ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તેલના ડબ્બા ચોરીને અંજામ આપતો માસ્ટરમાઈન્ડ 3 વર્ષ બાદ સુરત પોલીસે ઝડપ્યો

સુરત પોલીસે સરથાણા વિસ્તારમાંથી આરોપીને પકડી પાડ્યો 200 નંગ ડબ્બાથી ભરેલા ટેમ્પોને લઈ ફરાર થઈ ગયો ચોરીના ગુના દાખલ કરીને આગળ તજવીજ શરું કરી Surat Police News : સુરત પોલીસે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. સુરત પોલીસે 3...
09:18 PM Oct 02, 2024 IST | Aviraj Bagda
Surat Police News

Surat Police News : સુરત પોલીસે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. સુરત પોલીસે 3 વર્ષથી ચોરીને અંજામ આપતો કુખ્યાત ચોરને પકડી પાડ્યો છે. ત્યારે આ ચોરની ધકપકડ કરીને અનેક ચોરીના ભેદ ઉકેલયા છે. તે ઉપરાંત આ ચોર પાસેથી લાખોનો માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે આ ચોર પોતાની અનોખી ચોરી માટે પ્રખ્યાત હતો. આ ચોરી માત્ર તેલના ડબ્બાની ચોરી કરતો હતો.

સુરત પોલીસે સરથાણા વિસ્તારમાંથી આરોપીને પકડી પાડ્યો

સુરત પોલીસે સરથાણા વિસ્તારમાં તેલના ડબ્બા ચોરને પકડી પાડ્યો છે. તો આરોપી ચેતન પટેલ છેલ્લા 3 વર્ષથી વોન્ટેડ હતો. તો તાજેતરમાં સરથાણા વિસ્તારમાં તેલની ચોરીને અંજામ આપ્યો હતો. તેણે એક તેલના ડબ્બા લઈને જતા ટેમ્પો લઈને ફરાર થઈ ગયો હતો. આ ટેમ્પોમાં આશરે 200 જેટલા તેલના ડબ્બા હતાં. તો આ મામલે અજયકુમાર વસાવા દ્વારા સરથાણા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.

આ પણ વાંચો: માતાના મઢે જતા યાત્રાળુઓને કાળ ભરખી ગયો, 3 લોકોના મોત

200 નંગ ડબ્બાથી ભરેલા ટેમ્પોને લઈ ફરાર થઈ ગયો

જોકે આરોપી મૂળ સ્વરૂપે ગોંડલનો વતની છે. તો ફરીયાદી અજયકુમાર રાજેન્દ્રભાઇ વસાવાના જણાવ્યા અનુસાર, ટેમ્પોમાં તેલના 200 નંગ ડબ્બા લઇ સુરત શહેરમાં ડીલેવરી આપવા જતા હતો. ત્યારે આરોપી ચેતન પટેલ સહ-આરોપી સાથે એક્ટીવા ઉપર આવ્યો હતો. તારો ટેમ્પો અમારી ગાય સાથે અથડાયો છે. તેમ કહીને તેને પોતાની સાથે લઈ ગયા હતાં.

ચોરીના ગુના દાખલ કરીને આગળ તજવીજ શરું કરી

ત્યારબાદ ફરીયાદીના મોબાઇલ પડાવીને તેમાંથી સીમ કાર્ડ નીકાળી લેવામાં આવ્યા હતાં. તે પહેલા ફરિયાદી અજયકુમાર વસાવાને ગોળ ગોળ ફેરવીને તેની સાથે સમય પસાર કર્યો હતો. તે દરમિયાન આરોપી ચેતન પટેલે તેલના ડબ્બથી સજ્જ ટેમ્પોને લઈ ફરાર થઈ ગયો હતો. તેથી ફરિયાદીની તુરંત પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. તેથી કુખ્યાત આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. હાલમાં, ચેતન પટેલ વિરુદ્ધ ચોરીના ગુના દાખલ કરીને આગળ તજવીજ શરું કરી છે.

આ પણ વાંચો: Surat Crime Branch એ મોબાઈલ શોપમાં લૂંટ માચાવતો રીઢો ગુનેગાર ઝડપી પાડ્યો

Tags :
GujaratGujarat FirstGujarat NewsOilOil CansSurat PoliceSurat Police NewsTheifTrending NewsViralViral News
Next Article