Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BAPS સંસ્થાના બાળકો વેકેશનના 15 દિવસ વ્યસન મુક્તિ અભિયાન ચલાવશે

પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં બી.એ.પી.એસ સંસ્થાના બાળ પ્રવૃત્તિ દ્વારા બાળકોને ઉનાળાના વેકેશનનો સદઉપયોગ કરીને ઘરે ઘરે જઈને 'વ્યસન મુક્તિનો તથા પ્રકૃતિ સંવર્ધન' અભિયાન અંતર્ગત સંદેશો પાઠવશે. પાદરા તાલુકામાં 700 બાળકો અને 200 બાલિકાઓ આ અભિયાનમાં જોડાશે.વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં બી.એ.પી.એસ સંસ્થા દ્વારા ઉનાળા વ
baps સંસ્થાના બાળકો વેકેશનના 15 દિવસ વ્યસન મુક્તિ અભિયાન ચલાવશે
પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં બી.એ.પી.એસ સંસ્થાના બાળ પ્રવૃત્તિ દ્વારા બાળકોને ઉનાળાના વેકેશનનો સદઉપયોગ કરીને ઘરે ઘરે જઈને 'વ્યસન મુક્તિનો તથા પ્રકૃતિ સંવર્ધન' અભિયાન અંતર્ગત સંદેશો પાઠવશે. પાદરા તાલુકામાં 700 બાળકો અને 200 બાલિકાઓ આ અભિયાનમાં જોડાશે.
વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં બી.એ.પી.એસ સંસ્થા દ્વારા ઉનાળા વેકેશનનો સદ ઉપયોગ કરી સેવાકીય પ્રવૃતિ સાથે સમાજને વ્યસન મુક્ત કરી સાથે સંવર્ધનનું જતન કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવનાર છે કે અભિયાનમાં બાળકો ઘરે ઘરે જઈને આ સંદેશો પહોંચાડશે. તા.8 થી 31 મે દરમિયાન દેશભરમાં બી.એ.પી.એસના બાળ મંડળ દ્વારા 'વ્યસન મુક્તિ તથા પ્રકૃતિ સંવર્ધન' નો સંદેશો પાઠવશે. જેમાં બાળકો ઘરે ઘરે જઈને વ્યસન મુકિતનો સંદેશો આપશે. આ માટે પાદરા તાલુકામાં 700 બાળકો આ અભિયાનમાં જોડાશે જે અભિયાન નિમિત્તે પાદરા બી.એ.પી.એસ મંદિર ખાતે બાળકોએ સંકલ્પ લીધો હતો. ત્યારે પૂજ્ય સંતોએ બાળકો આપના ઘરે આવે ત્યારે આ બાળકોને સહકાર આપી વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞાબદ્ધ બનવા અપીલ કરી હતી.
વ્યસન મુકિતના અભિયાનની સાથે સાથે 'પ્રકૃતિ સંવર્ધન અભિયાન' ની પણ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પાદરા તાલુકાની 200 બાલિકાઓ આ અભિયાનમાં જોડાશે. જેમાં 'પ્રકૃતિ સંવર્ધન' ના સંદેશા અંતર્ગત વીજળી, પાણીની બચત કરવા અને વૃક્ષનું જતન કરવાનો સંદેશો પાઠવશે. તા. 8થી 31 મે દરમિયાન 'વ્યસન મુકિતનો તથા પ્રકૃતિ સંવર્ધન' સંદેશો તાલુકાના દરેક ગામમાં પહોંચાડવામાં 900 બાળકો આ અભિયાન અંતર્ગત ઘરે ઘરે તેમજ જાહેર સ્થળોએ પરિભ્રમણ કરશે. સાથે આ અભિયાનનું સમાપન 31 મી મેના રોજ કરવામાં આવશે, આ અભિયાનના સમાપન નિમિત્તે પાદરા ખાતે વિશાળ રેલી પણ યોજાશે.
Advertisement
Tags :
Advertisement

.