ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પરોઢ સુધી ગરબાનું આયોજન કરતા પહેલા આ નિયમોનું પાલન કરવું આવશ્યક

આ વર્ષે પોલીસે ફાયર NOC આપવાનું ફરજિયાત બનાવ્યું છે 66 ગરબા આયોજકોએ NOC માટે Fire Brigade ને અરજી કરી બીજી તરફ ફાયર વિભાગ પાસે પણ પૂરતો સ્ટાફ નથી Gujarat Navratri 2024 : નવરાત્રિ (Navratri) ના એક દિવસ પહેલા ગરબા...
11:00 PM Oct 02, 2024 IST | Aviraj Bagda
Fire Brigade, Fire Brigade NOC, Gujarat Police< Navratri 2024

Gujarat Navratri 2024 : નવરાત્રિ (Navratri) ના એક દિવસ પહેલા ગરબા આયોજકો માટે મોટો હુકમ તંત્રે ફટાકાર્યો છે. ત્યારે પોલીસ વિભાગ અને ફાયર વિભાગ વચ્ચે સંકલનના અભાવે નવરાત્રિ શરૂ થવાના એક દિવસ પહેલા ફાયર NOC લેવી ફરજિયાત જણાવી હતી. તેના કારણે ગરબા આયોજકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો પોલસને અને ફાયર વિભાગને લઈ કુલ 82 અરજીઓ મળી હતી. જેમાંથી માત્ર 8 આયોજકોને NOC આપવામાં આવી છે.

આ વર્ષે પોલીસે ફાયર NOC આપવાનું ફરજિયાત બનાવ્યું છે

અમદાવાદ Fire Brigade એ કહ્યું છે કે, નવરાત્રિ દરમિયાન ગરબા સ્થળે આગની કોઈ દુર્ઘટના ન બને અને તકેદારીની બાબતમાં ફાયર વિભાગે આયોજકોને 30 નિયમો સાથે ગાઈડલાઈન આપી છે. તે ઉપરાંત આ વર્ષે પોલીસે ફાયર NOC આપવાનું ફરજિયાત બનાવ્યું છે. જેના કારણે છેલ્લી ઘડીએ ફાયરને NOC આપવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસના સ્પેશિયલ કમિશનર અજય ચૌધરીએ (Ajay Chaudhary) જણાવ્યું હતું કે જેઓ કોમર્શિયલ ગરબા (Commercial Garba) કરે છે. તેમના માટે ફાયર NOC લેવું ફરજિયાત છે. હાલમાં પરવાનગી માટે 82 અરજીઓ આવી છે, એક પણ મંજૂર કરવામાં આવી નથી. ફાયર NOC ત્યારે જ આપવામાં આવશે જ્યારે સ્ટ્રક્ચર અને ઇક્વિપમેન્ટ નિયમો મુજબ જાળવવામાં આવશે.

આ પણ વાંચો: વડોદરા તંત્રની વધુ એક બેદકારી નોંધાઈ, કંપની દૂષિત પાણી ગામમાં ઠાલવતી

66 ગરબા આયોજકોએ NOC માટે Fire Brigade ને અરજી કરી

તો શહેરના 66 કોમર્શિયલ ગરબા આયોજકોએ અરજી કરી છે, જેમાં 45 સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પરંતુ 37 જગ્યાએ આયોજકોની તૈયારીઓ પૂર્ણ નથી. Fire Brigade ને ગરબા સ્થળ પર નિયમ મુજબ અલગ પ્રવેશ, ઈમરજન્સી ડોર, ઈલેક્ટ્રિફિકેશન અને અન્ય સ્ટ્રક્ચર સહિતના 30 નિયમોનું પાલન ન કરવા બદલ NOC આપવામાં આવી ન હતી. તૈયારીઓ પૂરી ન થાય ત્યાં સુધી NOC આપવામાં આવશે નહીં. બે દિવસમાં 66 ગરબા આયોજકોએ NOC માટે Fire Brigade ને અરજી કરી છે, પરંતુ દરેક જગ્યાએ NOC કેવી રીતે આપવી તે અંગે નિયમ મુજબ તૈયારીના અભાવે NOC આપી શકાયું નથી.

બીજી તરફ ફાયર વિભાગ પાસે પણ પૂરતો સ્ટાફ નથી

અમદાવાદ Fire Brigade અને શહેર પોલીસ વચ્ચે સંકલનના અભાવે હવે આયોજકોને ફાયર NOC માટે અરજી કરવા માટે દોડધામ કરવી પડે છે. કારણ કે છેલ્લી ઘડીએ શહેર પોલીસે પરવાનગી મેળવવા માટે ફાયર વિભાગનું NOC મેળવવું ફરજિયાત બનાવ્યું છે. બીજી તરફ ફાયર વિભાગ પાસે પણ પૂરતો સ્ટાફ નથી અને દરેક જગ્યાએ તપાસ માટે પહોંચીને પછી NOC આપવી શક્ય નથી, જેના કારણે ફાયર વિભાગ દ્વારા ઘણી જગ્યાઓનું ઈન્સ્પેક્શન પૂર્ણ થઈ શક્યું નથી. જો ગરબા આયોજકો પરવાનગી લીધા વિના પણ ગરબા શરૂ કરશે તો લોકોએ પોતાના જોખમે ગરબા રમવા જવું પડશે.

આ પણ વાંચો: Ahmedabad ને 146 કરોડના ખર્ચે નવી પોલીસ કમિશનર કચેરીની મળી ભેટ

Tags :
commercial garbafire brigadeFire Brigade NOCFire NOCGarbaGujarat FirstGujarat NavratriGujarat Navratri 2024Gujarat PoliceNavratriNOC
Next Article