WEST BENGAL TRAIN ACCIDENT: સિગ્નલની અવગણના કરી લોકો પાયલોટે ટ્રેનને આગળ વધારી, દુર્ઘટના મામલે મોટો ખુલાસો
WEST BENGAL TRAIN ACCIDENT : પશ્ચિમ બંગાળમાં (WEST BENGAL) બનેલી ટ્રેન દુર્ઘટનાના કારણે આખો દેશ હચમચી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં આઠ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વધુ 25 જેટલા લોકો આ અકસ્માતમાં ઘાયાલ થયા હોવાની વાત સામે આવી રહી છે. માલગાડીએ પાછળથી કાંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી. પરંતુ આ ઘટના બાબતે હવે નવો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. એવી માહિતી હાલ મળી રહી છે કે, ટ્રેનના લોકો પાયલટે સિગ્નલની અવગણના કરી હતી.
માલગાડીના ડ્રાઈવરે સિગ્નલની અવગણના કરી હતી
#WATCH | Kanchenjunga Express train accident | " Rescue operation completed. The driver (Loco pilot) who disregarded the signal has died & also the guard of Kanchenjunga Express has lost his life. Help desks established at all railway stations along Agartala- Sealdah route, "… pic.twitter.com/9fPXhT3dAo
— ANI (@ANI) June 17, 2024
પ્રાપ્ત અહેવાલ દ્વારા મળી માહિતીના અનુસાર, પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે - માલગાડીના ડ્રાઈવરે સિગ્નલની અવગણના કરી હતી. જેના કારણે પેસેન્જર ટ્રેનના પાછળના ભાગે આવેલ ગાર્ડનો ડબ્બો સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયો હતો અને આગળના બે પાર્સલ વાન ડબ્બાને નુકસાન થયું હતું. વધુમાં રેલવે બોર્ડના અધ્યક્ષ દ્વારા આ બાબત અંગે જાણવા મળી રહ્યું છે કે, આ દુર્ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ માનવીય ભૂલ છે. પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી માહિતી જાણવા મળશે. અમે ટ્રેન દુર્ઘટનાઓને રોકવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ, કારણ કે આ બખ્તર અમારી પ્રાથમિકતા છે. તેને મિશન મોડમાં વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. અહી નોંધનીય છે કે, આ દુર્ઘટનામાં માલગાડીના ડ્રાઇવર અને કંચનજંગાના ગાર્ડનું પણ મોત થયું હતું.
અગરતલા-સિયાલદહ રૂટ પરના રેલવે સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક બનાવાયા
ભયાવહ રેલવે દુર્ઘટના બાદ હવે બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને અગરતલા-સિયાલદહ રૂટ પરના તમામ રેલવે સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા છે. હવે આગળ આ ઘટના અંગે કેવી બાબતો બહાર આવે છે તેની જાણ તો સમય સાથે જ થશે.
આ પણ વાંચો : EVM ક્યારે થશે દોષ મુક્ત? વિપક્ષ હજુ પણ કરી રહ્યું છે આક્ષેપ, રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ