Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Yashashvi Jaiswal Statement: રેકોર્ડ ઈનિંગ્સ રમીને ભાવુક થઈ ગયા યશસ્વી જયસ્વાલ, કહ્યું 'આ તો માત્ર શરૂઆત છે'

દરેક ખેલાડીનું સપનું હોય છે કે તે પોતાની પ્રથમ મેચમાં એવી છાપ છોડે કે દુનિયા યાદ રાખે. ભારતનો યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ આ કરવામાં સફળ રહ્યો છે. ડોમિનિકાના વિન્ડસરમાં રમાઈ રહેલી મેચમાં યશસ્વીને વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો...
yashashvi jaiswal statement  રેકોર્ડ ઈનિંગ્સ રમીને ભાવુક થઈ ગયા યશસ્વી જયસ્વાલ  કહ્યું  આ તો માત્ર શરૂઆત છે

દરેક ખેલાડીનું સપનું હોય છે કે તે પોતાની પ્રથમ મેચમાં એવી છાપ છોડે કે દુનિયા યાદ રાખે. ભારતનો યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ આ કરવામાં સફળ રહ્યો છે. ડોમિનિકાના વિન્ડસરમાં રમાઈ રહેલી મેચમાં યશસ્વીને વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો, જેને આ ડાબા હાથના બેટ્સમેને પૂરી રીતે ઉગારી લીધો હતો.યશસ્વીએ પહેલી જ મેચમાં સદી ફટકારી હતી. યશસ્વી બીજા દિવસની રમતના અંત સુધી 143 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ ઇનિંગ રમીને યશસ્વી ભાવુક થઇ ગયો હતો.

Advertisement

બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે બે વિકેટ ગુમાવીને 312 રન બનાવ્યા

Advertisement

આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, યજમાન ટીમના બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા નહોતા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ 150 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે બે વિકેટ ગુમાવીને 312 રન બનાવી લીધા છે.

Advertisement

'પોતાના પર ગર્વ'
બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ યશસ્વીએ કહ્યું કે આ ઈનિંગ તેના માટે ખૂબ જ ભાવુક હતી.તેણે કહ્યું કે તે મેદાનમાં મુક્તપણે રમવા ગયો હતો જેમાં તે સફળ રહ્યો હતો. સદી ફટકારવી એ તેના માટે ભાવનાત્મક ક્ષણ છે જેના પર તેને ગર્વ છે. તેણે કહ્યું કે આ માત્ર શરૂઆત છે અને તે આગળ વધવા માટે બધું જ કરશે. તેણે કહ્યું કે ભારતીય ટીમમાં તક મળવી ખૂબ જ મુશ્કેલ છે. તેણે અહીં સુધીની સફર માટે કેપ્ટન રોહિત શર્મા, ભારતીય ટીમ મેનેજમેન્ટનો આભાર માન્યો.

Tags :
Advertisement

.