Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Archery Championships : ભારતે રચ્યો ઈતિહાસ, મહિલા કમ્પાઉન્ડ ટીમ બની વર્લ્ડ ચેમ્પિયન

વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશીપ 2023માં (World Archery Championships 2023) ભારતની મહિલા કમ્પાઉન્ડ ટીમે ઈતિહાસ રચીને ગોલ્ડ મેડલ પર કબ્જો મેળવ્યો છે. જ્યોતિ સુરેખા વેન્નમ, પરનીત કૌર અને અદિતિ ગોપીચંદ સ્વામીની ભારતીય મહિલા કંમ્પાઉન્ડર ટીમે શુક્રવારે બર્લિનમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ કોઈ...
world archery championships   ભારતે રચ્યો ઈતિહાસ  મહિલા કમ્પાઉન્ડ ટીમ બની વર્લ્ડ ચેમ્પિયન

વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશીપ 2023માં (World Archery Championships 2023) ભારતની મહિલા કમ્પાઉન્ડ ટીમે ઈતિહાસ રચીને ગોલ્ડ મેડલ પર કબ્જો મેળવ્યો છે. જ્યોતિ સુરેખા વેન્નમ, પરનીત કૌર અને અદિતિ ગોપીચંદ સ્વામીની ભારતીય મહિલા કંમ્પાઉન્ડર ટીમે શુક્રવારે બર્લિનમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ કોઈ પણ વર્ગમાં તીરંદાજી ચેમ્પિયનશીપમાં ભારતનો પહેલો ગોલ્ડ છે.

Advertisement

indian womens compound team wins gold

ભારતીય ટીમે ગોલ્ડ મેડલ માટે ફાઈનલમાં મેક્સિકન કંમ્પાઉન્ડ ટીમ ડેફને ક્વિટેકો, એના સોફા હર્નાંડેઝ જિયોન અને એડ્રીયા બેસેરાને 235-229 થી પરાજય આપ્યો. ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજા સ્થાન પર રહેલી ભારતીય જોડીએ સેમીફાઈનલમાં હાલના ચેમ્પિયન કોલંબિયાને 220-216 થી પરાજય આપી ટાઈટલ મેચમાં સ્થાન બનાવ્યું હતું. પહેલા રાઉન્ડમાં બાઈ મિલને બાદ ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે ક્રમશ: ક્વાર્ટર ફાઈનલ અને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં ચીની તાઈપે અને તુર્કીને પરાજય આપ્યો હતો.

Advertisement

indian womens compound team wins gold

સ્પોર્ટ્સ ઓથોરિટિ ઓફ ઈન્ડિયા (Sports Authority of India-SAI) એ મહિલા ખેલાડીઓને શુભકામના આપતા લખ્યું કે, ભારતે બર્લિનમાં રચ્યો ઈતિહાસ, મહિલા કમ્પાઉન્ડ ટીમે ફાઈનલમાં 235-229 થી જીતીને વર્લ્ડ ચેમ્પિયન્સનો તાજ પહેર્યો. આ વિશ્વ ચેમ્પિયનશીપમાં ટીમ ઈન્ડિયાનો પહેલો ગોલ્ડ મેડલ છે. છોકરીઓને ખુબ-ખુબ શુભકામનાઓ, તમારા પર ખુબ ગર્વ છે.

Advertisement

આ પણ વાંચો : વર્લ્ડકપ પહેલા ઈંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી

Tags :
Advertisement

.