Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લોકોને વ્યાજખોરીની ચુંગાલમાંથી મુક્ત કરવા પોલીસે યોજ્યો લોન ધિરાણ કેમ્પ

રાજ્યમાં વ્યાજખોરીના અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે  વ્યાજખોરીના દુષણને ડામવા માટે  ડભોઇ  પોલીસ (Dabhoi Police) દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી કેમ્પ યોજાયો હતો.લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ યોજાયોગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તથા વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ડભોઇ પીઆઇ એસ.જે.વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલી લોન ધિરાણ માર્ગદàª
07:15 AM Feb 09, 2023 IST | Vipul Pandya
રાજ્યમાં વ્યાજખોરીના અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે  વ્યાજખોરીના દુષણને ડામવા માટે  ડભોઇ  પોલીસ (Dabhoi Police) દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી કેમ્પ યોજાયો હતો.

લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ યોજાયો
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તથા વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ડભોઇ પીઆઇ એસ.જે.વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલી લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. પાયાની ઈટ ગણાવી નાના ગામડાઓ સુધી નાના અને મધ્યમ વર્ગના લોકોને ધિરાણ કરી બેન્કોને દ્વારા મહત્વનું કામ કરતી હોવાનું જણાવ્યું હતું.
પોલીસની નવી પહેલ
ડભોઇ  પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરનાર કરનાર અને ઉંચા વ્યાજ વસૂલાત વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું ચાલુ કરેલ છે. તેમજ આ વ્યાજખોરના ત્રાસમાંથી નાગરિકોને મુક્તિ મળે અને તેઓ પોતાની નાણાકીય જરૂરિયાતો બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી સરળતાથી ધિરાણ મેળવી પૂરી કરી શકે તે માટે આ સંસ્થાઓ સાથે સંકલન કરી ડભોઈ પોલીસ તંત્રએ પ્રજાલક્ષી પહેલ કરી ડભોઈ લેઉવા પાટેલ સમાજ વાડી ખાતે " લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ " નું આયોજન કરવામાં આવ્યું હતું.
વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ઝૂંબેશ
 સમગ્ર રાજ્યમાં જાન્યુઆરી મહિનાથી વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. તે સંદર્ભે આવેલી અરજીઓ અને ફરિયાદોને ધ્યાનમાં રાખી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈપણ ગરીબ કે માધ્યમ વર્ગીય નાગરિક આવાં વ્યાજખોરની ચંગુલમાં ન ફસાય તે માટે જાગૃતિ લાવવા લોકદરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે લોકદરબારમાં નાગરિકોને વ્યાજખોરોથી સાવધાન રહેવા જાગૃત કરાયાં હતાં. તેમજ જો નાણાંકીય જરૂરિયાત ઉભી થાય તો આરબીઆઈની ગાઈડલાઈન મુજબ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી સરળતાથી ધીરણ મેળવી શકે તે અંગે નાગરિકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
નાગરીકોને સમજણ અપાઇ
 આ કેમ્પમાં ડભોઈ નગરમાં કાર્યરત નામાંકિત બેંકો અને નાણાકીય સંસ્થાઓના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહયાં હતા. તેઓએ નાગરિકોને આવી સંસ્થાઓમાંથી સરળતાથી ધિરાણ કઈ રીતે મેળવવું તે અંગે સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સામાન્ય તેમજ મધ્યમ વર્ગનો કોઈપણ નાગરિક હવેથી આવાં વ્યાજખોરની ચંગુલમાં ન ફસાય અને આવા તત્વોથી સચેત રહે તેવા આશયથી આ કેમ્પ રાખવામાં આવેલ. આ કેમ્પમાં ડભોઈના પી.આઈ. એસ.જે.વાઘેલા સહિતનાં ઉચ્ચ અધિકારીઓ, બેંકના અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.
આ પણ વાંચો--આળસુ પીઆઇનું અભય કવચ ચિરાઈ જવાની તૈયારી શરુ થઇ ગઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
DabhoiDabhoiPoliceGujaratFirstLoanDisbursementCampUsury
Next Article