શિયાળાની કડકડતી ઠંડીમાં પ્યાસીઓના જીવ તાળવે ચોટયા : ગોંડલ સિટી એ ડિવિઝન તેમજ તાલુકા પોલીસ દ્વારા દારૂના જથ્થાનો નાશ કરાયો
અહેવાલ - વિશ્વાસ ભોજાણી ગોંડલ સિટી એ ડિવિઝન તેમજ તાલુકા પોલીસ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવેલ રેડ દરમ્યાન પકડાયેલ વિદેશી દારૂના મોટા પ્રમાણમાં જથ્થાનો શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખરાબાની જગ્યામાં 70 હજાર...
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
ગોંડલ સિટી એ ડિવિઝન તેમજ તાલુકા પોલીસ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવેલ રેડ દરમ્યાન પકડાયેલ વિદેશી દારૂના મોટા પ્રમાણમાં જથ્થાનો શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખરાબાની જગ્યામાં 70 હજાર થી વધુ
વિદેશી દારૂની બોટલનો જેની કિંમત રૂપિયા 95 લાખથી વધુ હતી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
લાખો રૂપિયાનો દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો
ગોંડલ સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 29 જેટલી કરવામાં આવેલ રેડ દરમ્યાન રૂપિયા 15,46,650/- ની 8348 વિદેશી દારૂની બોટલો તેમજ તાલુકા પોલીસ દ્વારા છેલ્લા 4 મહિના દરમ્યાન ગ્રામ્ય વિસ્તારમાં 7 અલગ અલગ ગુન્હામાં કરવામાં આવેલ રેડ દરમ્યાન રૂપિયા 79,99,165/- ની 61,922 વિદેશી દારૂની બોટલનો શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો.
ગોંડલ સિટી એ ડિવિઝન તેમજ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવેલ રેડ દરમ્યાન કુલ 95,45,815/- રૂપિયાની 70,270 વિદેશી દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો હતો.દારૂ નાશ કરતા સમયે સ્થળ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
પ્રાંત અધિકારી રાહુલ ગમારા, DYSP કે.જી ઝાલા, સિટી PI એ.સી. ડામોર, તાલુકા PSI જે.એમ. ઝાલા, નશાબંધી અધિકારી હરદેવસિંહ ગોહિલ તેમજ સિટી અને તાલુકા પોલીસ સ્ટાફની હાજરીમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. બુલડોઝરના તોતિંગ વ્હીલ દારૂની બોટલ પર ફરી વળતા દારૂની છોડો ઉડી હતી અને પ્યાસીઓના કંઠો સુકાયા હતા.
દારૂના નાશ દરમિયાન રોડ રોલરમાં અચાનક આગ લાગતા રોડ રોલરના ચાલકે જીવ બચાવવા કૂદકો માર્યો ગોંડલ નગર પાલિકા ફાયર સ્ટાફ દ્વારા રોડ રોલરને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી હતી.
આ પણ વાંચો -- KHEDA : જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જિલ્લાના છેવાડાના ગામ વાઘાવતની મુલાકાત કરી
Advertisement