Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બનાસકાંઠા જીલ્લામાં પ્રથમ મહિલા વ્યાજખોર સામે ફરીયાદ

સરકારે વ્યાજખોરો (Moneylenders) સામે લાલ આંખ કરી છે ત્યારે આખા ગુજરાતમાં વ્યાજખોરીનું દુષણ હટાવવા માટે સરકારે કડક કાર્યવાહી અને લોક દરબાર (Lok Darbar) યોજી લોકોને વ્યાજખોરો સામે પોલીસ (Police) ફરીયાદ કરવા માટે જાગૃત થવા જણાવવામાં આવ્યુ છે.અંબાજી ખાતે અઠવાડીયા અગાઉ પીઆઇ ની અધ્યક્ષતામાં અંબાજી પોલીસ મથકે વ્યાજખોરો માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા અંબાજીના જાગૃત લોકોએ પોતાની સમસ્યાà
બનાસકાંઠા જીલ્લામાં પ્રથમ મહિલા વ્યાજખોર સામે ફરીયાદ
સરકારે વ્યાજખોરો (Moneylenders) સામે લાલ આંખ કરી છે ત્યારે આખા ગુજરાતમાં વ્યાજખોરીનું દુષણ હટાવવા માટે સરકારે કડક કાર્યવાહી અને લોક દરબાર (Lok Darbar) યોજી લોકોને વ્યાજખોરો સામે પોલીસ (Police) ફરીયાદ કરવા માટે જાગૃત થવા જણાવવામાં આવ્યુ છે.અંબાજી ખાતે અઠવાડીયા અગાઉ પીઆઇ ની અધ્યક્ષતામાં અંબાજી પોલીસ મથકે વ્યાજખોરો માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા અંબાજીના જાગૃત લોકોએ પોતાની સમસ્યાઓ જણાવી હતી અને ત્યારબાદ 18 જાન્યુઆરી ના રોજ અંબાજી મેવાડા સુથાર ખાતે જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો જેમા અંબાજીના પીડિત લોકોએ જીલ્લા પોલીસવડા સમક્ષ વ્યાજખોરોની ઢગલા પોલીસ ફરીયાદ કરી હતી.અંબાજીના જાગૃત નાગરીક બલવંત રાજપુતે જણાવ્યું હતું કે આબુરોડની બેંકો વાળા અંબાજીના લોકોને વ્યાજના નામે લૂંટે છે અને વ્યાજ ન ભરી સકતી મહિલાઓને માઉન્ટઆબુ લઇ જવાનું કહેવામાં આવે છે ત્યારબાદ અંબાજીના એક પીડિત ભરતભાઈ ઓટાજી વણઝારાએ પણ પોતાની વ્યથા રજુ કરતા પોલીસે ફરીયાદ આપવાનું જણાવ્યું હતુ.
વર્ષાબેન રમેશભાઈ વણઝારા પાસેથી 2 લાખ રૂપિયા લીધા
અંબાજી પોલીસ મથકે આપેલી ફરીયાદમાં ભરતભાઈ વણઝારાએ જણાવ્યું હતું કે હું અંબાજી ખાતે રાજેન્દ્ર નગર વિસ્તારમાં રહું છુ અને અંબાજી મંદિરના 6 નંબર ગેટ પાસે છેલ્લા 7 વર્ષથી દુકાન ધરાવું છુ. મારે પરીવારમાં પત્ની અને બે બાળકો છે. ભરતભાઈએ જણાવ્યું કે મને ધંધા માટે પૈસાની જરૂર પડતા મેં 2017 મા અંબાજીમા  રહેતા  વર્ષાબેન રમેશભાઈ વણઝારા પાસેથી 2 લાખ રૂપિયા લીધા હતા જે માટે વ્યાજદર માસીક 5 ટકા હતો અને હાલમાં વર્ષાબેન ખેડબ્રહ્મા ખાતે રહે છે. ભરતભાઈએ જણાવ્યું હતું કે મેં 14 માસ સુધી દર મહિને 10 હજારના હિસાબે 1 લાખ 40 હજાર આપેલ હતા.મેં જે 2 લાખ રૂપિયા લીધા હતા તેને પરત કરવાનો સમય 2 વર્ષ હતો.આ દરમિયાન કોરોના જેવી બીમારી આવતા અને ત્યારબાદ લોક ડાઉન આવતા ધંધા પડી ભાંગી ગયા હતા અને જયારે લોકડાઉન ખુલતા મેં મહિના બાદ 7 મહિના સુધી મહિને 5 હજાર ના હિસાબે 35 હજાર આપ્યા હતા એટલે મેં આમ કુલ 1 લાખ 75 હજાર આપેલ હતા આ કુલ રકમ 1 લાખ 75 હજાર વર્ષબેનને વ્યાજ પેટે આપેલ હતા.
 ફરીથી વ્યાજની ઉઘરાણી કરી
વર્ષાબેન મારી પાસેથી વ્યાજ દર મહિનાની 12 તારીખે મારા ઘરે આવીને લઇ જતા હતા.ગત મહિનાની 12 / 12 / 2022 ના  રોજ સાંજે વર્ષાબેન મારા ઘરે આવ્યા હતા અને વ્યાજના નાણા  માંગતા મે 2 હજાર રૂપિયા આપ્યા હતા ત્યારબાદ 12 / 1 /  2023 ના રોજ વર્ષાબેન મારા ઘરે સાંજે 6 વાગે આવી ફરીથી વ્યાજની ઉઘરાણી કરતા મેં વર્ષાબેન ને કહ્યું હતું કે તમે અત્યાર સુધી જે પણ નાણા  લીધા છે તે મને ડાયરીમાં લખી આપો તો તેમને ડાયરીમાં લખવાની ના પાડી અને મને કહ્યું કે તમે જાતેજ તમારા હાથે ડાયરીમાં લખી દો.

વ્યાજના નાણા  પુરા આપી દો તેવી ધમકીઓ આપતા
ભરતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે 2020 મા વર્ષાબેન મારા ઘરે આવ્યા ત્યારે તેમણે મને જણાવ્યું હતુ કે તમારે  જે બેંક મા  ખાતુ ચાલતુ હોય તેના 2 ચેક સહી કરેલા આપો આથી મેં મારા બેન્ક ઓફ બરોડા ના ખાતા વાળા બે ચેક આપ્યા હતા.ભરતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે મેં મારા સસરાના ઘરવેરાની પહોંચ અને આકારણી ના કાગળો પણ આપ્યા હતા.વર્ષાબેન અવારનવાર મારા ઘરે આવીને વ્યાજના નાણા  પુરા આપી દો તેવી ધમકીઓ આપતા હતા અને જો નહિ આપોતો તમારા કોરા ચેક બેન્ક માં ભરી દઈશ અને ચેક રીટર્ન થશેતો તમારા ઉપર કોર્ટમાં કેશ દાખલ કરીશ.આ વર્ષાબેન બળજબરી પૂર્વક નાણા કાઢવા માટે ગાળો અવારનવાર બોલતા હતા.
જાનથી મારવાની ધમકીઓ આપી
ભરતભાઈએ જણાવ્યું હતું કે મેં 2 લાખ સામે માસીક 5 ટકાના હિસાબે 1 લાખ 77 હજાર ચુકવેલ છે અને આ બહેન મને  ગાળો અને જાનથી મારવાની ધમકીઓ આપે છે.આમ ફરિયાદી ભરતભાઈ ઓટાજી  વણઝારાએ આરોપી વ્યાજખોર મહિલા વર્ષાબેન રમેશભાઈ વણઝારા સામે અંબાજી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.અંબાજી પોલીસે વર્ષાબેન વણઝારા સામે કલમ 384,506(2),294(6) ની કલમ નોંધી છે અને મહિલા વ્યાજખોરની ઘરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.વધુ તપાસ અંબાજી પીઆઇ ધવલ પટેલ ચલાવી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.