહિતે અદિતિ સાથેની હોળીની તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. તે જ સમયે, બંનેની એક તસવીર હજી પણ સોશિયલ મીડિયા પર હાજર છે, જે 1 જુલાઈ 2022ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી. જો કે આ મામલે મોહિત અને અદિતિ તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

મોહિત અને અદિતીની જોડી લોકોને ખુબ પસંદ પડી હતી 
મોહિત અને અદિતિ વિશે વાત કરીએ તો ચાહકોને તેમની જોડી ખૂબ પસંદ આવી હતી. અદિતિ ટેક્નિકલ બેકગ્રાઉન્ડમાંથી છે અને મોહિત એક્ટર છે, તેથી તેમની લવ સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. બંને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા.ધીમે ધીમે બંનેએ વાત કરવાનું શરૂ કર્યું અને પ્રેમ થઈ ગયો. લાંબા સમય સુધી ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કરી લીધા, પરંતુ હવે તેમના સંબંધોને લઈને અલગ-અલગ સમાચારો સામે આવી રહ્યા છે.

દેવોં કે દેવ...મહાદેવ' પછી ખૂબ જ લોકપ્રિય બન્યા મોહિત રૈના 
મોહિત રૈનાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે 'દેવોં કે દેવ...મહાદેવ' પછી ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. શોમાં ભગવાન શિવના પાત્રમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. સાથે જ તેમને નાના પડદા સિવાય મોટા પડદા પર પણ જોવા મળ્યા છે. તે 'શિદ્દત'માં સની કૌશલ સાથે જોવા મળ્યા હતા. આ સિવાય તે 'મુંબઈ ડાયરીઝ 26/11', 'ભૌકાલ', 'કાફિર' સહિતના ઘણા વેબ શોનો પણ ભાગ રહી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ  પોતાના કદના કારણે બોલિવૂડનો સૌથી મોટો 'શેતાન', લોકો થરથર ધ્રૂજતા હતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
'DevonKeDevMahadev'MohitRainaGujaratFirstMohitRainapicturesseparatedSocialmediaWeddingwife
Next Article