ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાવલીના લસુન્દ્રા પંથકમાં કેનાલો તૂટેલી, સમસ્યાનો નિકાલ કરવા માગ

સાવલી (Savli) તાલુકાના લસુંન્દ્રા પંથકમાં કેનાલો તૂટેલી અને અસમતલ હોવાથી ખેડૂતોને નર્મદાના પાણીથી સિંચાઈ વગર વંચિત રહેવાના વારો આવ્યો છે અને પોતાનો પાક બચાવવામાં માટે મોંઘા ભાવનું ડીઝલ ખર્ચીને મશીન વડે ખેંચીને આર્થિક નુકશાન વેઠીને પાક બચાવવાની નોબત આવી છે પરિણામે ખેડૂતોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે સત્વરે આં સમસ્યાનો નિકાલ આવે તેવી માંગ ઉઠી છે કેનાલ શોભના ગાંઠિયા સમાન સાવલીà
12:55 AM Dec 20, 2022 IST | Vipul Pandya
સાવલી (Savli) તાલુકાના લસુંન્દ્રા પંથકમાં કેનાલો તૂટેલી અને અસમતલ હોવાથી ખેડૂતોને નર્મદાના પાણીથી સિંચાઈ વગર વંચિત રહેવાના વારો આવ્યો છે અને પોતાનો પાક બચાવવામાં માટે મોંઘા ભાવનું ડીઝલ ખર્ચીને મશીન વડે ખેંચીને આર્થિક નુકશાન વેઠીને પાક બચાવવાની નોબત આવી છે પરિણામે ખેડૂતોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે સત્વરે આં સમસ્યાનો નિકાલ આવે તેવી માંગ ઉઠી છે
 કેનાલ શોભના ગાંઠિયા સમાન 
સાવલીના લસુન્દ્રા પંથકમાં નર્મદા કેનાલ બિલકુલ શોભના ગાંઠિયા સમાન સાબિત થઈ છે. હાલ રવિ પાકની સીઝન હોય તમાકુ દિવેલા ઘઉં ચણા કપાસ શાકભાજી તુવેર મકાઈ સુંધિયું જેવા પાકો હાલ વાવીને તૈયાર કરવામાં આવ્યા છે પરંતુ સિંચાઈ માટે પાણીની ખાસ જરૂરિયાત હોય છે ખેડૂતોના ખેતરના છેડા પરથી કેનાલો તો પસાર થાય છે પરંતુ તે સફેદ હાથી સમાન છે. છેલ્લા 25 વર્ષથી ખેડૂતો કેનાલના એક પણ ટીપા પાણી વગર ચલાવી રહ્યા છે. હાલ તમામ પાકો તૈયાર થવાની સ્થિતિમાં છે અને તેના માટે પાણીની ખાસ જરૂરિયાત હોય છે પરંતુ કેનલોમાં પાણી ચાલુ  તો છે પરંતુ 400 વીઘા થી વધુ જમીનના માલિકો સિંચાઈ વગર રહી જવા પામ્યા છે તેના કારણે ખેડૂતો ડીઝલ મશીન ( ડનકી )વડે  પાણી લેવાની નોબત આવી છે અને વેચાતું પાણી લેવા માટે ખેડૂતો મજબૂર થયા છે.

કેનલો પાણી વગર વર્ષોથી કોરી 
 લસુન્દ્રા ની આજુબાજુના પસવા શુભેલાવ રાધન પુરા ટુંડાવ જેવા ગામોમાં નિયમિત રીતે કેનલોમાં પાણી આવે છે જ્યારે લસુન્દ્રા ગામના 150 થી 200 ખેડૂત ખાતેદારોને ખેતરના છેડા પરથી પસાર થતી કેનાલ હોવા છતાંય પાણી વગર રહેવાનો વારો આવ્યો છે આ પંથકના ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે એક તો થ્રી ફેઝ અનિયમિત વીજળી બીજું તૈયાર થયેલા પાકોમાં રોઝ ( નીલગાય ) ભૂંડ. વાનર જેવા પશુઓનો ત્રાસ મોંઘાખોર ખાતર જેવા પરિબળો સામે ઝઝુમીને ધરતીપુત્ર પોતાનો મહામૂલો પાક તૈયાર કરે છે તો ત્યારબાદ પોષણક્ષમ ભાવોના અભાવે ખેડૂતોની કમર ભાગી જાય છે તેવામાં દુકાળમાં અધિકમાસ જેવી સ્થિતિ પોતાના તૈયાર થયેલા પાકો માટે વેચાતું પાણી લેવાની નોબત આવતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો વેઠવાનો વારો આવે છે અને નાણા અને સમયનો વ્યય થાય છે જ્યારે બીજી બાજુ નર્મદા કેનાલનું ઇનફાસ્ટ્રક્ચર તૈયાર છે પરંતુ અધિકારીઓની અણઆવડતના કારણે અને ભ્રષ્ટાચારના કારણે ઉચી નીચી બનેલી કેનલો પાણી વગર વર્ષોથી કોરી કટ રહી જવા પામી છે જ્યારે આં પંથક ના ખેડૂતો દિવસ રાત એક કરીને મહાન મહેનતે અને ખેડૂતો 2000 ફૂટ લાંબુ પાઈપ વડે કનેક્શન કરીને પાણી ખેંચીને પોતાના પાકને બચાવી રહ્યા છે જ્યારે નાના અને ગરીબ ખેડૂતો છે તે પૈસાના વાંકે  પોતાનો તૈયાર થયેલો પાક પાણી વગર ખરાબ થઈ જતો જોઈને નિસાસો નાખતા જોવા મળી રહ્યા છે ત્યારે હાલમાં રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર કાર્યરત છે અને સંવેદનશીલ ગણાતી સરકાર ખેડૂતોની સંવેદના સમજે તેવી માંગ ઉઠી છે.

પાણી માટે વલખા
સમગ્ર રાજ્ય હાલ વિકાસની ક્ષિતિજોને પાર કરી રહી છે તો શું ?? લસુન્દ્રા પંથકમાં પસાર થતી  લસુન્દ્રા માઈનોર 1 કેનાલ રિપેર થશે ?? તેવા વેધક સવાલો ખેડૂતો કરી રહ્યા છે હાલ ભરપુર ખેતીની સીઝન ચાલી રહી છે તમામ ખેડૂતો પોતાના પાક ના સિંચાઈ કરવા માટે પાણી માટે વલખા મારી રહ્યા છે અને મોંઘા ભાવનું ડીઝલ અને મશીન ભાડે કરીને વેચાતું પાણી લઈને પાકને બચાવવાની મહેનત કરી રહ્યા છે ત્યારે સરકાર અને સંબંધીત વિભાગ ખેડૂતોની દયા જાણીને સત્વરે નિકાલ લાવે તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો--8 પ્રજ્ઞાચક્ષુએ રેમ્પ વોક કર્યું, 13થી પણ વધુ સિક્વન્સમાં મોડેલને પણ શરમાવે તેવો જુસ્સો દેખાડ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstProblemSavli
Next Article