વડોદરામાં રખડતા ઢોરનો વધ્યો ત્રાસ, અડફેટે લેતા એક વિદ્યાર્થીએ ગુમાવી આંખ
રાજ્યમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરને તમે જોયા જ હશે. ઘણીવાર આ રખડતા ઢોર આવતા-જતા કોઇને કોઇ વાહનને નુકસાન પહોંચાડતા હોય છે. ઘણીવાર સામાન્ય નાગરિકને રખડતા ઢોરના કારણે ગંભીર ઈજાઓ પણ થતી આપણે જોઇ ચુક્યા છીએ. તાજેતરમાં પણ આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. વડોદરામાં વાઘોડિયા રોડ પાસેથી પસાર થઇ રહેલી ગાયે વાહનચાલક એક વિદ્યાર્થી જેનું નામ હેનિલ છે તેને અડફેટે લીધો હતો. આ સમગ્ર ઘટનàª
06:56 AM May 12, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરને તમે જોયા જ હશે. ઘણીવાર આ રખડતા ઢોર આવતા-જતા કોઇને કોઇ વાહનને નુકસાન પહોંચાડતા હોય છે. ઘણીવાર સામાન્ય નાગરિકને રખડતા ઢોરના કારણે ગંભીર ઈજાઓ પણ થતી આપણે જોઇ ચુક્યા છીએ. તાજેતરમાં પણ આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે.
વડોદરામાં વાઘોડિયા રોડ પાસેથી પસાર થઇ રહેલી ગાયે વાહનચાલક એક વિદ્યાર્થી જેનું નામ હેનિલ છે તેને અડફેટે લીધો હતો. આ સમગ્ર ઘટના ત્યા હાજર એક CCTV માં કેદ થઇ ગઇ છે. જે મુજબ રસ્તા પર આ ગાય આરામથી જઇ રહી છે. ત્યારે અચાનક બીજી બાજુના રસ્તેથી આવેલા એક શખ્સે આ ગાયને રોડ પરથી ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન જ વિદ્યાર્થી આ ગાયની અડફેટે આવી ગયો હતો. ગાયની અડફેટે આવ્યા બાદ વિદ્યાર્થી રસ્તા પર પડી ગયો હતો. મળી રહેલી માહિતી અનુસાર, આ ઘટનામાં વિદ્યાર્થીએ તેની આંખ ગુમાવી દીધી છે. ઘટના બુધવાર સાંજની હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. ઘટનામાં વિદ્યાર્થીએ આંખ ગુમાવતા તેના પરિવારજનોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત હેનિલને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે.
રાજ્યમાં રખડતા ઢોર અવાર-નવાર અસંખ્ય લોકોના ભોગ લઇ રહ્યા છે. ત્યારે વડોદરામાં બનેલી આ રુંવાડા ઉભા કરી દેતી ઘટના કે જેમા આ વિદ્યાર્થીએ પોતાની આંખ ગુમાવી દીધી છે. જેને લઇને પરિવારજનો પણ ભારે ગુસ્સો પાલિકા પર ઉતારી રહ્યા છે. તેમનું સાફ કહેવું છે કે આ માટે માત્ર ને માત્ર પાલિક જ જવાબદાર છે. એવું નથી આ પહેલીવાર જ બન્યું હોય, આ પહેલા પણ રાજ્યમાં ઘણીવાર આ પ્રકારના બનાવો બનતા હોય છે, જેમા ઘણા લોકોનું મોત પણ નીપજ્યું છે.
Next Article