Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રૂલ લેવલ જાળવવા દેવ ડેમના બે દરવાજા ખોલાશે, તંત્ર એલર્ટ

VADODARA : વડોદરાના વાઘોડિયા (VADODARA - WAGHODIA) નજીક આવેલા દેવ ડેમમાં સતત પાણીની આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને તે બાબતને ધ્યાને લઈ નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. પોઇન્ટ ર૦ મીટર ખોલવામાં આવશે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ...
vadodara   રૂલ લેવલ જાળવવા દેવ ડેમના બે દરવાજા ખોલાશે  તંત્ર એલર્ટ

VADODARA : વડોદરાના વાઘોડિયા (VADODARA - WAGHODIA) નજીક આવેલા દેવ ડેમમાં સતત પાણીની આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને તે બાબતને ધ્યાને લઈ નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

Advertisement

પોઇન્ટ ર૦ મીટર ખોલવામાં આવશે

જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ દેવ જળાશયની જળ સપાટી હાલમાં ૮૯.૬૫ મીટર છે. જળાશયનું રૂલ લેવલ જાળવવા આજે સવારે ૧૦ કલાકે જળાશયના બે દરવાજા ગેટ નં. ૪ અને પ જે પોઇન્ટ ર૦ મીટર ખોલવામાં આવશે. આમ, ડેમમાં પાણીની આવક ૧૪૩૧.૨૩ ક્યુસેક છે.૫ાણીનો ફલો ૧૩૬૪.૫૭ કયુસેક રહેશે.

મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓએ સૂચના

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા સાથે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.જિલ્લા કલેકટર બીજલ શાહે તાલુકા લાયઝન અધિકારીઓને સ્થિતિ પર નજર રાખી અગમચેતીના તમામ જરૂરી પગલાં લેવા પ્રાંત અધિકારી ડભોઈ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓએ સૂચના આપી છે.

Advertisement

નદી પાર કરવાનું દુઃસાહસ ના કરવા નાગરિકોને અપીલ

દેવ ડેમમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે પરિણામે વડોદરા જિલ્લાના વાઘોડીયા અને ડભોઈ તાલુકાના ૧૬ ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીઓમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે તેને પાર કરવાનું દુઃસાહસ ના કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પરિસ્થિતિ ઉપર નજર

દેવ નદીના કાંઠાગાળાના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સોનાવીટી, રસસાગર, ગડીત, સોનીપુર, કુબેરપુરા, ઇન્દ્રાલ, બાધરપુરી,વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બનૈયા, અબ્દુલપુરા, કડાદરા, કરાલી, ગોજાલી, કડાદરાપુરા, વાયદપુર અને વાઘોડીયા તાલુકાના ફલોડ, વેજલપુર, વલવા, ગોરજ, અંબાલી, અંટોલી, ઘોડાદરા, વ્યારા અને ધનખેડા ગામોના નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે ૧૦૭૭ નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.

Advertisement

આ પણ વાંચો -- kutch: લખપતમાં વરસાદ બાદ રહસ્યમય તાવે મચાવ્યો કહેર, ટપોટપ થઈ રહ્યા છે લોકોના મોત

Tags :
Advertisement

.