Vadodara મ્યુનિસિપલ કોર્પોરેશનની અનોખી સ્કીમ, એક જ દિવસમાં પૈસા ડબલ !
- BZ ગ્રુપ પૈસા ડબલ કરે કે ને કરે VMC જરૂર કરી આપશે
- નેતાજીના નજીકના લોકોને એક જ દિવસમાં પૈસા ડબલની સ્કિમ
- નાગરિકોના પૈસે તાગડધિન્ના કરી રહેલા નેતાજીની વધુ એક નીચ હરકત
Vadodara News : BZ ગ્રુપ તમારા પૈસા એક કા ડબલ કરે કે ના કરે પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જરૂર કરી આપશે. શરત માત્ર એટલી કે તમે સામાન્ય નાગરિક નહીં પરંતુ કોન્ટ્રાક્ટર હોવા ઉપરાંત નેતાજીના નજીકનું હોવું જોઇએ. આ ઉપરાંત નજીક હોવાથી નહીં ચાલે તમારે નેતાજીને કટ પણ જરૂર આપવી પડશે. વર્ષો નહીં માત્ર દિવસોમાં નેતાજી તમારા પૈસા ડબલ કરી આપશે.
બ્રિજની કિંમત રાતોરાત ડબલ થઇ ગઇ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક એવો જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં સામાન્ય નાગરિકોના પૈસાને પાણીની જેમ નેતાઓ વહાવી રહ્યા છે. વડોદરાના સમા એબેકસ સર્કલ પર બની રહેલા બ્રિજની કિંમત રાતોરાત બમણી થઇ ચુકી છે. આશરે 54 કરોડના ખર્ચે બનનારા આ બ્રિજની કિંમત વધારીને લગભગ બમણી 120 કરોડ રૂપિયા કરી નાખવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉ સરકાર પાસેથી 54 કરો રૂપિયાના બ્રિજની મંજૂરી મેળવી હતી.
આ પણ વાંચો : Gujarat: બ્રિટનમાં પત્નીને શાકભાજીની જેમ કાપી નાખનાર હત્યારાને સુરત લવાયો
રાતોરાત મીટિંગ બોલાવીને 64 કરોડના બ્રિજની કિંમત 120 કરોડ કરાઇ
જો કે ત્યાર બાદ નેતાજીને લાગ્યું કે, આટલા ઓછા પૈસે તો કેમ ઘર ચાલશે. માટે રાતો રાત મીટિંગ બોલાવીને બ્રિજની કિંમત બમણી કરી નાખી હતી. 120 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજને મંજૂર કરી નાખ્યો હતો. કારણ કે નેતાજી તો સમજે છે કે ક્યાં આપણા ખિચ્ચામાંથી જવાનાં છે માટે દે દામોદર દાળમાં પાણી. બાદમાં રાતોરાત શહેર સંગઠનના એક હોદ્દેદાર અને પાલિકાના અમુક શાસકોના દબાણવશ થઈ બ્રિજની કિંમત 120 કરોડ કરી દેવાઈ હતી.
નેતાજી સામાન્ય પ્રજાના 64 કરોડ રૂપિયા ખીચામાં સેરવશે
ઊર્મિ બ્રિજ સાથે સમા બ્રિજને જોડવાનો નવું ગતકડું લાવ્યા અને બ્રિજની કિંમત સીધી જ 120 કરોડ રૂપિયા થઇ ગયા. કેટલાક બિલ્ડરો અને શાળા સંચાલકોને ફાયદો પહોંચાડવા કોર્પોરેશન પ્રજાના ટેક્સના 64 કરોડ રૂપિયાની મિજબાની માણશે. સ્થાયી સમિતિના કેટલાક સભ્યો બ્રિજના વિરોધમાં છતાં કેટલાક મોટા નેતાઓની જીદના કારણે વધુ 64 કરોડનો ખર્ચ કરવા માટેની તૈયારી કરી લીધી છે.
આ પણ વાંચો : સતત બીજા દિવસે બસનો અકસ્માત, મોરબી નજીક ખાનગી બસે પલટી મારી, 9 મુસાફરો ઇજાગ્રસ્ત