Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : નારાયણ વિદ્યાલયમાં દુર્ઘટના બાદ શાળાની માન્યતા તાત્કાલીક રદ્દ કરવા માંગ

VADODARA : ગતરોજ વડોદરા (VADODARA) ની નારાયણ વિદ્યાલય (NARAYAN VIDHYALAYA) માં રીસેષ સમયે બાલ્કનીનો ભાગ ધરાશાચી થયો હતો. તેમાં 4 વિદ્યાર્થીઓ ભોગ બન્યા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીને માથે ટાંકા આવ્યા હતા. આ મામલે આજે વડોદરા પેરેન્ટસ એસોસિયેશન દ્વારા જિલ્લા...
vadodara   નારાયણ વિદ્યાલયમાં દુર્ઘટના બાદ શાળાની માન્યતા તાત્કાલીક રદ્દ કરવા માંગ

VADODARA : ગતરોજ વડોદરા (VADODARA) ની નારાયણ વિદ્યાલય (NARAYAN VIDHYALAYA) માં રીસેષ સમયે બાલ્કનીનો ભાગ ધરાશાચી થયો હતો. તેમાં 4 વિદ્યાર્થીઓ ભોગ બન્યા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીને માથે ટાંકા આવ્યા હતા. આ મામલે આજે વડોદરા પેરેન્ટસ એસોસિયેશન દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઘટના બાદ શિક્ષણાધિકારી દ્વારા પણ પગલાં ભરવામાં આવ્યા છે. જે અંગે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે એફએસએલની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. અને તપાસ કરવામાં આવી હતી.

Advertisement

કચેરી દ્વારા સંસ્થાને નોટીસ પાઠવવામાં આવી

વડોદરાના શિક્ષણાધિકારી આર. આર. વ્યાસે જણાવ્યું કે, ગતરોજ (નારાયણ વિદ્યાલયમાં) બનેલી ઘટનાના સંદર્ભે વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા લેખીતમાં રજુઆત આપવામાં આવી છે. તેઓ બાળકોની સુરક્ષાને લઇને ચિંતિત છે. સ્વભાવીક છે કે આ પ્રકારની ઘટના બને ત્યારે તેઓ ચિંતિત હોય. અને તેમના આશ્વાસન આપવામાં આવ્યું છે કે, સરકારી ધારાધોરણ અનુસાર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. જેવી ઘટનાના સમાચાર કચેરીને મળ્યા તેમાં એક ટીમ મોકલવામાં આવી હતી. સ્થળ મુલાકાત લઇને ઘટનામાં સમાવિષ્ટ ચાર વિદ્યાર્થીઓના વાલીઓ સાથે ટેલિફોનીક સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેથી ઘટના બાબતે બાળકની સ્વસ્થતા સુનિશ્ચિત કરી શકાય. સાથે જ કચેરી દ્વારા સંસ્થાને નોટીસ પાઠવવામાં આવી છે. તેમની પાસેથી સ્ટેબિલીટી સહિતના સર્ટીફીકેટની વિગતો માંગવામાં આવી છે. સાથે જ સંસ્થાને સુચના આપવામાં આવી છે કે, જ્યાં સુધી બિલ્ડીંગ બાળકો માટે સલામત છે, તે સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે. આ સમય દરમિયાન પાલિકા દ્વારા સંસ્થાને બિલ્ડીંગ વપરાશ નહી કરવાની તાકીદ કરવામાં આવી છે.

સરકારમાંથી સુચન પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે

વધુમાં તેમણે જણાવ્યું કે, સંસ્થાનું પ્લાન પ્રમાણે બાંધકામ, સ્ટેબિલીટી, અને બિલ્ડીંગ યુઝ પરમિશન સહિતની વસ્તુઓ ચકાસવામાં આવશે. સ્ટેબિલીટી સર્ટીફીકેટ આપ્યા બાદ પણ આ ઘટના કેવી રીતે કેવી રીતે બની, તે માટે પાલિકાની શાખાની મદદ લેવાશે. કોઇ વિગત ખોટી રજુ કરવામાં આવી હશે તો, શાળાની માન્યતા રદ્દ કરવા સહિતના સરકારમાંથી સુચન પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાના પગલે જે શાળાઓ જુની હોય તે સંદર્ભે શિક્ષણ નિરિક્ષકોને સુચના આપવામાં આવી છે. તેઓ દ્વારા ખરાઇ કરવામાં આવશે. અને ઘટનાનું પુનરાવર્તન ન થાય તે દિશામાં કાર્ય કરવા માટે સુચન કરવામાં આવ્યું છે. શાળા પાસે ફાયર એનઓસી છે. શાળા સંચાલકો દ્વારા કચેરીમાં કોઇ ખોટી વિગત રજુ કરવામાં આવી નથી.

Advertisement

સ્કુલને સીલ કરવામાં આવી

મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, નારાયણ વિદ્યાલયમાં કાલે દિવાલ ધરાશાઇ થઇ હતી. તેમાં અમે નોટીસ આપી છે. જેણે સ્ટ્રક્ચર સ્ટેબીલીટી સર્ટીફીકેટ આપ્યું છે, તેને પણ નોટીસ આપી છે. કયા આધારે સર્ટીફીકેટ આપ્યું, અને કયા કારણોસર આ ધરાશાયી થયું છે, તે જાણવા. જ્યાં સુધી બિલ્ડીંગ સેફ્ટી સહિતના મુદ્દે ઓકે નહી થાય, ત્યાં સુધી સ્કુલને સીલ કરવામાં આવી છે. બાદમાં વધુ કાર્યવાહી કરવામાં આવશે.

શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે વિનંતી

નારાયણ વિદ્યાલયની દિવાલ પડવાની ઘટનાને લઈને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આવેદનપત્ર ડીઈઓને સુપ્રત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા માગણી કરવામાં આવી કે, આ ઘટના માટે શાળા સંચાલકને જવાબદાર ગણી શાળાની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરી ઉચ્ચતમ દરે પેનલ્ટી લગાડવી જોઈએ. સાથે સાથે ડી ઈ ઓ દ્વારા સંલગ્ન પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી જોઇએ. આ ઘટનાની પાયાના નિષ્કર્ષ સાથે તપાસ થાય અને જે પણ ગુનેગાર હોય તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશ આપવા માટે વિનંતી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : નારાયણ વિદ્યાલયનો સ્ટેબીલીટી રીપોર્ટ શંકાના દાયરામાં

Tags :
Advertisement

.