ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

મણિપુર રાજ્યપાલનું અલ્ટીમેટમ, 7 દિવસમાં લુંટાયેલા હથિયાર પરત સોંપી દો નહી તો...

મણિપુરના રાજ્યપાલે એક અધિકારીક નિવેદનમાં જણાવ્યું કે, સામાન્ય સ્થિતિ બહાલ કરવા માટે રાજ્યના તમામ સમુદાયને દુશ્મનીને ખતમ કરવા અને સમાજમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે આગળ આવવું જોઇએ
08:02 PM Feb 20, 2025 IST | KRUTARTH JOSHI
featuredImage featuredImage
Manipur Governor

નવી દિલ્હી : મણિપુરના રાજ્યપાલે એક અધિકારીક નિવેદનમાં જણાવ્યું કે, સામાન્ય સ્થિતિ બહાલ કરવા માટે રાજ્યના તમામ સમુદાયને દુશ્મનીને ખતમ કરવા અને સમાજમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે આગળ આવવું જોઇએ, જે લોકોએ પોતાની સામાન્ય દિન પ્રતિદિન ગતિવિધિઓમાં પરત ફરી શકે.

મણિપુર રાજ્યપાલ અજય ભલ્લાએ આપ્યો આદેશ

મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લાએ મૈતેઇ અને કુકી સહિત સુબેના તમામ સમુદાયોના લોકોને લુટાયેલા અને બિનકાયદેસર રીતે રખાયેલા હથિયારોને સાત દિવસની અંદર સોંપવા માટે જણાવ્યું છે. તેની સાથે જ તેમણે આશ્વાસન આપ્યું કે અલ્ટીમેટમનું પાલન કરનારાઓની વિરુદ્ધ કોઇ દંડાત્મક કાર્યવાહી નહીં કરવામાં આવે.

આ પણ વાંચો : Gujarat Budget 2025 અંગે BJP, કોંગ્રેસ, AAP નાં નેતાઓની પ્રતિક્રિયા, મહિલાઓ-ખેડૂતોએ કહી આ વાત!

રાજ્યના તમામ લોકોને દુશ્મની ખતમ કરવા અપીલ

રાજ્યપાલે એક અધિકારીક નિવેદનમાં જણાવ્યું કે, સામાન્ય સ્થિતિ બહાલ કરવા માટે રાજ્યના તમામ સમુદાયને દુશ્મનીને ખતમ કરવા અને સમાજમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે આગળ આવવું જોઇએ, જેનાથી લોકો પોતાની સામાન્ય દિન પ્રતિદિનની ગતિવિધિઓમાં પરત ફરી શકે.

ક્યાં જમા કરાવવા હશે હથિયાર?

રાજ્યપાલની તરફથ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું કે, આ અંગે હું તમામ સમુદાયના લોકો, ખાસ કરીને ખીણ અને પહાડીઓના યુવાનોને ઇમાનદારીથી કરુ છું કે સ્વેચ્છાએ આગલ આવે અને લૂંટાયેલા અને બિનકાયદેસર રીતે હથિયારો અને દારુ ગોળોને આજથી આગામી સાત દિવસની અંદર નજીકના પોલીસ સ્ટેશન, ચોકી સુરક્ષા દળના શિબિરમાં જમા કરાવે.

આ પણ વાંચો : Mohammad Shami એ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, ODI ક્રિકેટમાં મેળવી ઐતિહાસિક સિદ્ધિ

હથિયારોને પરત કરવા માટે અપીલ

નિવેદનમાં અપીલ કરતા આગળ કહ્યું કે, આ હથિયારોને પરત કરવાનો તમારુ એક કાર્ય શાંતિ સુનિશ્ચિત કરવાની દિશામાં એક શક્તિશાળી પગલું હોઇ શકે છે. હું તમને આશ્વસ્ત કરવા માંગુ છું કે જો એવા હથિયાર નિર્ધારિત સમયના અંદર પરત કરી દેવામાં આવે છે, તો દંડાત્મક કાર્યવાહી શરૂ નહીં કરવામાં આવે, ત્યાર બાદ આવા હથિયાર રાખવા અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.

2023 માં શરૂ થઇ હતી હિંસા

મણિપુરના ગત્ત અઠવાડીયા રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું અને રાજ્ય વિધાનસભાને નિલંબિત કરી દેવામાં આવ્યા હતા, જેના થોડા દિવસો બાદ જ મુખ્યમંત્રી એન.બીરેન સિંહે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યમાં જાતીય હિંસા શરૂ થયાના બે વર્ષ બાદ બીરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું.

મણિપુરમાં હિંસા મે 2023 માં શરૂ થઇ હતી અને ઇંફાલ ખીણમાં બહુમતી મૈતેઇ સમુદાય અને આસપાસના પહાડોમાં કુકી જે આદિવાસી સમુદાય વચ્ચે ક્રુર ઘર્ષણ થયું. બે સમુદાયની લડાઇમાં 250 કરતા વધારે લોકોના મોત થઇ ગયા અને હજારો લોકો વિસ્થાપિત થઇ ગયા.

આ પણ વાંચો : Rajkot: કુંવરજી બાવળિયાએ કોને ધમકી આપી? ઓડિયો થયો વાયરલ

Tags :
ajay BhallaGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsManipur GovernorManipur Governor's ultimatumreturn the looted weapons