Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાંગ્લાદેશની રાજધાનીમાં પ્લાસ્ટિક ફેક્ટરી બ્લાસ્ટ, 6 લોકોના મોત

બાંગ્લાદેશનું ઔદ્યોગિક શહેર ઢાકા ખાતે આવેલ ચોકબજારના એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત નિપજતા હાહાકાર મચી ગયો છે. આ ઘટનાને લઈને ફાયર બ્રિગેડના જવાનો દોડી ગયા હતા અને છ મૃતદેહો બહાર કાઢ્યા હતા.ઢાકામાં આવેલ એક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આજે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગેલી આગમાં છ લોકોના મોત નિપજ્યા હતા. ચોકબજા
બાંગ્લાદેશની રાજધાનીમાં પ્લાસ્ટિક ફેક્ટરી બ્લાસ્ટ  6 લોકોના મોત
બાંગ્લાદેશનું ઔદ્યોગિક શહેર ઢાકા ખાતે આવેલ ચોકબજારના એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત નિપજતા હાહાકાર મચી ગયો છે. આ ઘટનાને લઈને ફાયર બ્રિગેડના જવાનો દોડી ગયા હતા અને છ મૃતદેહો બહાર કાઢ્યા હતા.
ઢાકામાં આવેલ એક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ 
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આજે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગેલી આગમાં છ લોકોના મોત નિપજ્યા હતા. ચોકબજારના જુના ઢાકામાં આવેલ એક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હતી. ચાર માળની ઇમારતમાં બપોરે આગ લાગી હતી.  બિલ્ડિંગના પહેલા અને બીજા માળે પ્લાસ્ટિકની ફેક્ટરી આવેલી છે. જ્યારે ત્રીજા માળે પ્લાસ્ટિકના રમકડાં રખાયા હતા. જો કે કયા કરણસર આગ લાગી તે હજુ અકબંધ છે. 
ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો
આગની ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓને ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મહામહેનતે બપોરે 2.30 વાગ્યા સુધીમાં આગને કાબુમાં લીધી હતી. આ અંગે સ્થાનિક મહમુદલ હસને જણાવ્યું હતું કે ઈમારતમાં બપોરના સુમારે આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ બિલ્ડિંગમાં પહેલા માળે એક રેસ્ટોરન્ટ, ઘણી દુકાનો આવેલી જેમા શંકાએ પણ છે કે મૃતક તમામ રેસ્ટોરન્ટના કર્મચારીઓ છે તેઓ નાઇટ શિફ્ટમાં કામ કર્યા બાદ સૂતા હતા. તે વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી.
Advertisement
Tags :
Advertisement

.