Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : Stellar Kitchen ની રોટલીમાંથી નિકળ્યો પ્લાસ્ટીકનો દોરો

VADODARA : વડોદરા (VADODARA) ના ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલા સ્ટેલર કિચન (Stellar Kitchen) રેસ્ટોરેન્ટમાં તાજેતરમાં ગ્રાહકે મંગાવેલી રોટલીમાંથી પ્લાસ્ટીકનો દોરો નિકળતા સંચાલકોની પોલ ખુલી જવા પામી છે. મોંઘીદાટ કિંમતે ગ્રાહને ભોજન પીરસતી રેસ્ટોરેન્ટમાં આ પ્રકારની લોલીયાવાડી સામે આવતા ગ્રાહક રોષે...
12:16 PM Aug 05, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલા સ્ટેલર કિચન (Stellar Kitchen) રેસ્ટોરેન્ટમાં તાજેતરમાં ગ્રાહકે મંગાવેલી રોટલીમાંથી પ્લાસ્ટીકનો દોરો નિકળતા સંચાલકોની પોલ ખુલી જવા પામી છે. મોંઘીદાટ કિંમતે ગ્રાહને ભોજન પીરસતી રેસ્ટોરેન્ટમાં આ પ્રકારની લોલીયાવાડી સામે આવતા ગ્રાહક રોષે ભરાયા છે. અને આ મામલે પાલિકાની ખોરાક શાખાની ટીમો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ઘટનાઓ પર રોક નહીં

વડોદરામાં રેસ્ટોરેન્ટ સંચાલકો દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાની ઘટનાઓ અનેક વખત પ્રકાશમાં આવતી રહે છે. આ ઘટનાઓ સામે આવ્યા બાદ પાલિકાનું તંત્ર તપાસ કરીને કાર્યવાહી પણ કરે છે. છતાં આવી ઘટનાઓ પર હજીસુધી રોક લાગી શકી નથી. તાજેતરમાં શહેરના ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલી સ્ટેલર કિચન નામની રેસ્ટોરેન્ટમાં ગ્રાહકને પીરસેલી રોટલીમાંથી પ્લાસ્ટીકનો દોરો નિકળ્યો હોવાની ઘટના સામે આવી છે.

બે વેઢા જેટલું લાંબુ

ગ્રાહક પરિવાર સાથે સ્ટેલર કિચરમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે મેનુંમાં લખેલી શેફ સ્પેશિયલ આઇટમની સામે રોટલી મંગાવી હતી. શેફ સ્પેશિયલ ફૂટ આઇટમનો સ્વાદ માણવા જતા જ તેમની રોટલીમાંથી પ્લાસ્ટીકના તાંતણા જેવું નજરે પડ્યું હતું. ત્યાર બાદ ગ્રાહકે પ્લાસ્ટીકનો દોરાની પુછડી ઉકેલતા આંગળીને બે વેઢા જેટલું બહાર નિકળ્યું હતું. જેથી ગ્રાહક આક્રોષિત થયા હતા. અને રેસ્ટોરન્ટ સંચાલકોની બેદરકારી સામે બળાપો ઠાલવ્યો હતો. ગ્રાહકનું માનવું છે કે, આ પ્લાસ્ટીકનો દોરો સાવરણીના રેસા હોઇ શકે છે.

શું કાર્યવાહી થાય તે જોવું રહ્યું

સ્ટેલર કિચન દ્વારા લોકોને આકર્ષવા માટે લાઇવ મ્યુઝીક સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ આ ઘટના સામે આવતા રેસ્ટોરેન્ટના ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠવા પામ્યા છે. પાલિકા તંત્ર આ બેદરકાર રેસ્ટોરેન્ટ સંચાલકો સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. આ ઘટના 3 ઓગષ્ટની હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : નિંદ્રાધીન યુવકના ગાલે સાપે દંશ દીધા બાદ મોત

Tags :
CustomerfoundkitchenPlasticraiserotistellarThreadVadodaraVoice
Next Article