ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નીતીશની નવી સરકાર પર વિવાદના વાદળો, JDUના 5 ધારાસભ્યો નારાજ

મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે તેમની નવી કેબિનેટનું વિસ્તરણ કર્યું અને 31 નવા મંત્રીઓને સામેલ કર્યા.જેમાં મુખ્ય સહયોગી રાષ્ટ્રીય જનતા દળ  RJDના 16 મંત્રીઓ સામેલ છે.મંત્રીઓને પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવી છે.નાણા અને ગૃહ વિભાગ નીતિશ કુમારની જેડીયુ પાસે આવી ગયા છે.જ્યારે ડેપ્યુટી સીએમ તેજસ્વીને આરોગ્ય અને તેજ પ્રતાપને વન અને પર્યાવરણ મંત્રાલય મળ્યું છે.દરમિયાન, માહિતી સાà
04:41 PM Aug 16, 2022 IST | Vipul Pandya
મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે તેમની નવી કેબિનેટનું વિસ્તરણ કર્યું અને 31 નવા મંત્રીઓને સામેલ કર્યા.જેમાં મુખ્ય સહયોગી રાષ્ટ્રીય જનતા દળ  RJDના 16 મંત્રીઓ સામેલ છે.મંત્રીઓને પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવી છે.નાણા અને ગૃહ વિભાગ નીતિશ કુમારની જેડીયુ પાસે આવી ગયા છે.જ્યારે ડેપ્યુટી સીએમ તેજસ્વીને આરોગ્ય અને તેજ પ્રતાપને વન અને પર્યાવરણ મંત્રાલય મળ્યું છે.દરમિયાન, માહિતી સામે આવી છે કે નારાજગીના કારણે જેડીયુના પાંચ ધારાસભ્યોએ શપથગ્રહણ કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.
પરબત્તાના ધારાસભ્ય ડૉ. સંજીવ કુમાર, ધારાસભ્ય પંકજ કુમાર મિશ્રા, બારબીઘાના ધારાસભ્ય સુદર્શન કુમાર અને મટિહાનીના ધારાસભ્ય રાજકુમાર સિંહ અને કેસરિયાના ધારાસભ્ય શાલિની મિશ્રા રાજભવનમાં આયોજિત સમારોહમાં હાજર રહ્યા ન હતા.યોગાનુયોગ આ તમામ ધારાસભ્યો ભૂમિહાર જાતિના છે.આ પાંચેયને કેબિનેટમાં સામેલ ન કરવા પર નારાજગી વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે મંત્રી પરિષદમાંથી 11 મુખ્યમંત્રી નીતિશ કુમારના JD(U) બે કોંગ્રેસના અને એક પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીની હમમાંથી, એક અપક્ષમાંથી છે.સૌથી વધુ 16 મંત્રીઓ આરજેડીમાંથી બનાવવામાં આવ્યા છે.ત્રણ મંત્રીઓમાં મહિલા શીલા કુમારી અને લેશી સિંહ બંને જેડીયુ અને અનિતા દેવી આરજેડી છે.આરજેડીમાં જેડી યુ ના બિજેન્દ્ર યાદવ ઉપરાંત લાલુ પ્રસાદના બે પુત્રો સહિત કુલ સાત યાદવ છે.
Tags :
5JDUMLAsBiharCloudsofcontroversygovernmentGujaratFirst
Next Article