Lok Sabha Election Results 2024 Prediction: યોગેન્દ્ર યાદવ કે પ્રશાંત કિશોર કોની ભવિષ્યવાણી પડી સાચી?
Lok Sabha Election Results 2024 Prediction: Lok Sabha Election Result 2024 નું પરિણામ હવે માત્ર ગણતરીના કલાકોમાં સામે આવી જશે. જોકે મોટાભાગના રાજ્યોમાંથી ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, આ વખતે પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં BJP કેન્દ્રમાં સરકાર બનાવશે. જોકે જે રીતે BJP દ્વારા 400 પારના નારા લોકસભા ચૂંટણી 2024 ના પ્રચારમાં લગાવવામાં આવ્યા હતા. તે રીતના પરિણામો તો સામે આવ્યા નથી.
BJP બહોળા પ્રમાણમાં બહુમતી હાંસલ કરીને કેન્દ્રમાં સરકાર બનાવશે
કાર્યકારોના મનોબળને મજબૂત કરવાના તરિકાઓ છે
BJP 275 અથવા 250 Lok Sabha Seat પર જીત હાંસલ કરી શકે
તો બીજી તરફ રાજકીય નિષ્ણાંત પ્રશાંત કિશોરે Lok Sabha Election Result 2024 ના પરિણામોને લઈ ભવિષ્યવાણી કરવમાં આવી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, BJP બહોળા પ્રમાણમાં બહુમતી હાંસલ કરીને કેન્દ્રમાં સરકાર બનાવશે. તો યોગેન્દ્ર યાદવે જણાવ્યું છે કે, BJP પોતાના દમ પર 260 Lok Sabha Seat પણ પાર કરી શકશે નહીં.
કાર્યકારોના મનોબળને મજબૂત કરવાના તરિકાઓ છે
તો પ્રશાંત કિશોરે જણાવ્યું છે કે, જે દિવસે PM Modi એ કહ્યું કે BJP 370 Lok Sabha Seat અને NDA 400 ના આંકડાને પાર કરશે. ત્યારે મેં તેમની આ વાતને શક્ય નથી, તેવું જણાવ્યું હતું. આ બધુ કાર્યકારોના મનોબળને મજબૂત કરવાના તરિકાઓ છે. BJP માટે 370 નો આંકડો પાર કરવો મુશ્કેલ છે. તો બીજી તરફ એ પણ નક્કી છે કે, BJP 270 કરતા વધારે Lok Sabha Seat પર જીત હાંસલ કરશે. મને લાગે છે BJP ગત લોકસભા ચૂંટણીના પરિણામો અનુસાર આ વખતે પણ જીત મેળવશે અથવા તેના કરતા વધારે થોડી વધુ બેઠકો જીતશે.
BJP 275 અથવા 250 Lok Sabha Seat પર જીત હાંસલ કરી શકે
તે ઉપરાંત બીજી તરફ યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, BJP એકલા હાથે 260 થી વધુ Lok Sabha Seat પાર કરી શકવામાં અસક્ષમ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, BJP 275 અથવા 250 Lok Sabha Seat પર જીત હાંસલ કરી શકે છે. તે ઉપરાંત તેમણે પ્રશાંત કિશોરના દાવો સાથે સહમતી દર્શાવી હતી કે, BJPને 400 પારના નારા સાથે સત્ય સાબિત કરવું મુશ્કેલ છે.
આ પણ વાંચો: Lok Sabha Election 2024 : PM મોદીએ અને અમિત શાહે કર્યો ચંદ્રબાબુ નાયડુને લગાવ્યો ફોન અને પછી…