Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિવાદનું બિંદુ વડોદરાની ક્ષમા બિંદુ

સોલોગેમી. મતલબ કે ખુદને પરણવું. વડોદરાની ચોવીસ વર્ષી યુવતી 11મી જૂને પોતાને જ પરણવાની છે. આ વાત વહેતી થઈ અને વિવાદ શાંત થવાનો નામ નથી લેતો. આ યુવતી સાથે 'ગુજરાત ફર્સ્ટ'ની એક્સક્લુઝીવ વાતચીતના અંશો.  દુનિયામાં અગાઉ પણ લોકો પોતાને પરણ્યા છે. ઓસ્ટ્રેલિયાની પેટ્રીસિયા ક્રિસ્ટીન, બ્રાઝિલની ક્રિસ ગેલેરા પોતાને પરણી ચૂકી છે. આ એવી અનુભૂતિ છે જેમાં વ્યક્તિને લગ્ન કરવા હોય છે. પણ વરરાજો ન જà«
11:47 AM Jun 04, 2022 IST | Vipul Pandya
સોલોગેમી. મતલબ કે ખુદને પરણવું. વડોદરાની ચોવીસ વર્ષી યુવતી 11મી જૂને પોતાને જ પરણવાની છે. આ વાત વહેતી થઈ અને વિવાદ શાંત થવાનો નામ નથી લેતો. આ યુવતી સાથે 'ગુજરાત ફર્સ્ટ'ની એક્સક્લુઝીવ વાતચીતના અંશો.  
દુનિયામાં અગાઉ પણ લોકો પોતાને પરણ્યા છે. ઓસ્ટ્રેલિયાની પેટ્રીસિયા ક્રિસ્ટીન, બ્રાઝિલની ક્રિસ ગેલેરા પોતાને પરણી ચૂકી છે. આ એવી અનુભૂતિ છે જેમાં વ્યક્તિને લગ્ન કરવા હોય છે. પણ વરરાજો ન જોઈએ. એ ખુદને પ્રેમ કરે અને ખુદને જ પરણે. વાંચવામાં અને સ્વીકારવામાં અઘરું લાગે. સાથોસાથ ભારત દેશના કાયદામાં પોતાને પરણવા અંગે કોઈ કાયદો નથી. મતલબ કે, તમે તમને ન પરણી શકો. ભારતમાં સેમસેક્સને સ્વીકૃતિ મળી છે. પણ સજાતીય લગ્નો ગેરકાયદે છે. સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીના મતે સોલોગેમી હોવું એ કોઈ વિકૃતિ નથી. આ પ્રકારની વ્યક્તિ લોકોનું ધ્યાન ખેંચવા માટે કંઈક એવું કરે કે એની ચર્ચા થાય. અને પોતે વિખ્યાત બની જાય.  
વડોદરાની એક યુવતી જેનું આધાર કાર્ડમાં નામ જુદું છે પણ પોતે સમજણી થઈ ત્યારથી પોતાના હુલામણા નામ ક્ષમા બિંદુથી જાતને ઓળખાવાનું પસંદ કરે છે. સમાજશાસ્ત્રની ગ્રેજ્યુએટ યુવતી એક પ્રાઈવેટ ફર્મ માટે આઉટસોર્સિંગ કરે છે. ઘર કરી ગયેલી માન્યતાને એ તોડવા માગે છે. એનું સોશિયલ મીડિયા સુપર બોલ્ડ ફોટાઓથી ભરેલું છે. એ કવયિત્રી છે. લેખક છે. લોકોને એ ભેજાગેપ લાગે છે. ઘણાંખરા લોકોને એવું લાગે છે કે, પબ્લીસિટી માટે એ આ બધું કરે છે. ક્યારેક એને મન થાય તો એ માથાના વાળ ઉતરાવીને મુંડન સ્ટાઈલ ધારણ કરે છે તો ક્યારેક એ લાલ કલરની સેલોટેપ મોં પર લગાવીને બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો પોસ્ટ કરીને લોકોનું ધ્યાન ખેંચે છે. એના દરેક સ્ટેટસમાં એની પોતાની લખેલી પંક્તિઓ એ મૂકે છે. પોતાની વાત, વ્યથા અને વિચારોને કાવ્ય સ્વરુપે એ ઢાળે છે. જો કે, આજકાલ એણે પોતાના  ઘરની બહાર બોર્ડ લગાવી દીધું છે કે, નો મીડિયા એલાઉડ. પોતાની એક વાત વહેતી થઈ એમાં એ ફેમસ થઈ ગઈ. પણ એનું આ ફેમસ થવું ક્યાંક એને કનડી રહ્યું છે. ખૂબ જ નિખાલસતાપૂર્વક એણે 'ગુજરાત ફર્સ્ટ'સાથે વાત માંડી.  
ક્ષમા બિંદુ કહે છે, હું નાની હતી ત્યારથી મને ખૂબ જ પ્રેમ કરું છું. ત્રણેક મહિના પહેલા મને વિચાર આવ્યો કે, દુનિયામાં સૌથી વધુ તમે જેને પ્રેમ કરો એ વ્યક્તિને તમે પરણો છો. હું મને પ્રેમ કરું છું અને મને પરણવા માગું છું. એ બાદ મેં ગૂગલ કર્યું કે, can I marry myself? એ પછી તો જાણે ગૂગલ ઉપર મને અઢળક માહિતી મળી. મારા મિત્રો મળ્યા એટલે મેં એમના કાને આ વાત નાખી. પહેલાં તો એમણે આ વાતને હસી કાઢી. બાદમાં ફરી મુલાકાત થઈ ત્યારે એમને મારાં વિચારની ગંભીરતા સમજાઈ. મેં કહ્યું કે, હું વેન્યુ અને કાર્ડઝની તૈયારી કરું છું. એક સરસ મજાનો દિવસ નક્કી કર્યો છે. 11મી જૂન. સાંજના સમયે હું મને પરણવાનું પ્લાનિંગ કરું છું. લગ્ન માટે ચૂડો, લહેંગો અને પીઠી ચોળવાના તેમજ મહેંદીના કપડાંનું શોપીંગ કરી રહી છું. આ વાત કહી એટલે મારા મિત્રોને મારી વાતની ગંભીરતા સમજાઈ. એ પછી બધાં જ મિત્રો મારા લગ્નની તૈયારીમાં લાગી ગયા છે.  
પોતાને પરણવાની વાત જેવી પ્રસાર માધ્યમોમાં આવી કે ક્ષમાની જિંદગી 360 ડિગ્રીએ ફરી ગઈ છે. ક્ષમા કહે છે, મેં એવું વિચારેલું કે મારાં લગ્નનું એક નાનકડું ફંકશન કરીશ. જેમાં મારાં અંગત મિત્રો હશે. હું મારો જ સેંથો સિંદૂરથી પૂરીશ અને હું મને જ હાર પહેરાવીશ. હું મારી જ સાથે ફેરા ફરીશ. આ વિચાર જ મને બહુ રોમાંચિત કરી દે છે. પણ જેવું બધું જાહેર થઈ ગયું કે, હું હજુ સવારે ઉઠી કે મારા ઘરની બહાર પચીસ મીડિયાકર્મી આવી ગયા હતા. મને કોઈએ પૂછ્યું નથી કે, તમે તમારી વાત કરવા માગો છો કે નહીં. બસ બધાં પૂછવા લાગ્યા. હું વાત કરવા માંડી. મને સહેજપણ અંદાજ ન હતો કે મારી વાતથી આટલો બધો હોબાળો મચી જશે. હું કંઈ સમજુ એ પહેલાં તો ટીકા થવા માંડી. હિન્દુત્વની વાતો આવવા માંડી. કોઈએ મને પબ્લીસિટીની ભૂખી કહી તો કોઈ મારી વાતને પબ્લીસિટી સ્ટંટ ગણાવવા લાગ્યું.    
સોશિયલ મીડિયા પર આ વાત વહેતી થઈ કે ક્ષમાને ભાતભાતની કમેન્ટ્સ આવવા લાગી. ઘણી બધી ટીકાઓ અને કેટલાક લોકોએ એના આ પગલાંનું સ્વાગત કર્યું. હકીકતે કોવિડના સમયમાં પોતાની જાત સાથે એકલાં રહેનારા ઘણાં લોકો પોતાના જ પ્રેમમાં પડી ગયેલા. એમને પોતાની જાત સાથેને પ્રેમ જ એટલો ઉચ્ચ કોટિનો લાગવા માંડ્યો કે એ બીજા કોઈને ચાહી જ ન શકે. ક્ષમા બિંદુ કહે છે, નેગેટીવ વાતોની મારા ઉપર થોડો સમય ખૂબ અસર રહી. બાદમાં હું સ્વસ્થ થઈ ગઈ. એ દિવસોમાં મારી સોસાયટીમાં રહેલાં કેટલાંક રહીશો પણ મારી ઘરે થતી સતત આવન જાવનથી ત્રાસી ગયેલા. એ સમયે હું થોડી વાયલન્ટ પણ થઈ ગઈ હતી. દેશ-વિદેશના મીડિયામાંથી મારો ઈન્ટરવ્યૂ લેવાયો એ પછી મારા મિત્રો મારી વધુ ચિંતા કરવા લાગ્યા. એ બધાં મને સતત ફોન કરીને પૂછવા લાગ્યા કે, તું બરોબર છેને? ક્ષમા એના માતા-પિતા વિશે કોઈ જવાબ આપવાનું ટાળે છે.  
એ કહે છે, સાચી વાત એ છે કે, મારું આંખોએ નાનપણમાં એક સપનું જોયેલું હું દુલ્હન બનીશ. તમે નહીં માનો હું જ્યારે મારું શોપીંગ કરવા ગઈ તો મને એટલો રોમાંચ થતો હતો કે વાત જવા દો. જે દિવસે  મેં મારો વેડિંગ ડ્રેસ ખરીદ્યો અને દુકાનદારે મારા માથે એની લાલચટ્ટક ઓઢણી મૂકી એ ક્ષણે હું રીતસર રડી પડી.  
લગ્નમાં પોતે કોઈની વધૂ નથી બનવાની એટલે ક્ષમાએ મહેંદી ફંકશન માટે કુર્તો, પાયજામો અને ધોતી ખરીદ્યા છે. હલદી- પીઠી ચોળવાની વિધિમાં એ પીળી સાડી પહેરવાની છે. ક્ષમા કહે છે, ભારત બહુ મોર્ડન દેશ છે. 377ની કલમ અને સેમસેક્સની વ્યક્તિ સાથે તમે રહી શકો એ વાત જ સૂચવે છે કે, આપણો દેશ બદલાઈ રહ્યો છે. લોકોની વિચારસરણીમાં થોડો બદલાવ હું પણ લાવવા માગુ છું.  
આ લખાઈ રહ્યું છે ત્યારે ઈન્સ્ટાગ્રામના ઘોસ્ટ એકાઉન્ટમાંથી @dharmic_girl લખે છે કે, હું આ છોકરીને નાનપણથી ઓળખું છું. એણે એમાં આ યુવતીનું સાચું નામ પણ લખી નાખ્યું છે. એ ભલે કોઈ ખોટાં નામ સાથે પ્રાઈવેટ એકાઉન્ટ રાખે પણ એ કોઈ યુવતીનું સાચું નામ લખતાં અચકાતી નથી. આ જ આપણી માનસિકતા બતાવે છે કે, આપણે કોઈ વાત જુદી વાત સ્વીકારી નથી શકતા. ક્ષમા કહે છે, હું બે દિવસથી ઘરની બહાર નથી નીકળી. મને ડર છે કે મેં જે સપનું જોયું છે એ પૂરું થઈ શકશે કે કેમ? મને ખબર ન હતી કે, આટલો હેટરેટ મળશે અને ગંદા રિસ્પોન્સ આવશે. એ કહે છે, આપણને ભગતસિંહ જોઈએ છે. ગમે છે પણ આપણાં ઘરમાં ન હોવો જોઈએ ભગતસિંહ. આપણે ત્યાં ઝાડને પરણી શકાય, શ્વાનને પરણી શકાય પણ તમે પોતાને પ્રેમ કરતા હોવ તો પોતાને ન પરણી શકો. આપણે ત્યાં કોઈ સામેવાળાની લાગણીનો વિચાર જ નથી કરતાં.  
આપણે શીલા કી જવાની ગીતમાં એવું મોટા અવાજે ગાઈએ છીએ કે, મેં તો ખુદ સે હી પ્યાર જતાઉં કે પછી જબ વી મેટમાં કરીના કપૂર કહે છે કે, મેં તો અપની ફેવરીટ હું ત્યારે આપણે એવું બોલીએ વાહ... પણ જો કોઈ એમ કહે કે હું મને ચાહું છું તો આપણાં નાકનું ટીચકું ચડી જાય. હા, કાયદાકીયરીતે કેટલીક વાતો અશક્ય હોય એનો સ્વીકાર ન થઈ શકે. પણ એના કારણે કોઈ પોતાની જાતને પ્રેમ કરવાનું ન છોડી શકે.  
ક્ષમા છેલ્લે પોતાની એક લાઈન કહે છે, I am just a girl who cared enough to try....
Tags :
girlGujaratFirstIndia'sFirstSologamyMarriageSelfMarriageinGujaratSologameVdodara
Next Article