Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બરોડા ડેરીમાં સફેદ દૂધની આડમાં ચાલે છે કાળો કારોબાર, ધારાસભ્ય કેતન ઇનામદારનો આરોપ

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે (Ketan Inamdar) બરોડા ડેરી (Baroda Dairy) ના સત્તાધીશો પર ગંભીર પ્રકારના આરોપો લગાવ્યા છે. પત્રકાર પરિષદમાં કેતન ઈનામદાર દ્વારા બરોડા ડેરીમાં ચાલતી ગેરરીતિનો કચ્ચોચિઠ્ઠો ખોલી દેવામાં આવ્યો હતો.ડેરીના સત્તાધીશો સામે બાયો ચઢાવીસૌ કોઈ જાણે છે કે છેલ્લા ઘણા સમયથી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર બરોડા ડેરીના સત્તાધીશોથી નારાજ ચાલી રહ્યા છે. ભૂતકાળમાં પણ કેતન ભાઈ દ્વ
03:41 AM Feb 12, 2023 IST | Vipul Pandya
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે (Ketan Inamdar) બરોડા ડેરી (Baroda Dairy) ના સત્તાધીશો પર ગંભીર પ્રકારના આરોપો લગાવ્યા છે. પત્રકાર પરિષદમાં કેતન ઈનામદાર દ્વારા બરોડા ડેરીમાં ચાલતી ગેરરીતિનો કચ્ચોચિઠ્ઠો ખોલી દેવામાં આવ્યો હતો.
ડેરીના સત્તાધીશો સામે બાયો ચઢાવી
સૌ કોઈ જાણે છે કે છેલ્લા ઘણા સમયથી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર બરોડા ડેરીના સત્તાધીશોથી નારાજ ચાલી રહ્યા છે. ભૂતકાળમાં પણ કેતન ભાઈ દ્વારા ડેરીમાં ચાલતી ગેરરીતિ પ્રજા સમક્ષ ઉઘાડી પાડવામાં આવી હતી ત્યારે હવે વધુ એક વખત કેતન ઈનામદારે ડેરીના સત્તાધીશો સામે બાયો ચઢાવી છે.

ડેરીના સત્તાધીશો એ ક્યારેય સભાસદોની ચિંતા કરી નથી
આજે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા એક પત્રકાર પરિષદનુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં તેમણે બરોડા ડેરીના સત્તાધીશો સામે ગંભીર પ્રકારના આરોપો લગાવતા જણાવ્યું હતું કે બરોડા ડેરીના સત્તાધીશો એ ક્યારેય સભાસદોની ચિંતા કરી નથી. સત્તાધીશો દ્વારા આજ દિન સુધી જે કાંઈ પણ નિર્ણયો લેવાયા તે ફક્ત ને ફક્ત પોતાના અંગત સ્વાર્થ માટે જ લેવામાં આવ્યા છે.
કોલ્ડ રૂમના કોન્ટ્રાક્ટમાં દસ લાખનો ભ્રષ્ટાચાર 
બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે વધુમાં જણાવ્યું હતું કે ડેરીના નિયામક મંડળ અને એમ. ડી દ્વારા આચરાયેલી ગેરરીતિ સામે મારી ઝુંબેશ ચાલી રહી છે. ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સંદર્ભે મારી પાસે અનેક ફરિયાદો આવી છે. ડેરી ના સત્તાધીશો દ્વારા કોલ્ડ રૂમના કોન્ટ્રાક્ટમાં દસ લાખનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. અહીંયા ચાલતી ટેન્ડર પ્રક્રિયામાં પણ ગોલમાલ કરવામાં આવે છે.સત્તાધીશો દ્વારા ડેરી ના વાર્ષિક મેઇન્ટેનન્સ માટે રૂ. 10 લાખનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની માહિતી સામે આવી છે. 
 37.27 લાખનો ભ્રષ્ટાચાર 
તો સાથે જ કેતન ઇનામદાર દ્વારા  બરોડા ડેરીના સુગમ પ્લાન્ટ ખાતે ચીઝ સ્પ્રેડ બનાવવા માટે 130 લિટર કેપેટીસીના યુનિવર્સલ મિક્ષર કમ કુકરની ખરીદીમાં રૂ. 37.27 લાખનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.બરોડા ડેરીના બોડેલી ચિલીંગ સેન્ટર ખાતે નવા બનાવવામાં આવેલા પ્લાન્ટ માટે પ્રોડક્શન એક વર્ષ પહેલા જ બિન જરૂરી વીજ જોડાણ લેવામાં આવ્યું હતું જેના કારણે દર મહિનાના વિજ બિલમાં ફિક્સ ચાર્જ પેટે રૂ. 3.50 લાખ એટલે કે  14 માસ પેટે કુલ રૂ. 49 લાખનું નુકશાન બરોડા ડેરી ને પહોંચ્યું હતું.એમાં પણ બોડેલી ચિલિંગ સેન્ટર ખાતે બનાવવામાં આવેલા અઢી લાખ લિટર દૈનિક ક્ષમતા ના દુધ પ્રોસેસીંગ પ્લાન્ટની ક્ષમતા પ્રમાણે ઉપયોગ નહિ કરીને ડેરી સત્તાધીશો દ્વારા દર મહિને મોટું આર્થિક નુકશાન પહોંચાડવામાં છે,

બિનજરૂરી કર્મચારીઓની ભરતી 
આજ પ્રમાણે ડેરીના સત્તાધીશો દ્વારા જરૂરિયાત ન હોવા છતાં વર્ષ 2012 માં પરિવારવાદ ચલાવી બિનજરૂરી કર્મચારીઓ ની ભરતી કરી દેવામાં આવી હતી.જેમાં ડેરી ના ઉચ્ચ કક્ષાના હોદ્દેદાર થી માંડી કાર્યકારી પ્રમુખ, ડિરેક્ટરો સુધી ગેરરીતિ આચરવામાં આવી છે.કેતન ઇનામદાર ના જણાવ્યા અનુસાર ડેરીમાં મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સુપ્રીટેન્ડેન્ટ સહિત અન્ય કામદારો ની જરૂરિયાત નહિ હોવા છતા સત્તાધીશોએ પોતાના લાગતા વળગતાને નોકરી આપી મોટા પ્રમાણમાં લોકોની ભરતી કરીને ડેરીને મોટું નુકશાન પહોંચાડવામાં આવ્યું છે.

ભરતી પ્રક્રિયામાં ગેરરિતી
ભરતી પ્રક્રિયાના ભ્રષ્ટાચાર માં સામેલ સત્તાધીશોની યાદી ખૂબ લાંબી છે જે અંગે વિસ્તાર થી વાત કરવામાં આવે તો ડેરીના ડિરેક્ટર રમેશભાઇ બારીયા અગાઉ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી વડોદરામાં નોકરી કરતા હતા જે બાદ તેઓ બરોડા ડેરીની નિયામક મંડળમાં હાલ ચાલુ છે.તેમની દિકરી અંકિતા બારીયા હાલ ડેરી ના માર્કેટીંગ વિભાગમાં ફરજ બજાવે છે.હાલના કાર્યકારી પ્રમુખ જી.બી. સોલંકીના જમાઇ જી.કે. ચૌહાણ એડમીન ઇન્ચાર્જ છે. તેમનો ભાણો યુવરાજસિંહ સેનેટરી વિભાગમાં ફરજ બજાવે છે.તેમના ભાણેજ જમાઇ મૃગ્રેશ ચૌહાણ એન્જિનીયરીંગ વિભાગમાં ફરજ બજાવે છે. અન્ય ડિરેક્ટર કુલદિપસિંહ રાઉનલજીનો ભત્રીજો જયરાજસિંહ રાઉલજી પ્રોડક્શન વિભાગમાં સુપરવાઇઝર છે. તેમજ હાર્દિક રાઉલજી ઇલેક્ટ્રીકલ એન્જિનીયર છે.તથા તેઓના ભત્રીજાની પત્ની કિર્તિબેન રાઉલજી ક્વોલીટી ટેસ્ટીંગ સુપરવાઇઝરની ફરજ બજાવે છે.તો સાથે જ તિલકવાડાથી ડિરેક્ટર જ્યોતિંદ્રસિંહ પરમારની દિકરી નેહા પરચેઝ વિભાગમાં ફરજ બજાવે છે.વિ.ડી. કોર્પોરેશન તથા અંકુર એગ્રો દ્વારા છેલ્લા 10 વર્ષથી બરોડા ડેરીમાં રો મટીરીયલ પહોંચાડવામાં આવે છે. એજન્સીના માલિક યતિન શાહ છે. તેમના પાર્ટનર તરીકે જી.બી. સોલંકીની દિકરી છે.ડેરી ના નિયમો વિરુદ્ધ જઈ સત્તાધીશો દ્વારા દર વર્ષે આ કોન્ટ્રાક્ટ રિન્યુ કરી દેવામાં આવે છે.
કલેકટરે સહકારી મંડળીના જિલ્લા રજિસ્ટ્રારને તપાસ સોંપી
ઉલ્લેખનીય છે કે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારની લેખિત રજૂઆતના પગલે કલેકટરે સહકારી મંડળીના જિલ્લા રજિસ્ટ્રારને તપાસ સોંપી છે. સમગ્ર મામલે સહકારી મંડળીના જિલ્લા રજિસ્ટ્રારએ તપાસ પણ શરૂ કરી દીધી છે,જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા બુધવાર સુધી તપાસ પૂરી કરી રિપોર્ટ સુપરત કરવામાં આવનાર છે ત્યારે કેતન ઈનામદાર એ જણાવ્યું હતું કે હું ગુરુવાર સુધી હું રાહ જોઇશ. ગુરુવાર સુધી ન્યાય નહિ મળે તો હું પશુપાલકો સાથે બરોડા ડેરી સામે ઉગ્ર આંદોલન કરીશ.સત્તાધીશો દ્વારા પશુપાલકો તેમજ નાગરિકો સાથે અન્યાય કરવામાં આવ્યો છે,ત્યારે હું કોઈપણ કસૂરવાર ને નહિ છોડુ.
આ પણ વાંચો--અંબાજીમાં આજથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BarodaDairyGujaratFirstKetanInamdarmalpracticesMLASavliVadodara
Next Article