Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દિકરીને બાઇક પાછળ ઉભી રાખી જોખમી સવારીનો વિડીયો વાયરલ

VADODARA : વડોદરામાં રાત્રીના સમયે દિકરીને (DAUGHTER RISKEY STUNT) બાઇક પાછળ ઉભી રાખીને જોખમી સવારી જઇ રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા (SOCIAL MEDIA VIRAL) વર્તુળમાં ભારે વાયરલ થવા પામ્યો છે. જેને લઇને આ પ્રકારનું બેદરકારીભર્યુ કૃત્ય કરનાર સામે પોલીસ પગલાં...
vadodara   દિકરીને બાઇક પાછળ ઉભી રાખી જોખમી સવારીનો વિડીયો વાયરલ
Advertisement

VADODARA : વડોદરામાં રાત્રીના સમયે દિકરીને (DAUGHTER RISKEY STUNT) બાઇક પાછળ ઉભી રાખીને જોખમી સવારી જઇ રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા (SOCIAL MEDIA VIRAL) વર્તુળમાં ભારે વાયરલ થવા પામ્યો છે. જેને લઇને આ પ્રકારનું બેદરકારીભર્યુ કૃત્ય કરનાર સામે પોલીસ પગલાં (POLICE TAKE ACTION) લે તેવી માંગ ઉઠવા પામી છે. વડોદરામાં અગાઉ બાળકના હાથમાં ત્રણ સવારી બાઇકનું સ્ટીયરીંગ આપવાના કૃત્યનો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

બેજવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી

હાલ આપણે ઇન્ટરનેટના યુગમાં જીવી રહ્યા છે. ઇન્ટરનેટ પર વાયરલ (VIRAL ON INTERNET) થવા માટે લોકો કોઇ પણ હદ સુધી જઇ શકે છે, આ આજના સમયની વાસ્તવીકતા છે. તો બીજી તરફ જાહેરમાં થયેલી કોઇ પણ નાનામાં નાની ભૂલ ઇન્ટરનેટ પર ઉજાગર થતા છુપાવી નથી શકાતી. કેટલાક કિસ્સાઓમાં બેદરકારી ભરી ભૂલોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં પણ આવતી હોય છે. અને બેજવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરતી હોય છે. ત્યારે તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક વિડીયો વાયરલ થવા પામ્યો છે.

Advertisement

વિડીયો મકરપુરાનો હોવાનું પ્રબળ અનુમાન

આ વિડીયોમાં નાની દિકરી બાઇકની પાછળ બેસવાની જગ્યાએ ઉભી રહી છે. અને બાઇક ચાલુ છે. દિકરી જોખની બાઇક સવાલીની મજા લઇ રહી છે. આ વિડીયોમાં બાઇક જાહેર રસ્તા પર જઇ રહી છે. સાથે જ આસપાસમાં પણ વાહનો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ બાઇક ચલાવનાર શખ્સ અથવાતો જોખમી રીતે ઉભેલી દિકરી બંનેમાંથી કોઇએ પણ હેલમેટ નથી પહેર્યું. સુત્રોના જણાવ્યા અનુસાર, આ વિડીયો શહેરના મકરપુરા વિસ્તારનો હોવાનું પ્રબળ અનુમાન છે. આ વિડીયોમાં દિકરી જીવના જોખમે ઉભા રહીને બાઇક સવારીની મજા માણી રહી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

Advertisement

સડક સુરક્ષાના નિયમોનું પાલન કરવું

આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ પ્રકારની બેદરકારી દાખવનારા શખ્સ સામે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. હવે આ મામલે પોલીસ કોઇ કાર્યવાહી કરે છે કે નહિ તે આવનાર સમય જ બતાવશે. લોકોએ સડક સુરક્ષાના નિયમોનું પાલન કરવું અને કરાવવું જોઇએ, તે આજના સમયની માંગ છે.

આ પણ વાંચો -- VADODARA : શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની કટોકટી સર્જાય તેવી સ્થિતી

Tags :
Advertisement

.

×