બાબા સિદ્દીકીએ છોડ્યો Congress નો સાથે, આપી દીધું રાજીનામું
લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ (Congress) ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકી (Baba Siddiqui) એ ગુરુવારે રાજીનામું (Resigned) આપી દીધું હતું. ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બાબા સિદ્દીકીએ 48 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા બાદ પાર્ટી છોડી દીધી છે. તેમણે પોતાની રાજકીય સફરને શાનદાર ગણાવી છે. પાર્ટીમાંથી વિદાયની ઘોષણા કરતા બાબા સિદ્દીકીએ ટ્વિટર (Twitter) પર લખ્યું, "હું એક યુવા કિશોર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો અને તે 48 વર્ષ સુધીની એક મહત્વપૂર્ણ સફર રહી છે. આજે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. તેમણે કહ્યું કે હું ઘણું બધું કહેવા માંગુ છું પરંતુ તે ન કહું તેટલું જ સારું છે.
આ પણ વાંચો - જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હિમવર્ષા
આ પણ વાંચો - ભારતમાં બીજા નંબરનું સૌથી સામાન્ય કેન્સર છે Cervical Cancer
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ