ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એક જ પરિવારના ચાર લોકોનાં સર્પદંશથી મોત, પિતાની હાલત નાજુક

કરૈત પ્રકારનો સાંપ દર વર્ષે 700 લોકોના જીવ લે છે સર્પદંશના કારણે એક હસતા રમતા પરિવારનો માળો વિખેરાયો બાળકીઓનાં મોત નિપજ્યાં જ્યારે તેના પિતાની સ્થિતિ ગંભીર છે બૌદ્ધગયા : ઓડિશાના બૌધ જિલ્લાામાં એક જ પરિવારનાં ચાર લોકોના સર્પદંશના કારણે...
05:31 PM Sep 10, 2024 IST | KRUTARTH JOSHI
Snack bite

બૌદ્ધગયા : ઓડિશાના બૌધ જિલ્લાામાં એક જ પરિવારનાં ચાર લોકોના સર્પદંશના કારણે મોત નિપજ્યાં છે. જેમાં 3 સગીરોનો પણ સમાવેશ થાય છે. સર્પદંશના કારણે બાળકીઓના મોત નિપજ્યાં છે જ્યારે પિતાની હાલત ગંભીર છે.

બૌદ્ધગયાની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમા હડકંપ

ઓડિશાના બૌદ્ધમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક જ પરિવારમાં ચાર લોકોનાં સર્પદંશના કારે મોત નિપજ્યાં છે. સર્પદંશના કારણે ત્રણ સગી બહેનોના મોત થઇ ચુક્યાં છે. જ્યારે તેમના પિતાની સ્થિતિ પણ ગંભીર છે. ત્રણ બહેનોમાં સુધિરેખા (13 વર્ષ), શુભરેખા (12 વર્ષ) અને સૌરભી મલિક (3 વર્ષ)નો સમાવેશ થાય છે. ઘટના રવિવાર મોડી રાતની છે. તીકરપાંડા પંચાયત વિસ્તારમાં ચરિયાપાલી ગામની આ ઘટના છે.

આ પણ વાંચો : Earthquake: ચંદ્ર પર આવ્યો ભૂકંપ! ચંદ્રયાન-3 ના લેન્ડરે નોંધ્યા 250 ભૂકંપના આંચકા

પરિવાર મીઠી નિંદર માણતો હતો

સુરેન્દ્ર મલિક પોતાના પરિવાર સાથે સુઇ ગયા હતા. રાત્રે જ્યારે તેની પુત્રીઓની તબિયત અચાનક લથડવા લાગી તો આખો પરિવાર જાગી ગયો હતો. બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સુલેન્દ્રએ જોયું કે, નજીકમાં એક સાપ જઇ રહ્યો હતો. તેમણે મદદ માટે પત્નીને બુમ પાડી હતી. તુરંત જ ચારેયને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા. જ્યાં ત્રણ બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી હતી. સુલેન્દ્રને બૌધ જિલ્લા હોસ્પિટલથી VIMSAR મેડિકલ કોલેજ બુરલા રિફર કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સુલેંદ્રની પણ સ્થિતિ ખુબ જ નાજુક છે.

આ પણ વાંચો : Bihar Firing : મુઝફ્ફરપુરમાં શાળામાં ધોરણ 11 ના વિદ્યાર્થીએ કર્યું ફાયરિંગ, એકનું મોત...

બાળકોના સર્પદંશના કારણે મોત નિપજ્યાં હોવાની શક્યતા

ડોક્ટરના અનુસાર શક્યતા છે કે, કરૈત સાંપે ત્રણેય બાળકીઓને દંશ દીધો હોય. ઓરિસ્સામાં દર વર્ષે આશરે 2500 થી 3000 લોકોને સર્પદંશ થાય છે. તેમાં 400 થી 900 લોકોનાં મોત પણ નિપજે છે. 2023-24 માં લગભઘ 1011 લોકોનાં સર્પદંશના કારણે મોત થઇ ચુક્યાં છે. જ્યારે આ વર્ષે પણ અત્યાર સુધી 240 લોકોનાં જીવ સર્પદંશના કારણે થઇ ચુક્યા છે. ઓરિસ્સા સરકાર સર્પદંશથી મૃત્યુ પામતા પરિવારને 4 લાખ રૂપિયાની સહાય પણ આપે છે.

આ પણ વાંચો : Haryana Assembly Elections : ભાજપે બીજી યાદી જાહેર કરી, વિનેશ ફોગાટ સામે ઉતાર્યા આ ઉમેદવારને

સાઇલેન્ટ કિલર કહેવાય છે કરૈત પ્રકારનો સાપ

કરૈત સાંપ ખુબ જ ઝેરી હોય છે. તેના દંશ બાદ ગણત્રીના સમયમાં વ્યક્તિનું મોત થાય છે. કોમન કરૈત કાબરા કરતા પણ પાંચ ગણો વધારે ઝેરી હોય છે. તેને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે,ઓડિશા સરકાર સર્પદંશના કારણે જેમનું મોત નિપજે તે પરિવારને 4 લાખ રૂપિયાની સહાયતા આપે છે.

આ પણ વાંચો : જો રામ કો લાયે હૈ.... ના ગીતકાર કન્હૈયા મિત્તલે કોંગ્રેસમાં જવાની ઈચ્છા પર જનતાની માગી માફી

Tags :
CobraGujarat FirstGujarati Samacharkrait snakelatest newsSnake bitem death snake biteSpeed NewsTrending News
Next Article