Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પક્ષીઓની તરસ છીપાવશે વીર નર્મદ યુનિવર્સિટી, સેલ્ફી વીથ પરિંદામાં 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

અહેવાલઃ રાબિયા, સાલેહ, સુરત  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે સેલ્ફી વિથ પરિંદા નામની મુહિમ શરૂ કરવામાં આવી છે.કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા, કુલચિવ ડો. ૨મેશદાન ગઢવી અને એનએસએસના કો- ઓર્ડિનેટર પ્રકાશચંદ્રની હાજરીમાં રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ અને એસએફએસ વિભાગના...
પક્ષીઓની તરસ છીપાવશે વીર નર્મદ યુનિવર્સિટી  સેલ્ફી વીથ પરિંદામાં 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

અહેવાલઃ રાબિયા, સાલેહ, સુરત 

Advertisement

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે સેલ્ફી વિથ પરિંદા નામની મુહિમ શરૂ કરવામાં આવી છે.કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા, કુલચિવ ડો. ૨મેશદાન ગઢવી અને એનએસએસના કો- ઓર્ડિનેટર પ્રકાશચંદ્રની હાજરીમાં રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ અને એસએફએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે સેવા કાર્ય શરૂ કર્યું છે.

Advertisement

કાળજાળ ગરમીમાં તરસ્યા પક્ષીઓને પાણી પીવડાવવાનું કાર્ય શરૂ કરાયું છે. યુનિવર્સિટીની આ મુહિમમાં ૭૭ કોલેજો જોડાઇ છે. જેમાં કાર્યરત ત્રીસ હજારથી વધુ સ્વયંસેવકો પોતાના ઘરે, અને ઘરની અગાસી સાથે અનેક કમ્પાઉન્ડ અને વિવિધ કેમ્પસ સાથે જ કોલેજ અને તેની આજુબાજુના વૃક્ષો પર સ્થળો ઉપર પક્ષીઓ માટે પાણીના કુંડા લગાવશે અને નિયમિત રીતે તેની કાળજી રાખશે,તેમજ પાણીના કુંડા લગાવ્યા પછી તેમાં પાણી ભરવાની દરરોજ ની ટેવ પાડવા કુલપતિ એ સૂચના આપી છે.પાણીના કુંડા લગાવી તેના સાથે સેલ્ફી લઇ સોશિયલ મીડિયા પર અપલોડ કરી લોકોમાં જાગૃતતા ફેલાવવા નું કાર્ય કરાશે,જેના અન્ય લોકો પણ આ મુહિમ માં જોડાઈ પક્ષી ઓની તરસ દૂર કરવાનું સેવા ભાવિ કાર્ય કરે.

Advertisement

વીર નર્મદ યુનિવર્સિટીમાં મુહિમના શુભારંભમાં કેમ્પસમાં આવેલા કોમર્સ વિભાગના ૧૦૦ થી વધુ સ્વયંસેવકો એ કુલપતિની હાજરીમાં કાર્ય શરૂ કર્યુ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગરમીમાં પક્ષી માટે પાણી-ચણની વ્યવસ્થા ઊભી કરાઇ છે.હાલ ચાલી રહેલા ઊનાળાની કાળઝાળ ગરમી જોતા નર્મદ યુનિવર્સિટીએ સેલ્ફી વિથ પરિંદા મુહિમની શરૂ કરી સોશિયલ મીડિય માં સેલ્ફી મૂકી સૌ કોઈ ને પ્રભાવિત કર્યા છે.

આ મુહિમમાં પક્ષીઓ માટે પાણી- ચણની વ્યવસ્થા ઊભી કરાશે, 30 હજારથી વધારે સેવકો સેલ્ફી વિથ પરિંદામાં જોડાયા છે. સેલ્ફી વિથ પરિંદા અભિયાનમાં વિદ્યાર્થીઓ પણ જોડાયા છે.સુરત સહિત દક્ષિણ ગુજરાતની કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓ સાથે ટિચિંગ અને નોન-ટિચિંગ સ્ટાફે જોડાઈ સેલ્ફી લઇ અભિયાન ને સફળ બનાવ્યું છે.એટલુજ નહિ. યુનિવર્સિટીના એનએસએસ વિભાગે સેલ્ફી વિથ પરિંદા માટેના પાણીના કુંડાની વ્યવસ્થા ઊભી કરી છે.જેને હવે રોજે રોજ નિયમિત રીતે ભરાશે ,આ મુહિમ ચોમાસા સુધી ચાલે તેવું આયોજન કરાયું છે.

Tags :
Advertisement

.