Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પોરબંદરમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારા 6 વ્યાજખોર સામે નોંધાયો ગુનો

પોરબંદર (Porbandar) જિલ્લા પોલીસની વ્યાજખોરો સામે શરૂ કરાયેલી ઝુંબેશ હવે રંગ લાવી રહી છે. લોકો વ્યાજખોરી સામે જાગૃત બની પોલીસ ફરિયાદ નોંધાવી રહ્યા છે, ત્યારે છેલ્લા ર૪ કલાકમાં વ્યાજખોરોએ ત્રાસ આપ્યો હોવાની વધુ ૩ ફરિયાદ નોંધાતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.મકાન તથા કીડની વેચી આપવા પણ કહ્યુંપોરબંદરના એક વ્યાજખોર દંપતિ સામે એરપોર્ટ સામે આવેલા ગોકુલ-મથુરા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર àª
02:12 AM Feb 02, 2023 IST | Vipul Pandya
પોરબંદર (Porbandar) જિલ્લા પોલીસની વ્યાજખોરો સામે શરૂ કરાયેલી ઝુંબેશ હવે રંગ લાવી રહી છે. લોકો વ્યાજખોરી સામે જાગૃત બની પોલીસ ફરિયાદ નોંધાવી રહ્યા છે, ત્યારે છેલ્લા ર૪ કલાકમાં વ્યાજખોરોએ ત્રાસ આપ્યો હોવાની વધુ ૩ ફરિયાદ નોંધાતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
મકાન તથા કીડની વેચી આપવા પણ કહ્યું
પોરબંદરના એક વ્યાજખોર દંપતિ સામે એરપોર્ટ સામે આવેલા ગોકુલ-મથુરા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર પ૦૧ માં રહેતા વિજયભાઈ દેવેન્દ્રભાઈ જોષીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ વર્ષ ર૦૧૮ ની સાલમાં તેમણે ગોકુલ-મથુરા એપાર્ટમેન્ટમાં જ રહેતા મેહુલ ઈશ્વરભાઈ હડોચા અને અસ્મિતાબેન મેહુલભાઈ હડોચા પાસેથી હપ્તે-હપ્તે ૪પ લાખ રૂપીયા પાંચ ટકા વ્યાજે લીધા હતા. જેનું વ્યાજ તેઓએ નિયમિત રીતે વ્યાજ ચૂકવ્યું હતું તેમજ મુળ રકમમાંથી ૩૭ લાખ રૂપીયા આ દંપતિને આપી દીધા હતા. તો બાકી નીકળતી રકમ લોકડાઉનના કારણે વેપાર-ધંધામાં મંદી આવવાથી તેઓ ચૂકવી શક્યા ન હતા, આથી આરોપી મેહુલ તથા અસ્મિતાબેને રૂબરૂમાં તેમજ ફોન પર જેમ ફાવે તેમ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ મકાન તથા કીડની વેચી આપવા પણ કહ્યું હતું. એટલું જ નહીં મુળ રૂપીયા હાથ ઉછીના આપેલ હોવાનું જબરજસ્તીથી લખાણ કરાવી લીધું હતું. આમ, સરકારે નક્કી કરેલ વ્યાજ દર કરતા વધુ વ્યાજ લઈ, નાણા ધીરધારનો ધંધો કરી ગુન્હો કર્યા સહિત ઉપર મુજબની ફરિયાદ વિજયભાઈએ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરમાં પ્રૌઢને પપ,૦૦૦ આપી, સાડા ત્રણ લાખ પડાવ્યાની ફરિયાદ !
પોરબંદરના ભાટીયાબજાર વિસ્તારમાં વોરાવાડ, નવલખા શેરીમાં રહેતા વેલજીભાઈ વીંજાભાઈ મોતીવરસે પણ એક વ્યાજખોર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેઓ ખારવાવાડના મચ્છી માર્કેટ વિસ્તારમાં ચા ની કેબીન ચલાવે છે અને વિરડી પ્લોટ, સો મીલ પાસે રહેતા કનુભાઈ પરસોતમભાઈ લોઢારી પાસેથી તેમણે રૂપીયા ૫૫,૦૦૦ વ્યાજે લીધા હતા. ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ રૂપીયા ૩ લાખ પ૦ હજાર તેમની પાસેથી કનુભાઈએ વસુલ કર્યા હતા, ઉપરાંત વ્યાજ વટાવ અંગેનો વ્યવસાય કરવાનો પરવાનો ન હોવા છતાં ઉંચુ વ્યાજ વસૂલીને વેલજીભાઈના ઈન્ડીયન બેંકના ખાતાના બે કોરા ચેક અવેજી પેટે લઈ લીધા હતા. આ ફરિયાદના આધારે કીર્તિમંદિર પોલીસે કનુ લોઢારી સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાણાબોરડી ગામે વૃદ્ધને ડરાવીને વ્યાજખોરોએ જમીનનું લખાણ કરાવી લીધું !
વ્યાજખોરોના ત્રાસ અંગે આ ફરિયાદ રાણાવાવ તાલુકાના બોરડી ગામે રહેતા ઓસમાણભાઈ કાસમભાઈ સમાએ નોંધાવેલી છે. જેમાં જણાવ્યા મુજબ રાણા બોરડી ગામે જ રહેતા સુલેમાન કાસમભાઈ જુણેજા પાસેથી તેમણે ૧ લાખ ૭૦ હજાર રૂપીયા પાંચ ટકા વ્યાજે લીધા હતા. જેમાં ઓસમાણભાઈએ વ્યાજ સહિત કુલ રૂપીયા ર લાખ ૭૦ હજાર રૂપીયા તો સુલેમાનભાઈને ચૂકવી આપ્યા હતા. તેમ છતાં સુલેમાન ઉપરાંત તેમના પત્ની હીરબાઈબેન અને પુત્ર સમીર અવારનવાર રૂપીયાની ઉઘરાણી કરવા તેમની પાસે આવ્યા હતા અને અપશબ્દો કહી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ઓસમાણભાઈની ખેતીની જમીનનું ડરાવી-ધમકાવી લખાણ કરાવી લીધું હતું. રાણાવાવ પોલીસે આરોપીઓ સામે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો---અદાણી ગ્રુપે 20 હજાર કરોડનો FPO રદ કર્યો, રોકાણકારોને રૂપિયા પરત કરશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstLokDarabarMoneylenderspolicePorbandar
Next Article