VADODARA : ઇમરજન્સી સમયે લોકોની મદદ માટે મુકાયેલા જનરક્ષક મશીન બંધ
VADODARA : વડોદરા (VADODARA) માં ઇમરજન્સી સમયે લોકોને મદદ મળી શકે તે માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જનરક્ષક (JAN RAKSHAK - VADODARA) મશીનો મુકવામાં આવ્યા હતા. તેના થકી કોઇ પણ વ્યક્તિ આસાનીથી ફાયર, પોલીસ અને એમ્બ્યુલન્સની મદદ મેળવી શકે તેવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી. હજી આ મશીનોને મુક્યે ગણતરીના મહિનાઓ જ વિત્યા છે, ત્યાં તો તે બંધ હાલતમાં મળી આવ્યા છે. આ મશીનો લોકોને મદદ કરવાની જગ્યાએ પોતે જ મદદની આશ લગાવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.
શોભાના ગાંઠીયા સમાન બન્યા
વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં લોકોને ઇમરજન્સી વેળાએ ફાયર, પોલીસ અને એમ્બ્યુલન્સની મદદ મળી શકે તે માટે જનરક્ષક (JAN RAKSHAK - VADODARA) મશીનો મુકવામાં આવ્યા છે. આ પ્રયાસ શરૂ કર્યો ત્યારે તેની ખુબ સરાહના કરવામાં આવી હતી. પરંતુ આ બહુ લાંબુ ટક્યુ નહી. આજે ગણતરીના મહિનાઓ બાદ મોટા ભાગના જનરક્ષક મશીનો બંધ હાલતમાં હોવાનું સપાટી પર આવ્યું છે. જેને લઇને તે હવે માત્ર શોભાના ગાંઠીયા સમાન બન્યા છે. અને તેને મુકવા પાછળનો મુળ હેતુ સિદ્ધ થઇ રહ્યો નથી. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
વડોદરા પાછળ કેમ છે
સામાજીક કાર્યકર કમલેશ પરમાર જણાવે છે કે, વડોદરા શહેરમાં જનરક્ષક મશીન નગરજનોની સુરક્ષા અને સુવિધા માટે મુકવામાં આવ્યા છે. તેના ઉપયોગથી ઇમરજન્સી સમયે ફાયર, પોલીસ અને એમ્બ્યુલન્સની મદદ મળી શકે. પરંતુ વડોદરા શહેરમાં કોઇ પણ વસ્તુનું ઉદ્ધાટન કરવામાં આવે, ત્યાર બાદ તે ચાલુ જોવા મળતી નથી. આપણે જ્યારે ગૃહ પ્રવેશ કરીએ ત્યારે તમામ સવલતો સાથે પ્રવેશ કરવામાં આવે છે. તેનાથી વિપરીત જનરક્ષક મશીનની હાલત છે. તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. આજે શહેરના અનેક વિસ્તારોમાં આ મશીન બંધ હાલતમાં છે. શહેરના સત્તાધીશોને મારે કહેવું છે કે, અમદાવાદ અને સુરતમાં કોઇ પણ વસ્તુ શરૂ કરવામાં આવતું હોય છે, તાત્કાલિક ઉદ્ધાટન થતા હોય છે. ત્યારે વડોદરા તેમનાથી પાછળ કેમ છે. આ મશીનોને તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે.
આ પણ વાંચો -- VADODARA : પઝેશન નહી મળતા લોકોના પોલીસ મથકમાં ધામા