Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : નારાયણ વિદ્યાલયની બાલ્કનીનો ભાગ ધરાશાયી, એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

VADODARA : શહેર (VADODARA) ના ગુરૂકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલય (NARAYAN VIDHYALAY) માં છતનો એક ભાગ ધરાશાયી થતા એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. શાળા નીચેના ભાગે સાયકલ પાર્ક કરીને વિદ્યાર્થી અંદર આવે તે પહેલા...
vadodara   નારાયણ વિદ્યાલયની બાલ્કનીનો ભાગ ધરાશાયી  એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

VADODARA : શહેર (VADODARA) ના ગુરૂકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલય (NARAYAN VIDHYALAY) માં છતનો એક ભાગ ધરાશાયી થતા એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. શાળા નીચેના ભાગે સાયકલ પાર્ક કરીને વિદ્યાર્થી અંદર આવે તે પહેલા જ તેના પર છતનો ભાગ પડ્યો છે. આ ઘટનામાં વિદ્યાર્થીને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું શાળા સુત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો છે. અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

સાયકલો દબાઇ ગઇ

હરણી બોટકાંડ બાદ પાલિકા તંત્ર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને ઠેર ઠેર ચેકીંગ કરવામાં આવ્યું હતું. છતાં અકસ્માતની ઘટના અટકી નથી. આજે ગુરૂકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલયમાં છતનો એક ભાગ તુટી પડવાની ઘટના સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે. અને 6 - 7 જેટલી સાયકલો દબાઇ ગઇ છે. ઘટનાની જાણ થતા જ ફાયર અને પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. અને બાળકોને વાલીઓને સોંપવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે શાળાઓમાં સઘન સેફ્ટી ચેકીંગ હાથ ધરવું જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

લોબીનો ભાગ પડ્યો છે

ફાયર અધિકારી જણાવે છે કે, ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો હતો કે, નારાયણ વિદ્યાલયમાં પાછળની દિવાલ ઘસી પડી છે. અમે અહિંયા આવ્યા ત્યારે જોયું કે એક છોકરો ઇજાગ્રસ્ત થયો છે. અને તેને 2 - 4 ટાંકા આવ્યા છે. લોબીનો ભાગ પડ્યો છે. બાલ્કનીની અંદર અને બહારનો ભાગ ધરાશાયી થયો છે. આ કાટમાળમાં 5 - 7 જેટલી સાયકલો દબાઇ ગઇ છે.

જર્જરિત હતું ત્યાં કામ કરવાની જરૂર હતી

કોર્પોરેટર અલકાબેને જણાવ્યું કે, આ બાબત ગંભીર છે. મેં અત્યારે ટીચર જોડે વાત કરી, તેમને પુછ્યું કે જર્જરિત હતું, તો તેમણે ના પાડી. મેં પુછ્યું કે શું રિનોવેશન ચાલે છે, તેમણે હા કહ્યું. હાલમાં બારીઓમાં રિનોવેશન કામ ચાલી રહ્યું છે. જ્યાં જર્જરિત હતું ત્યાં કામ કરવાની જરૂર હતી. તેમને રિનોવેશન કરવા માટે જણાવ્યા છતાં તેમણે કરાવ્યું ન્હતું. જો બાળકો ક્લાસરૂમમાં હોત અને કોઇ મોટી દુર્ઘટના થઇ હોત તો તેના માટે જવાબદાર કોણ !

Advertisement

જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે

ACP પલસાણા જણાવે છે કે, કંટ્રોલમાં નારાયણ સ્કુલમાં ત્યાં ગેલેરીનો ભાગ ધરાશાયી થયાની હકીકત હતી. એક બાળકને માથાના ભાગે ટાંકા આવ્યા છે. બીજા કોઇને કોઇ ઇજા નથી. જે ભાગ ધરાશાયી થયો ત્યાં સાયકલનું પાર્કિંગ હતું. બાળકો સાયકલ લેવા માટે ગયેલા, ત્યારે આ ઘટના બની છે. અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તપાસ બાદ વધુ નક્કી કરી શકાશે, જે કોઇ જવાબદાર ઠરશે તો તેવી સામે કાર્યવાહી કરવામાં આવશે.

ક્લાસમાં કોઇ છોકરા ન્હતા

સેકન્ડરી વિભાગના શિક્ષક ધર્મેશ શાહ જણાવે છે કે, આ ઘટના 12 - 30 ની છે. અમારી પાસે જરૂરી બધાય સર્ટીફીકેટ છે. દિવાલ બરાબર હતી, વરસાદમાં દિવાલમાં ભેજના કારણે દિવાલ પડી હોઇ શકે છે. એક છોકરાને વાગ્યું છે. તે વખતે રીસેશનો સમય હતો, ક્લાસમાં કોઇ છોકરા ન્હતા. જે ભાગ પડ્યો છે, તે મોર્નિંગ શિફ્ટનો હતો. છુટવાના સમયે આ ઘટના બની હતી.

બિલ્ડીંગ 2001 થી બનેલું છે

પ્રિન્સીપાલ રૂપલબેન શાહ જણાવે છે કે, આ બનાવ 12 - 30 નો છે. તે વખતે અમે ઓફીસમાં હતા. બાળકો નીચે હતા. અને અચાનક આ ઘટના બની છે. અવાજ સાંભળીને અમે દોડીને ત્યાં ગયા હતા. બાળકને માથામાં ટાંકા આવ્યા છે. બાળકનું નામ સુથાર ધૈર્ય છે. બાળક નીચે હતું. અમારૂ બિલ્ડીંગ 2001 થી બનેલું છે. આવું પડશે તેનો કોઇ અંદાજ ન્હતો.

આ પણ વાંચો -- VADODARA : પેઢીઓથી ઘાસ વેચતા વિક્રેતાઓના દબાણ પર પાલિકાની કાર્યવાહી

Tags :
Advertisement

.