Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vapi Success story: વલસાડમાં રૂ.1 નો પગાર વધારો ન મળતા, શખ્સે સ્વતંત્ર કંપની બનાવી કરોડપતિ બન્યો

Vapi Success story: પરિશ્રમ એ જ પારસમણિ આ યુક્તિને વાપીના ઔધોગિક વિસ્તારમાં કંપની ચલાવતા એક કંપની સંચાલકે સાર્થક કરી છે. વર્ષો પહેલા યુવા અવસ્થામાં નોકરીએ લાગેલા યુવકે શેઠ પાસે રોજના એક રૂપિયાનો પગાર વધારો માંગતા શેઠે પગાર વધારી આપ્યો ન...
vapi success story  વલસાડમાં રૂ 1 નો પગાર વધારો ન મળતા  શખ્સે સ્વતંત્ર કંપની બનાવી કરોડપતિ બન્યો

Vapi Success story: પરિશ્રમ એ જ પારસમણિ આ યુક્તિને વાપીના ઔધોગિક વિસ્તારમાં કંપની ચલાવતા એક કંપની સંચાલકે સાર્થક કરી છે. વર્ષો પહેલા યુવા અવસ્થામાં નોકરીએ લાગેલા યુવકે શેઠ પાસે રોજના એક રૂપિયાનો પગાર વધારો માંગતા શેઠે પગાર વધારી આપ્યો ન હતો. અંતે તેઓએ નોકરી છોડી પોતાના રીતે જ સવતંત્ર વ્યવસાય શરૂ કર્યો અને સફળ થયો છે. આજે તેઓ 1000 યુવકોને રોજગારી આપી રહ્યા છે. દુનિયાના 10 થી વધુ દેશોમાં પોતાની બ્રાન્ડની હેવી ક્રેન સપ્લાય કરી રહ્યા છે. ત્યારે સફળતાના શિખરે બિરાજતા વાપીના આ ચંપકભાઈ પટેલ આજના યુવાઓ માટે પ્રેરણા રૂપ સાબિત થઈ રહ્યા છે.

Advertisement

  • MM tech engineering કંપની માલિક છે ચંપકભાઈ પટેલ
  • નોકરીમાં પગાર ના વધારતા, કદી નોકરી નહીં કરવાનું વચન લીધુ
  • વર્ષ 1978 માં તેમણે સ્વતંત્ર વ્યવસાયની કરી શરૂઆત

MM tech engineering કંપની માલિક છે ચંપકભાઈ પટેલ

વલસાડ જિલ્લામાં વાપીના GIDC વિસ્તારમાં MM tech engineering કંપની ચલાવતા ચંપકલાલ મગનલાલ પટેલ એક સફળ ઉધોગપતિ છે. તેમની કંપનીમાં World class overhead industrial crane બનાવવામાં આવે છે. અત્યારે ચંપકભાઈ પટેલ પોતાની કંપનીમાં 1000 થી વધુ યુવકોને રોજગારી પણ પૂરી પાડે છે.

Advertisement

નોકરીમાં પગાર ના વધારતા, કદી નોકરી નહીં કરવાનું વચન લીધુ

જોકે સફળતાના શિખર સુધી પહોંચવાનો સફર આશાન ન હતો. વર્ષો પહેલા ચંપકભાઈ પટેલે 15 પૈસાના પગારમાં એક Canteen માં પણ નોકરી કરી હતી. ત્યાર બાદ તેઓએ 400 રૂપિયા સુધીના પગારની મંજિલ કાપી હતી. પરંતુ ઘરની પરિસ્થિતિ અને ખર્ચને જોતા એક રૂપિયાનો દૈનિક પગારનો વધારો માંગતા શેઠે પગાર વધારી આપવા ના પાડી હતી. જેથી આખરે તેઓએ જીવનમાં ક્યારેય નોકરી ન કરવાનું મનોમન નક્કી કરી લીધું.

Advertisement

વર્ષ 1978 માં તેમણે સ્વતંત્ર વ્યવસાયની કરી શરૂઆત

વર્ષ 1978 માં તેઓએ એક કંપનીના શેડ બનાવવાનું કામ રાખ્યું હતું. તેમાંથી મળેલા રૂપિયા લઈ તેમને ફેબ્રિકેશનના સાધનો વસાવ્યા હતા. ત્યાર બાદ સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો અને MM tech engineering કંપની શરૂ કરી હતી. તે પછી તનતોડ મહેનત કરતા આખરે તેમને સફળતા મળી અને ધીમે ધીમે વાપી અને પુનાની કંપનીઓમાં તેમને કામ મળવાની શરૂઆત થઈ. ત્યાર બાદ નસીબે સાથ આપતા તેઓ આજે વાપી અને જિલ્લામાં 4 મોટી engineering કંપની ચલાવે છે.

આથી તેમના ત્યાં કામ કરતા અન્ય કર્મચારી પણ તેમના જીવન અને સંઘર્ષમાંથી પ્રેરણા લઈ રહ્યા છે. આજે તેમના પરિવારજનો પણ ગર્વ અનુભવી રહ્યા છે અને વ્યવસાયને આગળ વધારવા ચંપકભાઈને મદદ કરી રહ્યા છે.

અહેવાલ રિતેશ પટેલ

આ પણ વાંચો: Jharkhand : હેમંત સોરેનના ઘરેથી ED એ રૂ.36 લાખ રોકડા જપ્ત કર્યા

Tags :
Advertisement

.