Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કાશ્મીરમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં 2 આતંકી ઠાર

કાશ્મીરમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં 2 આતંકી ઠાર સુરક્ષા દળોએ તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કર્યોશંકાસ્પદ વાહનને રોકવાનો પ્રયાસ કરાતા આતંકીઓએ ગોળીબાર કર્યો સર્ચ ઓપરેશન પણ શરુ કરાયુતાજેતરના એન્કાઉન્ટરમાં બંને આતંકીઓ ફરાર થઈ ગયા હતામધ્ય કાશ્મીર (Kashmir)ના બડગામ જિલ્લામાં જિલ્લા કોર્ટ સંકુલ પાસે સુરક્ષા દળો (Security Forces) અને આતંકવાદીઓ (Terrorists) વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં à
06:42 AM Jan 17, 2023 IST | Vipul Pandya
  • કાશ્મીરમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં 2 આતંકી ઠાર 
  • સુરક્ષા દળોએ તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કર્યો
  • શંકાસ્પદ વાહનને રોકવાનો પ્રયાસ કરાતા આતંકીઓએ ગોળીબાર કર્યો 
  • સર્ચ ઓપરેશન પણ શરુ કરાયુ
  • તાજેતરના એન્કાઉન્ટરમાં બંને આતંકીઓ ફરાર થઈ ગયા હતા
મધ્ય કાશ્મીર (Kashmir)ના બડગામ જિલ્લામાં જિલ્લા કોર્ટ સંકુલ પાસે સુરક્ષા દળો (Security Forces) અને આતંકવાદીઓ (Terrorists) વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે. હાલ સર્ચ ઓપરેશન (Search Operation) ચાલુ છે.
શંકાસ્પદ વાહનને રોકવાનો પ્રયાસ કરાતા આતંકીઓએ ગોળીબાર કર્યો 
પોલીસ અધિકારીએ જણાવ્યું કે બડગામ જિલ્લા કોર્ટ સંકુલની નજીક સેના અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા એક વિશેષ ઈનપુટને બેરિકેડ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક શંકાસ્પદ વાહનને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વાતની સુરાગ મળતા જ આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

બંને આતંકીઓની ઓળખ થઇ
ADGP કાશ્મીરે જણાવ્યું કે બંને આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. જેમાં અરબાઝ મીર અને શાહિદ શેખનો સમાવેશ થાય છે. બંને પુલવામાના રહેવાસી હતા અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. તાજેતરના એન્કાઉન્ટરમાં બંને આતંકીઓ ફરાર થઈ ગયા હતા.

રવિવારે આતંકીઓ ફરાર થઈ ગયા હતા
આ પહેલા રવિવારે આ વર્ષની પ્રથમ એન્કાઉન્ટર બડગામ જિલ્લાના રેડબગ મગામ વિસ્તારમાં થઈ હતી. આ અથડામણમાં આતંકીઓ છટકીને ભાગવામાં સફળ થયા હતા. શરૂઆતમાં બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો, પરંતુ થોડા સમય બાદ બીજી બાજુથી ગોળીબાર બંધ થઈ ગયો. જોકે, આતંકીઓને ભાગવાની તક ન મળે તે માટે સુરક્ષા દળોએ મોરચો સંભાળી રાખ્યો હતો. લાંબા સમય પછી પણ બીજી બાજુથી કોઈ ગોળીબાર ન થયો, ત્યારબાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન ખબર પડી કે ઘેરાયેલા આતંકીઓ ભાગી ગયા છે.
આ પણ વાંચો--PM MODI,35 મંત્રી,12 સીએમ સહિત 350 નેતાઓનું આજથી દિલ્હીમાં મનોમંથન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
EncounterGujaratFirstKashmirSearchOperationSecurityForcesterrorists
Next Article